એસ્સેલવર્લ્ડ
મુંબઈમાં આવેલું એક મનોરંજન સ્થળ
એસ્સેલવર્લ્ડ એ મનોરંજન માટેનું એક સ્થળ છે. જે ગોરાઈ, મુંબઈ માં આવેલું છે, જેની સ્થાપના ૧૯૮૯ માં કરવામાં આવી હતી.
આ સ્થળ પાન ઈંડીયા પર્યટન પ્રા. લિ.ની માલિકી નું છે. એસ્સેલવર્લ્ડ તેની બાજુમાં આવેલા વોટર કિંગડમ સાથે મળીને ૬૪ એકર જમીનમાં ફેલાયેલું છે. બન્ને સાથે મળીને ભારતનાં મોટામાં મોટાં મનોરંજન સ્થળ અને વોટર પાર્ક અને એશિયાનાં સૌથી મોટાં થીમપાર્ક ગણાય છે.[૧]
વાર્ષિક અંદાજિત ૧૮ લાખ લોકો આ સ્થળની મુલાકાત લે છે, જેમાં અંદાજિત ૩ લાખ વિદ્યાર્થીઓ હોય છે.[૨]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "About Us". EsselGroup. મેળવેલ ૪ એપ્રિલ ૨૦૧૩.
- ↑ "EsselWorld". MumbaiNet. મેળવેલ ૪ એપ્રિલ ૨૦૧૩.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કૉમન્સ પર એસ્સેલ વર્લ્ડ વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.