ઊંમર ગણવાની રીત
નીચે ઊંમર ગણવાની બે રીત આપેલી છે. બન્ને રીતો ના જવાબમાં કોઇ કોઇ વખત ફરક આવે જ છે.
પ્રચલીત રીત
ફેરફાર કરોઆ પદ્દત્તિઓમાં સીધે સીધી તારીખની બાદબાકી કરવામાં આવે છે. ઊદાહરણ તરીકે કોઇ વ્યક્તિની જન્મતારીખ ૦૧-જાન્યુઆરી-૧૯૮૦ છે તેની આજની તારીખે વર્ષ, માસ અને દિવસોમાં ઊમર શોધવા માટે નીચેની પદ્ધત્તિ એક સમયે પ્રચલીત હતી.
- ૨૦-૦૯-૨૦૧૩
- -
- ૦૧-૦૧-૧૯૮૦
- ---------
- ૧૯-૦૮-૩૩
આથી જવાબ આવે છે ૩૩ વર્ષ, ૮ મહીના અને ૧૯ દિવસ.
વદ્દી લેવાની પદ્ધત્તિ નીચે પ્રમાણે છે.
વર્ષ પરથી મહિના પર લેતી વખતે વર્ષમાંથી એક બાદ કરી ને મહિનામાં ૧૨ ઊમેરવા. અને મહિના પરથી દિવસ પર વદ્દી લેતી વખતે મહીનામાં એક બાદ કરી દિવસમાં ૩૦ ઊમેરવા.
બીજા ઊદાહરણથિ વધારે સ્પષ્ટ થશે.
ઊદાહરણ તરીકે કોઇ વ્યક્તિની જન્મતારીખ ૨૦-સપ્ટેમ્બર-૧૯૮૦ છે તેની આજની ૦૧-૦૧-૨૦૧૩ તારીખે વર્ષ, માસ અને દિવસોમાં ઊમર શોધવા માટે...
- ૦૧-૦૧-૨૦૧૩
- -
- ૨૦-૦૯-૧૯૮૦
- ---------
- પગલું ૧
- ૧૨ ૨૦૧૨
- ૦૧-૦૧-૨૦૧૩
- -
- ૨૦-૦૯-૧૯૮૦
- ---------
- પગલું ૨
- ૩૦ ૧૧
- ૧૨ ૨૦૧૨
- ૦૧-૦૧-૨૦૧૩
- -
- ૨૦-૦૯-૧૯૮૦
- ---------
- પગલું ૩
- ૩૦-૧૧-૨૦૧૨
- -
- ૨૦-૦૯-૧૯૮૦
- ---------
- ૧૦-૦૨-૩૨
આથી જવાબ આવે છે ૩૨ વર્ષ, ૨ મહીના અને ૧૦ દિવસ.
ગણનયંત્રની મદદથી દિવસોની ગણત્રી કરી પછી ઊંમર ગણવાની રીત
ફેરફાર કરોગણનયંત્ર (કોમ્યુટર)માં તારીખ અને સમયને એક જ સંખ્યા વડે દશાંસ પદ્દત્તિની મદદથી દર્શાવવામાં આવે છે. જેમાં પુર્ણાક સંખ્યા દિવસ બતાવે છે ઊપરાંત દિવસની સંખ્યામાં કોઇ એક ચોક્કસ તારીખના (ઊ.દા. ૦૧-૦૧-૧૯૭૦) દિવસથી દરરોજ એક ઊમેરવામાં આવે છે. જેમાકે જો ૧-જાન્યુઆરી-૧૯૭૦ને ૦મો દિવસ ગણવામાં આવે તો ૨-જાન્યુઆરી-૧૯૭૦ એ ૧લો દિવસ અને એ પ્રમાણે આગળ વધવામાં આવે છે. આ પ્રમાણે ૨૦-સપ્ટેમ્બર-૨૦૧૩ એ ૪૧,૫૩૭ મો દિવસ ગણાય છે.
હવે આમાં અપુર્ણાક સંખ્યા દિવસના ૨૪ ક્લાકો પૈકી કેટલામો ભાગ છે તે દર્શાવે છે. ઊદાહરણ તરીકે
- ૦.૦ રાત્રીના ૧૨ વાગ્યાનો સમય બતાવે છે,
- ૦.૨૫ સવારે ૬ વાગ્યાનો સમય દર્શાવે છે,
- ૦.૫ બપોરે ૧૨ વાગ્યાનો સમય દર્શાવે છે,
- 0.75 સાંજના ૬ વાગ્યાનો સમય દર્શાવે છે.
અાને લીધે દિવસની અલગ અલગ ગણત્રીઓ સહેલી બને છે. જેમ કે ૧૯-સપ્ટેમ્બર-૨૦૧૩ સાંજ ના ૬ વાગ્યાથી લઇને ૨૦-સપ્ટેમ્બર-૨૦૧૩ સવારે ૬ વાગ્યા સુધી કેટલો સમય થયો એમ ગણનયંત્ર (કોમ્યુટર)માં પુછતા (MS Excelમાં થઇ શકે છે) ગણનયંત્ર ૧.૫ દિવસ એેવો જવાબ આપશે. (૪૧,૫૩૭.૭૫ - ૪૧૫૩૬.૨૫ = ૧.૫) જેનો અર્થ થાય છે ૩૬ કલાક નો સમય. (૧.૫ ગુણ્યા ૨૪ ક્લાકનો એક લેખે દિવસ = ૩૬ ક્લાક)
આમ, જ્યારે આજની તારીખમાં અને સમયમાંથી માણસની જન્મતારીખ બાદ કરવામાં આવે છે ત્યારે એના આયુષ્યના દિવસો મળે છે. આ દિવસોને ૩૬૫થી ભાગવાથી જે જવાબ આવે તેની પુર્ણાક સંખ્યા લેવાથી તેની ઊમરના પુરા થયેલા વર્ષ મળે છે. શેષ વધેલા અપુર્ણાકને ૧૨ વડે ગુણી અને જે જવાબ આવે તેની પુર્ણાક સંખ્યા લેવાથી તેની ઊમરના પુરા થયેલા વર્ષ પછીના પુરા થયેલા મહિનાઓ મળે છે. હવે જે અપુર્ણાક વધ્યો છે તેને ૩૦ વડે ગુણી અને જે જવાબ આવે તેની પુર્ણાક સંખ્યા લેવાથી તેની ઊમરના પુરા થયેલા વર્ષ પછીના પુરા થયેલા મહિનાઓ પછીના બાકી વધેલા દિવસો મળે છે.