A (એ) અંગ્રેજી મૂળાક્ષરોનો પ્રથમ અક્ષર છે. નાનો અક્ષર, a, છે. ગ્રીક મૂળાક્ષરોમાં આ અક્ષર આલ્ફા છે. સંગીતમાં, અક્ષર A, B ની નીચે અને G ની ઉપર આવે છે. દ્રિઅંકી સંખ્યાઓમાં A ૦૧૦૦૦૦૦૧ તરીકે વર્ણવાય છે.

શરુઆતમાં 'A' અક્ષર ફોનિશિયન મૂળાક્ષર અલીફ તરીકે ઉદ્ભવ્યો હતો.[] આ અક્ષર બળદના માથાનાં સરળ રુપાંતરમાંથી ઉદ્ભવ્યો છે.

ઇજિપ્શિયન ફોનિશિયન
અલેફ
ગ્રીર
આલ્ફા
ઇટ્ુશ્કેશન
A
રોમન/સિરિલિક
A
         

ફોનિશિયન અક્ષરે શરુઆતનું સ્વરુપ આપવામાં મદદ કરી. ગ્રીકોએ આ અક્ષરમાં ફેરફાર કર્યો અને તેને આલ્ફા તરીકે ઉપયોગ કર્યો. ગ્રીક મૂળાક્ષરો ઉત્તર ઇટલીના ઇટ્રુશિયન લોકો વડે પણ ઉપયોગમાં લેવાતા હતાં. રોમનોએ તેમાં ફેરફાર કર્યો અને તેને પોતાની ભાષામાં વાપર્યો.

આ અક્ષરને ૬ જુદાં-જુદાં પ્રકારના ઉચ્ચારો છે. તે ઇન્ટરનેશન ફોનેટિક આલ્ફાબેટ (IPA) માં æ, તરીકે વપરાય છે. દા.ત. શબ્દ pad. બીજા ઉચ્ચારો શબ્દ father, શબ્દ ace વગેરેમાં વપરાય છે.

ગણિતમાં ઉપયોગ

ફેરફાર કરો

અંકગણિતમાં A અને બીજા અક્ષરો જાણીતી સંખ્યાઓ માટે વપરાય છે. ભૂમિતિમાં A, B, C વગેરે રેખાઓ વગેરેને દર્શાવવામાં વપરાય છે. સામાન્ય રીતે A ત્રિકોણના ખૂણાઓ દર્શાવવા માટે એક અક્ષર તરીકે વપરાય છે.

  1. "A", "Encyclopaedia Britannica", Volume 1, 1962. p.1.