એશ્વર્યા પિસ્સાઈ
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
એશ્વર્યા પિસ્સાઈ (જન્મ 14 ઑગસ્ટ 1995) ભારતીય સર્કિટ અને ઑફ-રોડ મોટરસાઇકલ રેસર છે. તેઓ મોટરસાઇકલ પર મોટરસ્પૉર્ટમાં વિશ્વનો ખિતાબ મેળવનારાં પ્રથમ ભારતીય ખેલાડી છે. તેમણે એફઆઈએમ વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો અને મહિલા વર્ગમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું તેમજ 2019માં જુનિયર કૅટેગરીમાં બીજા ક્રમે રહ્યાં હતાં. આ સ્પર્ધામાં બે દિવસમાં વિવિધ ભૂપ્રદેશોમાં સળંગ 800-1,000 કિલોમિટરનું અંતર કાપવાનું હોય છે. (1)
પિસ્સાઈ 2017-18માં રાષ્ટ્રીય રેલી ચૅમ્પિયનશિપ અને 2016-17માં રોડ રેસીંગ અને રેલી ચૅમ્પિયનશિપમાં રાષ્ટ્રીય ખિતાબ મેળવી ચૂક્યાં છે. તેઓ સ્પેનમાં બાજા આરગોન વર્લ્ડ રેલી (2018)માં ભાગ લેનારાં પ્રથમ ભારતીય મહિલા બન્યાં હતાં. [2]
વ્યક્તિગત જીવન અને પૃષ્ઠભૂમિ
ફેરફાર કરોપિસ્સાઈનો જન્મ અને ઉછેર બેંગલુરુમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ દરમિયાન જ તેમણે બાઇકર બનવાનું નક્કી કર્યું હતું પરંતુ તેમનાં માતાપિતા અને દાદા-દાદી શરૂઆતમાં ઇચ્છતાં હતાં કે તેઓ કોઈ સામાન્ય નોકરી કરે. [3] જોકે તેમનાં માતાએ તેમને રેસર બનવા માટે ટેકો આપ્યો. [4]
પિસ્સાઈ નવ વર્ષનાં હતાં ત્યારે તેમનાં માતા-પિતા અલગ થયાં. બારમા ધોરણની પરીક્ષામાં તેમનું પ્રદર્શન સારું ન રહેતાં તેમના પિતાએ તેમને તરછોડી દીધા તેથી તેઓ પોતાનાં માતા પાસે આવી ગયાં. ત્યાં તેમણે બાઇક ચલાવવાની શરૂઆત કરી અને તેઓ મિત્રો સાથે વિકએન્ડ બાઇક ટ્રિપ્સ પર જતાં. ત્યારબાદ તેઓ એમટીવી પરના એક શોમાં દેખાયાં જ્યાં તેમણે ગુજરાતથી મેઘાલયના ચેરાપુંજી સુધીની 8,000 કિલોમિટર લાંબી સફર બાઇક પર 24 દિવસમાં પૂર્ણ કરી હતી.
ટીવીએસ રેસિંગ ટીમે વર્ષ 2017 માં તેમનો સંપર્ક કર્યો. તેમની સાથે જોડાણ કરવાથી પિસ્સાઈને આર્થિક સુરક્ષા મળી. [3]
વ્યાવસાયિક સિદ્ધિઓ
ફેરફાર કરો2016માં પિસ્સાઈએ બેંગલુરુમાં ઍપેક્સ રેસિંગ એકૅડેમીમાંથી સ્નાતક પૂર્ણ કર્યું અને ટીવીએસ વન મેક ચૅમ્પિયનશિપથી શરૂઆત કરી. તેમણે આ ચૅમ્પિયનશિપમાં જીત મેળવી હતી.
ફેડરેશન ઑફ મોટરસ્પૉર્ટ્સ ક્લબ્સ ઑફ ઇન્ડિયાએ તેમને 2016, 2017 અને 2019માં આઉટસ્ટેન્ડિંગ વિમેન ઍવૉર્ડથી સન્માનિત કર્યાં હતાં. (6)
2017માં તેમણે 'રેડ ધ હિમાલય' જીતી જે એટલી મુશ્કેલ અને થકવી દેનારી રેસ હતી કે તેમાંથી ઘણાં રેસર્સ બહાર થઈ ગયાં હતાં. તેમણે ધ દક્ષિણ ડેયર અને ટીવીએસ અપાચી લેડિઝ વન-મેક ચૅમ્પિયનશિપમાં પણ ભાગ લીધો હતો. તેમણે 2017ની ભારતીય રાષ્ટ્રીય રેલી ચૅમ્પિયનશીપ પણ જીતી હતી. તેમણે 2018માં બીજી વખત ભારતીય રાષ્ટ્રીય રેલી ચૅમ્પિયનશિપ જીતી હતી. એ જ વર્ષે તેઓ બાજા આરગોન રેલીમાં ભાગ લેનારાં પ્રથમ ભારતીય બન્યાં હતાં પરંતુ એક અકસ્માતમાં સ્વાદુપિંડને ઈજા પહોંચવાને કારણે ઇવેન્ટમાંથી તેમને બહાર થવાની ફરજ પડી હતી. આની પહેલાં 2017માં એક ખતરનાક અકસ્માતમાં તેમનું હાંસડીનું હાડકું તૂટી ગયું હતું. (7)
2019 માં એક ઑપરેશન અને પોતાની શક્તિ પાછી મેળવવા માટે કઠોર તાલીમ બાદ તેમણે એફઆઈએમ વર્લ્ડ કપમાં ભાગ લીધો અને વિજય મેળવ્યો. તેમણે મોટરસ્પૉર્ટ્સમાં વર્લ્ડ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય હોવાનો ઇતિહાસ રચ્યો. (5)
સંદર્ભ
ફેરફાર કરો- https://en.wikipedia.org/wiki/Aishwarya_Pissay
- https://www.bbc.com/hindi/india-49367422
- https://www.theweek.in/news/sports/2019/10/05/racer-aishwarya-pissay-swings-into-top-gear.html
- https://timesofindia.indiatimes.com/sports/racing/top-stories/no-more-a-mans-world-says-world-cup-winning-racer-aishwarya-pissay/articleshow/75723076.cms
- https://timesofindia.indiatimes.com/sports/racing/top-stories/aishwarya-pissay-1st-indian-to-win-world-title-in-motorsports/articleshow/70652104.cms (5)
- http://www.fmsci.co.in/press-release-of-the-fmsci-awards-2019/ (6)[હંમેશ માટે મૃત કડી]
- https://indianexpress.com/article/sports/motor-sport/who-is-aishwarya-pissay-motorsports-5901134/ (7)[હંમેશ માટે મૃત કડી]