એમ. એન. દેસાઇ

(એમ.એન.દેસાઇ થી અહીં વાળેલું)


એમ. એન. દેસાઇ (મહેન્દ્ર નાનુભાઇ દેસાઇ) એ ગુજરાતના ખ્યાતનામ રસાયણવિદ અને કેળવણીકાર છે. તેમનો જન્મ ૮મી જાન્યુઆરી ૧૯૩૧ ના રોજ અમદાવાદ ખાતે થયો હતો. તેમની માતાનું નામ લલિતાબહેન હતું.[]

એમ. એન. દેસાઇ
જન્મની વિગત૦૮/૦૧/૧૯૩૧
અમદાવાદ
રહેઠાણત્
રાષ્ટ્રીયતાભારતીય
અભ્યાસએમ.એસસી. પી.એચડી.

પ્રારંભિક જીવન

ફેરફાર કરો

તેમણે શરૂઆતનું શિક્ષણ નવસારીમાંથી પ્રાપ્ત કરેલું. ૨૧ વર્ષની ઉંમરે વર્ષ ૧૯૫૨માં ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન એસ.બી.ગાર્ડા કોલેજ, નવસારી ખાતે થી વિજ્ઞાન વિષયમાં સ્નાતકની પદવી મેળવી. ત્યાર બાદ અનુસ્તાનતકના અભ્યાસ માટે તેઓ અમદાવાદ ખાતેની એમ.જી.સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયાં. એમ.એસસી. બાદ વર્ષ ૧૯૫૯ માં ડૉ. એ.એમ.ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ શોધ-નિબંધ તૈયાર કરી પી.એચડી. ની પદવી પ્રાપ્ત કરી.[]

કારકિર્દી

ફેરફાર કરો

૧૯૫૬ થી ૧૯૫૯ સુધી એમ.જી.સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ ખાતે ડેમોંસ્ટ્રેટર તરીકે જોડાયાં. વર્ષ ૧૯૫૯માં ગુજરાત યુનિવર્સિટી માં રસાયણ વિભાગમાં વ્યાખ્યાતા તરીકે જોડાયાં. અને ૧૯૬૩માં રીડર અને ૧૯૭૫માં તે જ સંસ્થામાં પ્રોફેસર બન્યા. ૧૯૭૧ થી ૧૯૯૦ ના સમયગાળા દરમિયાન તેઓએ ગુજરાત યુનિવર્સિટીના રસાયણવિભાગના અધ્યક્ષ તરીકેનો હોદ્દો પણ સંભાળેલો. ૧૯૯૧માં યુ.જી.સી. દ્વારા તેમની માનર્હ પ્રાધ્યાપક તરીકે નિમણૂક કરાયેલી.[]

ડૉ. દેસાઇએ ૧૯૮૫ થી ૧૯૮૭ દરમિયાન મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વદોદરા ખાતે, ૧૯૮૮થી ૧૯૯૪ દરમિયાન ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ ખાતે તથા ૧૯૯૪ થી ૧૯૯૬ સુધી ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી, અમદાવાદ ખાતે કુલપતિ તરીકે સેવાઓ આપી. ૧૯૮૬ માં પેનાંગ (મલેશિયા), ૧૯૮૯માં મેરીલૅન્ડ (યુ.એસ.), ૧૯૯૦ માં એટલાન્ટા (યુ.એસ.) તથા ૧૯૯૩ માં સ્વાનસી (યું.કે.) ની મુલાકાત લીધી.[]

શ્રી દેસાઇએ ધાત્વિક ક્ષારણ, વૈશ્લેષિક રસાયણ અને વીજ રસાયણના વિષયમાં ગહન સંશોધન કર્યા. જેના પરિપાકરૂપે કુલ ૨૧૫ થી પણ વધુ સંશોધન લેખો રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન સામયિકોમાં પ્રકાશિત થયા. તેમના વિષદ સંશોધનોને પરિણામે ૧૯૭૪માં ગુજરાત યુનિવર્સિટી દ્વારા તેમને ડી.એસસી. ની પદવી એનાયત કરવામાં આવી. આ યુનિવર્સિટીની આ પ્રકારની પદવી મેળવનાર તેઓ એકમાત્ર સંશોધક છે.[]

પુરસ્કાર

ફેરફાર કરો
  • ૧૯૭૧ - ડૉ. કે. જી. નાયક ચંદ્રક (ગુજરાત યુનિવર્સિટી)
  • ૧૯૭૨ - કપૂર ચંદ્રક (ઇન્સ્ટિટ્યૂટ્ ઓફ્ કેમિસ્ટ્સ ઈન્ડિયા)
  • ૧૯૭૬ - ચાંપરાજ શ્રોફ એવૉર્ડ (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ)
  • ૧૯૮૮ - શ્રી એન. એચ. શાહ મેમોરિયલ લેક્ચર એવૉર્ડ (એસોસિએશન ઓફ કેમિકલ ટેક્નોલોજીસ્ટ - ઈન્ડિયા)
  • ૧૯૯૧ - ડૉ. વિક્રમ સારાભાઇ એવૉર્ડ (ગુજરાત સરકાર)
  • મેસ્કોટ એવૉર્ડ - લેક્ટ્રોકેમિકલ સોસાયટી ઓફ ઈન્ડિયા - બેંગ્લોર
  • લોકશ્રી એવૉર્ડ - ઇન્સ્ટિટ્યૂટ્ ઓફ્ ઇકોનોમિક સ્ટડીઝ[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ તલાટી, જ.દા. (૨૦૦૩). "એમ. એન. દેસાઇ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૭ (1st આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૭૯૮-૭૯૯.