ઓએસઆઇ મોડેલ(OSI મોડેલ) કે ઓએસઆઈ મોડેલ જેનું પૂરું નામ ઓપન સિસ્ટમ્સ ઇન્ટરકનેક્શન (OSI) મોડેલ છે એ ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર સ્ટૅન્ડર્ડાઈઝેશન(ISO)ની ઉપજ છે. આ મોડેલ લેયરના સંદર્ભમાં કોમ્યુનિકેશન્સ સિસ્ટમ કાર્યોના લક્ષણો અને ધોરણસ્થાપનોને નક્કી કરે છે. સમાન સંચાર વિધેયો લોજિકલ સ્તરોમાં ભેગા થાય છે. એક સ્તર તેના ઉપર રહેલા સ્તરને સેવા આપે છે અને તે નીચેના સ્તર દ્વારા સેવા લે છે.

દા.ત., એક સ્તર સમગ્ર નેટવર્કમાં ક્ષતિ રહિત સંદેશ વ્યવહાર પુરા પાડે છે તે માટે તેની ઉપર રહેલા કાર્યક્રમોથી જરૂરી પથ મેળવે છે, જયારે તેને તે નીચલા સ્તરોને પેકેટો ના આદાન-પ્રદાન માટે જે તે પથ સમાવિષ્ટો પુરા પાડે છે. એક સ્તરપર રહેલા બે પ્રકરણો આડા જોડાણથી જોડાયેલા હોય છે.

OSI-મોડેલ માં થતા સંચાર (૩ થી ૫ સ્તરોના ઉદાહરણ સાથે)

નેટવર્ક સ્થાપત્ય ના સ્તરવાળા મોડલ પર સ્ટાન્ડર્ડાઇઝેશન માટે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન (ISO)ને OSI ફ્રેમવર્ક સ્થાપત્ય વિકસાવવાની શરૂઆત કરી. OSIના બે મુખ્ય ઘટકો હતા: નેટવર્કીંગ નું એક અમૂર્ત મોડેલ, જે મૂળભૂત સંદર્ભ મોડલ અથવા સાત સ્તર મોડલ તરીકે ઓળખાય છે, અને ચોક્કસ પ્રોટોકોલનો સમૂહ.

સાત-સ્તર મોડેલ નો ખ્યાલ Charles Bachman કરેલા Honeywell Information Services ના પેપરકાર્ય દ્વારા આપવામાં આવ્યો છે. OSI ની ડીઝાઇનના વિવિધ પાસાઓ ને વિકસાવવામાં ARPANET, નવજાત Internet, NPLNET, EIN, CYCLADES જેવા નેટવર્કોનો મોટો ફાળો છે. તેમાં થયેલા અનુભવોને આધારે OSIનું આજનું સ્વરૂપ મળ્યું છે. ISO 7498માં તેની નવી ડીઝાઇન અને તેની બીજી વિવિધપૂર્તિઓ નો સમાવેશ હતો, આ મોડેલમાં, નેટવર્કીગ પ્રણાલીને સ્તરમાં વહેચી હતી. આ દરેક સ્તરોની કામગીરી માટે એક કે એકથીવધુ એકમો છે. દરેક સ્તર તરતના બીજા સ્તર સાથે સીધો વ્યવહાર કરે છે, તેના ઉપર રહેલા સ્તરને ઉપયોગી સુવિધા પૂરી પાડે છે. પ્રોટોકોલ યજમાન એન્ટિટી ને અન્ય યજમાન ના એ જ સ્તર પર રહેલા અનુરૂપ એન્ટિટી સાથે વાતચીત કરવા માટે હોય છે. સેવાઓનું વિવરણ N સ્તર થી (N-1) સ્તર તરફનું હોય છે, જ્યાં N એ સાત સ્તરમાંનું એક સ્તર દર્શાવતું હતું. આ OSI ધોરણો દસ્તાવેજો ITU T ના ભલામણો X.200 શ્રેણી તરીકે ઉપલબ્ધ છે. પ્રોટોકોલ સ્પષ્ટીકરણો કેટલાક પણ હતા આઈટીયુ T-X શ્રેણી ભાગ તરીકે ઉપલબ્ધ છે. આ સમકક્ષ ISO અને ISO / IEC માપદંડો OSI મોડેલ માટે ISO માંથી ઉપલબ્ધ હતા.

OSI સ્તરોનું વર્ણન

ફેરફાર કરો
 
OSI સ્તરોનું કાર્ય-દર્શક કોષ્ઠક

X.200ની ભલામણ પ્રમાણે, ૭ સ્તરો છે, જેને ૧ થી ૭ થી ઓળખાય છે, સ્તર ૧ છેલ્લે નીચે રહેલું છે. સામાન્ય રીતે દરેક સ્તર N સ્તર તરીકે ઓળખાય છે. N+1 એન્ટીટી (N+1 સ્તર પર) પરથી અરજીઓ N એન્ટીટી (N સ્તર પર) પર આવે છે. દરેક સ્તરે, બે એકમોને (N-એન્ટિટી પીઅર) પ્રોટોકોલ માહિતી એકમો (PDU) વહન દ્વારા એન પ્રોટોકોલ માધ્યમ દ્વારા ક્રિયાપ્રતિક્રિયા કરે છે.

સર્વિસ ડેટા યુનિટ (SDU) એક ડેટા નો વિશિષ્ટ એકમ છે, જે OSI સ્તર થી નીચેના સ્તર પર પસાર થાય છે, અને જ્યાં આ નીચલુ સ્તર હજુ સુધી પ્રોટોકોલ ડેટા યુનિટ (PDU)માં પ્રાવૃત થતું નથી. SDUએ એક એવો ડેટા સેટ છે જે આપેલા સ્તરની સેવા ના ઉપયોગકર્તા વડે મોકલાવેલ ડેટાનો બનેલો છે અને તે પીઅર સેવાવાળા વપરાશકર્તાને બદલ્યા વગર અર્થનીર્ધારણ રીતે ફેલાય છે.

N સ્તર પર રહેલા PDU, સ્તર N-1 પર SDU છે. આથી કહી શકાયકે SDU એ આપેલા PDUનો ‘Payload’ બને છે. આ નીચલા સ્તરમાં થતી પ્રાવૃત (Encapsulation) પ્રક્રિયા છે જે SDU ને PDUમાં રૂપાંતરિત કરે છે. બધા ડેટા SDUની અંદર રહેલા હોય છે, SDU પ્રાવૃત થઈને PDU બને છે. N-1 સ્તર SDUમાં હેડર કે ફૂટર કે બંનેને દાખલ કરીને સ્તર N માટે PDUમાં રૂપાંતરિત કરે છે. હેડર અંદ ફૂટરનો ઉમેરો કરવાથી ડેટા ને પોતાનું ઉદગમસ્થાન અને ગંતવ્યસ્થાન ની માહિતી મળે છે. સંચાલન અને સુરક્ષા જેવા કેટલાક ઓર્થોગોનલ પાસાંનો દરેક સ્તરે સમાવેશ થાય છે.

સુરક્ષા સેવાઓ કોઈ ચોક્કસ સ્તર સાથે સંકળાયેલ નથી, ITU-T X.800 દ્વારા ભલામણ થયેલ કેટલાક સ્તર સાથે તેને સાંકળી શકાય.આ સેવાનું મુખ્ય લક્ષ પ્રસારિત ડેટા ને CIAના ત્રણ જૂથ (ગુપ્તતા, સંપૂર્ણતા અને પ્રાપ્યતા) સુધારવાનું છે. ખરેખર જોઇએતો સંચાર સેવા ની ઉપલબ્ધતા નો આધાર નેટવર્કની ડીઝાઇન અને/અથવા નેટવર્ક ના વ્યવસ્થાપન પ્રોટોકોલ પર રહેલો છે. આ માટે યોગ્ય પસંદગી અસ્વીકાર સેવા (Denial of Service) સામે રક્ષણ માટે જરૂરી છે.

સ્તર ૧ : ભૌતિક સ્તર (Physical Layer)

ફેરફાર કરો

ભૌતિક સ્તર ઉપકરણો માટે ઇલેક્ટ્રિકલ અને ભૌતિક સ્પષ્ટીકરણો વ્યાખ્યાયિત કરે છે. ખાસ કરીને, તે ઉપકરણ અને તાંબુ ફાઈબર ઓપ્ટીક વિ. જેવા પ્રસારણ માધ્યમ વચ્ચે સંબંધ ને વ્યાખ્યાયિત કરે છે, જેમાં પિન નો આકાર, વોલ્ટેજ, લાઈન નો અવરોધ, કેબલનું વર્ણન, સિગ્નલ ટાઈમિંગ, હબ, રીપીટર, નેટવર્ક અડેપ્ટર, હોસ્ટ બસ અડેપ્ટર (ટુકમાં HBA, તેનો ઉપયોગ સ્ટોરજ એરિયા નેટવર્કમાં થાય છે.) અને બીજી ઘણી ચીજોનો સમાવેશ થાય છે. ભૌતિક સ્તર દ્વારા થતા મુખ્ય કાર્યો અને સેવાઓ નીચે પ્રમાણે છે.

 • સંચાર માધ્યમ જોડે જોડાણ ની સ્થાપના તથા સમાપ્તિ કરવી
 • પ્રક્રિયામાં સહભાગી થઇ જેમાં સંચાર સાધનોને અસરકારક રીતે ઘણા વપરાશકર્તાઓ વચ્ચે વહેચવામાં આવે છે. દા.ત. તકરાર નિવારણ અને પ્રવાહ નિયંત્રણ.
 • ઉપયોગકર્તાના સાધનના ડીજીટલ ડેટાનું મોડ્યુલેશન કે રૂપાંતરણ કરી તેને લગતાવળગતા સિગ્નલોને સંચાર ચેનલ પર પ્રસારિત કરે છે.
 • આ સિગ્નલો ભૈતિક કેબલો(તાંબા કે ફાઈબર ઓપ્ટીક જેવા) કે રેડીઓ લીંક પર સંચાલિત થાય છે.

આ સ્તરમાં સમાંતર SCSI કાર્ય કરે છે, છતાં તાર્કિક SCSI પ્રોટોકોલ એ ટ્રાન્સપોર્ટ પ્રોટોકોલ છે જે આ બસની ઉપર ચાલે છે તે યાદ રાખવું રહ્યું. આ સ્તરમાં વિવિધ ભૌતિક સ્તર ના ઈથરનેટ ધોરણોનો સમાવેશ થાય છે. ઈથરનેટ આ સ્તર અને ડેટા-લીંક સ્તર બંનેને સાથે સમાવિષ્ટ કરે છે. આ જ ટોકન રીંગ, FDDI, ITU T-G.hn અને IEEE 802.11 જેવા બીજા LAN તેમજ બ્લુટુથ અને IEEE 802.15.4 જેવા વ્યક્તિગત એરિયા નેટવર્કનો સમાવેશ થાય છે.

ફેરફાર કરો

આ ડેટા-લીંક સ્તર કાર્યકારી અને પ્રક્રિયાગત નેટવર્ક એકમો વચ્ચે જો ભૌતિક સ્તરમાં ઉદભવેલી ભૂલોને શક્ય એટલી સુધારે છે અને ડેટાનું ટ્રાન્સફર અર્થપૂર્ણ બનાવે છે. મૂળભૂત રીતે, આ સ્તર પોઈન્ટ-ટુ-પોઈન્ટ અને પોઈન્ટ-ટુ-મલ્ટીપોઈન્ટ મીડિયા, ટેલીફોન સીસ્ટમના વિશિષ્ટ મીડિયા માટે હતું. LANની બનાવટ માં, પ્રસારણ-સક્ષમ મલ્ટી-એક્સેસ મીડિયાનો સમાવેશ હતો, જેનો IEEE પ્રોજેક્ટ 802 ના સ્વતંત્રરીતે વિકસાવવામાં આવી. IEEEએ સબલેયરીંગ અને વ્યવસ્થાપન વિધેયો WAN માટે ઉપયોગી નથી આવું અનુમાનિત કર્યું. આધુનિક વ્યવહારમાં પોઈન્ટ-ટુ-પોઈન્ટ પ્રોટોકોલ (PPP) જેવા પ્રોટોકોલોમાં માત્ર ભૂલ તપાસ, સ્લાઈડીંગ વિન્ડો પ્રોટોકોલની મદદથી ડેટાનું વહેણ નિયંત્રણ જેવી કડી હાજર હોય છે, અને LAN પર, IEEE 802.2 માં લોજીક લીંક કંટ્રોલ (LLC) સ્તરનો ઉપયોગ ઈથરનેટના ઘણા પ્રોટોકોલ પર થતો નથી, અને અન્ય LAN પર તેના પ્રવાહ નિયંત્રણ અને સ્વીકૃતિ(પહોચ) પદ્ધતિનો ઉપયોગ ખુબ ઓછો થાય છે. સ્લાઈડીંગ વિન્ડો ફલો કન્ટ્રોલ અને સ્વીકૃતિ (પહોંચ) નો ઉપયોગ TCP સ્વરૂપમાં ટ્રાન્સપોર્ટ સ્તર પર થાય છે. ITU-T G.hn ધોરણમુજબ, તે સામાન્ય કેબલ લાઈન જેવીકે, પાવર લાઈન, ફોન લાઈન અને કો-એક્ષેલ લાઈન પર ઊચી ઝડપવાળું LAN પૂરું પાડે છે, જેમાં બંને ભૂલ તપાસ અને સ્લાઈડીગ વિન્ડો પ્રોટોકોલની મદદથી પ્રવાહ નિયંત્રણ એવા સંપૂર્ણ ડેટા-લીંક સ્તરનો સમાવેશ થાય છે. LAN અને WAN બંને સેવા ભૌતિક સ્તરથી મળેલ બીટ્સ ને તાર્કિક અનુક્રમમાં ગોઠવે છે જેને ફ્રેમ કહેવાય છે. ભૌતિક સ્તરના બધ્ધા બીટ્સ ફ્રેમમાં જતા નથી, આ બીટ્સ કેવળ ભૌતિક સ્તર ના કેટલાક વિધેયો હેતુ હોય છે. દા.ત. FDDI બીટ સિસ્ટમ ની દરેક પાંચમી બીટ સ્તર દ્રારા ઉપયોગમાં આવતી નથી. ડેટા-લીંક સ્તર નીચે મુજબના કાર્યો કરે છે.

 • ફ્રેમીંગ
 • ભૌતિક સંબોધન (Addressing)
 • પ્રવાહ નિયંત્રણ
 • ભૂલ-ચૂક નિયંત્રણ
 • પ્રવેશ(Access) નિયંત્રણ
 • મીડિયા એક્સેસ કંટ્રોલ (MAC)

WAN પ્રોટોકોલની સંરચના (સ્થાપત્ય)

ફેરફાર કરો

જોડાણ આધારિત WAN ડેટા-લીંક પ્રોટોકોલો માં રચનાઓ(ફ્રેમીંગ) ઉપરાંત ભૂલો શોધીને અને સુધારી શકો છો.તેઓ પ્રસારણ ના દરને નિયંત્રિત કરી શકે છે. WAN ડેટા-લીંક સ્તરો ફ્રેમની વિશ્વાસનીય વિતરણ માટે સ્લાઈડીંગ વિન્ડો ફલો કંટ્રોલ અને સ્વીકૃતિ પધ્ધતિનો અમલ કરે છે, જે સિંક્રોનસ ડેટા લીંક કંટ્રોલ (SDLC) અને હાઈ-લેવલ ડેટા લીંક કંટ્રોલ (HDLC) નો કેસ છે અને HDLCનું વિકલન LAPB (લીંક એક્સેસ પ્રોસીજર બેલેન્સ) and LAPD (લીંક એક્સેસ પ્રોસીજર, D ચેનલ) માં થાય છે.

IEEE 802 LANની સંરચના (સ્થાપત્ય)

ફેરફાર કરો

પ્રાયોગિક રીતે જોઈએતો, જોડાણરહિત LANની શરૂવાત pre-IEEE ઈથરનેટના વિગતવાર વર્ણન સાથે શરૂ થયું જે IEEE 802.3ના પૂર્વજ છે. આ સ્તર વહેચેલા માધ્યમ થયેલ અરસપરસની ક્રિયાઓનું નિયંત્રણ કરે છે જે મીડિયા એક્સેસ કંટ્રોલ (MAC) જેવા ઉપસ્તરનું કાર્ય છે. આ MAC ઉપસ્તર ની ઉપર મીડિયાથી સ્વતંત્ર એવો IEEE.802.2 લોજીક લીંક કંટ્રોલ (LLC) નામનો ઉપસ્તર રહેલો છે જે મલ્ટી એક્સેસ મીડિયા પર સંબોધન અને બહુવિવિધતા જેવા કાર્યોને પાર પાડે છે. જયારે IEEE 802.3 વાયર વાળા LAN પ્રોટોકોલનું અને IEEE 802.11 વાયરલેસ LAN પ્રોટોકોલનું નું સંચાલન કરે છે. અપ્રચલિત MAC સ્તર Token Ring અને FDDI માં જોવા મળે છે. આ MAC ઉપસ્તર ભૂલ-ચૂક શોધે છે પરંતુ તેને સુધારી શકતું નથી.

સ્તર ૩: નેટવર્ક સ્તર

ફેરફાર કરો
 
OSI મોડેલમાં થતી ઇન્કેપ્સુલેશનની સમજ

નેટવર્ક સ્તર કોઈએક નેટવર્કમાં રહેલા યજમાન હોસ્ટના ચલિત(Veriable) લંબાઈવાળા ડેટાની અખંડિત-હારને એજ કે બીજા નેટવર્કમાં રહેલા ગંતવ્યસ્થાનના હોસ્ટ સુધી પહોચાડવાની કાર્યકારી અને પ્રક્રિયાગત અર્થ પૂરો પાડે છે સાથે ટ્રાન્સપોર્ટ સ્તર દ્રારા સેવાની ગણવત્તા જાળવવામાં આવે છે. નેટવર્ક સ્તર નેટવર્ક રાઉટીગના કર્યો કરે છે સાથે નેટવર્કનું વિભાજન કે તેને ફરી ભેગા કરવા ઉપરાંત ડેટા ડીલેવરી વખતે થતી ભૂલોનો અહેવાલ બનાવે છે. રાઉટર આ સ્તર પર કાર્ય કરે છે, જે ડેટાને વિસ્તારિત કરેલા નેટવર્ક પર મોકલીને ઈન્ટરનેટ ને શક્ય બનાવે છે.

સરળ શબ્દોમાં સમજીએતો, નેટવર્ક સ્તર (જે લેયર ૩ તરીકે પણ ઓળખાય છે) ઉપકરણોના અડ્રેસોનું સંચાલન કરે છે, ડેટાને સૌથી સારા પથ પર મોકલવો તે નક્કી કરે છે, કહી શકાય કે નેટવર્ક સ્તર ડેટાના ટ્રાફિકને સ્થાનિક કે દુરના નેટવર્કમાં રહેલ ઉપકરણો સુધી રાઉટર ની મદદથી પહોચાડે છે. આ માટે તે IP Addressing જેવી તકનીક/યોજના નો ઉપયોગ કરે છે. IP Addressing તાર્કિક સંબોધન રચના છે – તેની કિમતો નેટવર્ક ઈજનેર દ્રારા પસંદ કરવામાં આવે છે. આ સંબોધન યોજના અધિક્રમિક નથી.

આ સ્તરમાં રહેલા ડેટાના જૂથને પેકેટ તરીકે ઓળખવામાં આવે છે. નેટવર્ક સ્તરમાં બે પ્રકારના પેકેટો જોવા મળે છે : ડેટા પેકેટ અને રૂટ અપડેટ પેકેટ.

ડેટા પેકેટ

ફેરફાર કરો

ડેટા પેકેટનો ઉપયોગ ઉપયોગકર્તા ના ડેટાને ઇન્ટરનેટવર્કમાં (ઉદગમ) એક સ્થળ થી (ગંતવ્ય) બીજા સ્થળ પર મોકલવાનો છે. આ માટે ઉપયોગી પ્રોટોકોલ Routed Protocolsથી ઓળખાય છે. દા.ત. IPv4 અને IPv6.

રૂટ અપડેટ પેકેટ (Route Update Packet)

ફેરફાર કરો

આ પેકેટોના ઉપયોગથી ઈન્ટરનેટવર્કમાં જોડયેલ બધા રાઉટરો પોતાના પાડોશી રાઉટરોમાં થતા સુધારને મેળવી પોતાનામાં સુધાર(Update) કરી પોતાના પાડોશીને તે સુધાર મોકલે છે. આ કાર્ય માટે વપરાતા પ્રોટોકોલો Routing Protocols તરીકે ઓળખાય છે. દા.ત. RIP, RIPv2, OSPF વિ. રૂટ અપડેટ પેકેટો દરેક રાઉટરમાં રૂટિંગ ટેબલ બનાવવામાં મદદ કરે છે.

નેટવર્ક સંબોધન (Addresses)

ફેરફાર કરો

નેટવર્ક સંબોધન ચોક્કસ પ્રકારના પ્રોટોકોલ પર આધારિત છે. રાઉટર દરેક પ્રોટોકોલ માટે એક રૂટિંગ ટેબલ બનાવે છે કારણકે, દરેક અલગ પ્રોટોકોલ અલગ સંબોધન યોજના ધરાવે છે. (દા.ત. IP, IPv6, IPX વિ.)


નેટવર્ક સ્તરને ૩(ત્રણ) ઉપસ્તરમાં વહેચી શકાય :

૧. ઉપનેટવર્ક પ્રવેશ : પ્રોટોકોલના ઇન્ટરફેસ સાથેના વ્યવહાર ને ગણવામાં આવે છે, જેમકે X.25

૨. ઉપનેટવર્ક આધારિત સંપાત(SNDCP) : આ પ્રોટોકોલ GPRS પ્રોટોકોલની લાક્ષણિકતાઓ વાળો છે.

૩. ઉપનેટવર્કથી સ્વતંત્ર સંપાત : ઘણાબધા નેટવર્કો પર થતા ડેટાના આવાગમનની વ્યવસ્થા કરે છે.

સ્તર ૪ : પરિવહન (ટ્રાન્સપોર્ટ) સ્તર

ફેરફાર કરો

પરિવહન સ્તર વપરાશકર્તાઓ વચ્ચે માહિતી પારદર્શક ટ્રાન્સફર પૂરી પાડે છે, ઉપલા સ્તરોમાં માટે વિશ્વસનીય ડેટા ટ્રાન્સફર સેવાઓ પૂરી પાડે છે. પરિવહન સ્તર આપેલ લીંકના ફલો નિયંત્રણ ની વિશ્વાસનિયતા નિયત્રિત કરે છે. જેમાં કેટલાક પ્રોટોકોલ સ્થિતિ અને જોડાણ આધારિત હોય છે. આનો મતલબ એ થાય કે, ટ્રાન્સપોર્ટ સ્તર દરેક વિભાગમાં થયેલ ડેટા ફ્લોની નોંધ રાખે છે અને જો કોઈ ભૂલો કે નિષ્ફળતા આવે તો તેને ફરીથી મોકલે છે. ટ્રાન્સપોર્ટ સ્તર સફળતાપૂર્વક થતા ડેટા પ્રસારણની સ્વીકૃતિ આપે છે અને જો ભૂલ નહિ આવીતો આગળની માહિતી મોકલે છે. પરિવહન સ્તર ડેટા પ્રવાહમાં ડેટાને વિભાજીત અને ફરીથી જોડે છે. પરિવહન સ્તરની સેવાઓ તેની ઉપર રહેલા સ્તરોના ડેટાને વિભાજીત કરી ફરીથી જોડે છે અને તેને એકસરખા ડેટા-પ્રવાહમાં ફેરવે છે. તેઓ End-to-End ડેટા પરિવહન સેવાઓ પૂરી પાડે છે અને ઇન્ટરનેટવર્કના ડેટા મોકલાર હોસ્ટ અને ડેટા મેળવનાર હોસ્ટ વચ્ચે એક તાર્કિક જોડાણની સ્થાપના કરે છે. દા.ત. TCP સેવા વિશ્વાસપાત્ર સેવા છે જયારે UDP નથી. પરિવહન સ્તર તેની ઉપર રહેલા સ્તરોની એપ્લીકેશનોની બહુવિવિધા માટે પધ્ધતિ આપવા માટે જવાબદાર છે, ઉપરાંત તે સત્રોના સ્થાપન અને આભાસી સરકીટના શમન માટે પણ જવાબદાર છે. જો વિશ્વાસુ નેટવર્કિંગ શબ્દનો ઉપયોગ કરવો હોયતો તે પરિવહન સ્તરમાં થઇ શકે છે.

પ્રવાહ નિયંત્રણ (Flow Control)

ફેરફાર કરો

પરિવહન સ્તર ડેટા ની અખંડિતતાની ખાતરી ફલો કંટ્રોલના નિયંત્રણ દ્રારા આપે છે અને તંત્રોની વચ્ચે વિશ્વાસુ ડેટાનું પરિવહન કરે છે. જો ડેટા મેળવનાર હોસ્ટ ની બફર(Buffer) મેમોરી ભરાઈ ગઈ હોયતો આપનાર હોસ્ટને ડેટાનું વહન કરતા અટકાવે છે – આવી ઘટનાથી ડેટા ખોવાય શકે છે. વિશ્વાસપાત્ર ડેટા પરિવહનો જોડાણ-વાળા સંચાર સત્રો બનાવે છે, અને તેમાં રહેલા પ્રોટોકોલો નીચેની બાબતોને ધ્યાનમાં રાખે છે.

 • ડેટાના સેગ્મેન્ટની ડીલેવરી મેળવનાર ડેટા મોકલનારને તેના મોકલેલા ડેટા મળતા તેની સ્વીકૃતિ તેને પાછી મોકલે છે.
 • જો કોઈ ડેટા સેગ્મેન્ટની સ્વીકૃતિ ન મળતા તેટલા સેગ્મેન્ટને પાછું મોકલવામાં આવે છે.
 • સેગ્મેન્ટો તેના ગંતવ્યસ્થાન પર આવીને પાછા ચોક્કસ ઘટમાળમાં ગોઠવાઈ છે.
 • ડેટા ફ્લોને શ્રેણીબદ્ધ કરીને ને નિયંત્રિત કરી અકસ્માતો (Congestion), ઓવરલોડીંગ અને ડેટા લોસથી બચી શકાય.
 


OSIએ કનેક્શન-મોડ ટ્રાન્સપોર્ટ પ્રોટોકોલોને વર્ગ ૦ થી ૪ એમ પાંચ વર્ગોમાં વહેચ્યા છે. તેમાં વર્ગ ૦ને TP0થી ઓળખવામાં આવે છે જે ઓછા લાક્ષણિક છે. જયારે વર્ગ ૪ (TP4) જેને ઈન્ટરનેટ જેવા ઓછા વિશ્વાસપાત્ર નેટવર્ક માટે બનાવ્યું છે. વર્ગ ૦ ભૂલોને પાછુ લાવી શકતું નથી અને તે ભૂલ રહિત જોડાણો આપે એવા નેટવર્ક સ્તરો પર જ કાર્ય કરી શકે તેવા હતા. વર્ગ ૪ ને TCP સાથે સરખાવી શકાય, છતાં TCP તેનાથી વધુ કાર્યક્ષમ છે. આ તમામ વર્ગોની લાક્ષણિકતાઓ બાજુમાં કોષ્ટકમાં દર્શાવેલ છે.


પરિવહન સ્તરને સરળ રીતે સમજવા માટે તેને આપને ટપાલ કાર્યાલય સાથે સરખાવીએતો, ટપાલ કાર્યાલય જેમ જુદા જુદા પ્રકાર(વર્ગો) ના પત્રો અને પાર્સલોને યોગ્ય રીતે છુટા પાડી ને તેના ગંતવ્યસ્થાને ક્ષેમકુશળ મોકલી આપે છે. ટપાલ સેવાની જેમ આ સ્તર પણ તેના બહારી સરનામાં નો ઉપયોગ કરી ડેટા ને તેના યક્ષ સ્થાને મોકલી આપે છે. તેની અંદર રહેલા ક્રિપ્ટોગ્રાફિક(સંકેતલિપિ લખાણ) ડેટાને વાંચવા માટે કે ઉકેલવા માટે તેની ઉપર રહેલા સ્તરોને વધારાના પ્રોટોકોલનું સંચાલન પરિવહન સ્તર કરે છે. ટનલ નિર્માણ વખતે ઉપયોગી એવા પ્રોટોકોલો આ પરિવહન સ્તર પર સંચાલિત થાય છે.

જયારે Generic Routing Encapsulation (GRE) મોટેભાગે નેટવર્ક સ્તર નો પ્રોટોકોલ છે. પણ જયારે પેલોડ ના એન્કેસ્યુલેશન વખતે તે પરિવહન સ્તરની જેમ IP હેડરનો ઉપયોગ કરી પૂરી ફ્રેમ કે પેકેટને તેના નિર્ધારિત સ્થળે મોકલે છે. L2TP પ્રોટોકોલ પરિવહન સ્તરમાં PPP ફ્રેમને સમાવે છે.

સ્તર ૫: સત્ર(Session) સ્તર

ફેરફાર કરો

સત્ર સ્તર રજૂઆત સ્તર પર રહેલા એકમો વચ્ચેના સત્રો ને ચાલુ કરવા, તેનું નિયંત્રણ અને તેને નાબુદ કરવા માટે જવાબદાર હોય છે. આ સ્તર ઉપકરણો કે નોડની વચ્ચે સંવાદ નિયંત્રિત કરે છે. પ્રણાલી વચ્ચે સંપર્કવ્યવહાર સંકલિત કરે છે અને તેમના સંચારને ત્રણ જુદી જુદી રીતે રજુ કરે છે : Simplex, Half Duplex અને Full Duplex. સરવાળે, સામાન્ય રીતે સત્ર સ્તર જુદી એપ્લીકેશનના ડેટા બીજી જુદી એપ્લીકેશનના ડેટાથી અલગ રાખે છે.

OSI મોડેલ આ સ્તરને સત્રોને મોહક રીતે બંધ કરવા માટે (આ ગુણ TCPનો છે) જવાબદાર બનાવે છે, અને ચેકપોઈન્ટીગ સત્ર અને પુન:પ્રાપ્તિ જેવા ગુણો TCP કે IPની સેવામાં નથી. સામાન્ય રીતે સત્ર સ્તર બહારથી એપ્લીકેશનના પર્યાવરણમાં આવે છે ને તે માટે દૂરસ્થ પ્રક્રિયા (Remote Procedure) નો અમલ કરે છે. આ સ્તર પર સંચારની ઇન્ટર-પ્રક્રિયા થાય છે. (SIGHUP, SIGKILL, End Process વિ.)

સ્તર ૬: રજૂઆત(Presentation) સ્તર

ફેરફાર કરો

રજૂઆત સ્તરના નામ પરથી આપણને તેના કાર્યનો ખ્યાલ આવે છે; તે કાર્યક્રમ સ્તર પર ડેટાની રજૂઆત કરે છે અને તે ડેટા ના ભાષાંતર અને કોડ ફોર્મેટિંગ માટે જવાબદાર છે. આ સ્તર એપ્લીકેશન સ્તરો ના એકમો વચ્ચે સંદર્ભ પ્રસ્થાપિત કરે છે, જેના ઉપરી-સ્તરોના એકમો જુદી વાક્યરચના અને જુદા અર્થનીર્ધારણ ધરાવતા હોય, આ રજૂઆત સ્તર આ વચ્ચે જોડાણ કરવાનું કાર્ય કરે છે. જો આ જોડાણ શક્ય હોયતો રજૂઆત સેવાના ડેટા એકમો સત્ર પ્રોટોકોલના ડેટા એકમો માં સમાઈ જાય છે અને સ્ટેક નીચે થી નીકળી જાય છે.

આ સ્તર ખરી રીતે એક અનુવાદક છે અને તે વાતચીત કરવા માટે કોડની સેવા પૂરી પાડે છે. સફળતાપૂર્વક ડેટા ના ટ્રાન્સફર માટે તેના પ્રસારણ પહેલા ડેટાને એક પ્રમાણભૂત બંધારણમાં ફેરવવું જરૂરી છે. કમ્પ્યુટરો સામાન્યરીતે આવા બંધારણ વાળા ડેટાને સ્વીકારે છે અને ત્યારબાદ તેને તેના મૂળ સ્વરૂપમાં વાંચે છે. (દા.ત. EBCDIC to ASCII અનુવાદ). અનુવાદ કરવાની સેવા સાથે, આ સ્તર ડેટાનું એક સિસ્ટમથી બીજી સિસ્ટમમાં કરતી વખતે તે ડેટા બીજી સિસ્ટમના એપ્લીકેશન સ્તરમાં વંચાય છે કે નહિ તેની ખાતરી કરે છે.

OSI પાસે રહેલા પ્રોટોકોલ ધોરણોની મદદથી નક્કી કરે છે કેવી રીતે પ્રમાણભૂત માહિતી ફોર્મેટ કરવું જોઇએ. ડેટાનું સંકોચન અને પ્રતિસંકોચન, એન્ક્રિપ્શન અને ડિક્રિપ્શન આ સ્તર સાથે જોડાયેલ છે. કેટલાક રજૂઆત સ્તરો ના ધોરણો મલ્ટીમીડિયાના સંચાલનમાં પણ સહભાગી રહેલા છે. આ સ્તરને કેટલીકવાર સીન્ટેક્ષ સ્તર તરીકે પણ ઓળખવામાં આવે છે.

સ્તર ૭: કાર્યક્રમ (Application) સ્તર

ફેરફાર કરો

OSI મોડેલના કાર્યક્રમ સ્તર સાથે ઉપયોગકર્તા સીધા સંપર્કમાં આવી કમ્પ્યુટર સાથે સંવાદ કરે છે. ઉદાહરણ તરીકે જયારે ઉપયોગકર્તા બ્રાઉઝરનો ઉપયોગ કોઈ નેટવર્કમાં (કે ઈન્ટરનેટ) રહેલા ડેટાને જોવા માટે કરે છે ત્યારે આ સ્તર હરકતમાં આવે છે. એપ્લીકેશન સ્તર બીજા સ્તરો કરતા વપરાશકર્તાની વધારે નજીક હોય છે, આથી કહી શકાય કે એપ્લીકેશન સ્તર અને વપરાશકર્તા સોફ્ટવેર કાર્યક્રમ પર સીધી અસર કરે છે. એપ્લિકેશન લેયર ઇચ્છિત સંચાર સાથીને ઓળખવા અને તેની ઉપલબ્ધતા અને તેની જોડે સંદેશાવ્યવહાર ની સ્થાપના નક્કી કરવા માટે પર્યાપ્ત સાધનો અસ્તિત્વમાં છે કે નથી તેના માટે જવાબદાર છે. આ સ્તર સોફ્ટવેર એપ્લીકેશનો સાથે સંચાર-ઘટક બનીને ક્રિયા પ્રતિક્રિયા કરે છે. જેમકે, એપ્લીકેશન કાર્યક્રમો OSI મોડેલના દાયરાની બહાર આવતા હોય છે. મોટેભાગે એપ્લીકેશન-સ્તરો સંચાર સાથીને ઓળખીને, તેની સાથેના સંચાર તથા સુમેળ કરવાના માટેના સાધનોની ઉપલબ્ધતા ને સાધવાના કાર્યો કરે છે. જયારે આ સ્તર સંચાર-સાથી ને ઓળખવાની ક્રિયા કરતુ હોય ત્યારે તેને ઓળખવાની અને તેની ઉપલબ્ધતા નક્કી કરી જ લે છે. અને એકવાર તેની ઉપલબ્ધતા નક્કી થાય પછી, આ સ્તરે નક્કી કરવું જ પડશે કે શું સ્તર પર્યાપ્ત નેટવર્ક અથવા વિનંતી સંચાર અસ્તિત્વ ધરાવે છે. સુમેળ-સંચારમાં બધા કાર્યક્રમો વચ્ચેના સંચારો વચ્ચે જે સહકારની જરૂર પડે છે તે એપ્લીકેશન સ્તર દ્રારા સંચાલિત થાય છે. કેટલાક એપ્લીકેશન-સ્તરના અમલીકરણના કેટલાક ઉદાહરણો:

 • OSI સ્ટેક પર
  • FTAM ફાઈલ ટ્રાન્સફર અને એક્સેસ મેનેજમેન્ટ પ્રોટોકોલ
  • X.400 મેઈલ
  • કોમન મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન પ્રોટોકોલ (CMIP) 
 • TCP/IP સ્ટેક પર
  • હાયપરટેક્ષ ટ્રાન્સફર પ્રોટોકોલ (HTTP)
  • ફાઈલ ટ્રાન્સફર પ્રોટોકોલ(FTP)
  • સિમ્પલ મેઈલ ટ્રાન્સફર પ્રોટોકોલ (SMTP)
  • સિમ્પલ નેટવર્ક મેનેજમેન્ટ પ્રોટોકોલ (SNMP)

ક્રોસ-સ્તર વિધેયો

ફેરફાર કરો

કેટલાક કાર્યો અથવા સેવાઓ કે જે આપેલ સ્તર સાથે સંલગ્ન નથી, પરંતુ તેઓ એક કરતાં વધુ સ્તરો પર અસર કરી શકે છે. નીચેના ઉદાહરણો આનો સમાવેશ કરે છે:

 • સુરક્ષા સેવા (દૂરસંચાર) તરીકે ITU-T X.800 ની ભલામણ દ્રારા વ્યાખ્યાયિત થયેલ છે.
 • વ્યવસ્થાપન વિધેયો, એટલે કે રૂપરેખાંકિત કરવા, દેખરેખ માટે, એકથી વધુ એકમોના સંચારને સમાપ્ત કરવા માટેના કાર્યો કરવા માટે એક વિશિષ્ઠ એપ્લીકેશન સ્તર પ્રોટોકોલ – Common management Information Protocol (CMIP) નો ઉપયોગ કરે છે; તેઓ અનુરૂપ સેવા પ્રમાણે દરેક સ્તર સાથે વાર્તાલાપ કરવાની જરૂર પડે છે.
 • મલ્ટીપ્રોટોકોલ લેબલ સ્વીચીંગ (MPLS) સામાન્ય રીતે OSI-મોડેલના સ્તર ૨ અને સ્તર ૩ વચ્ચે આવેલો મનાય છે જેથી તેને ઘણી વખત “સ્તર ૨.૫” પ્રોટોકોલ તરીકે ઓળખવામાં આવે છે. તેને સરકીટ આધારિત અને પેકેટ સ્વીચીંગ બંને માટે એકરૂપ ડેટા-કેરીંગ સેવા તરીકે ડીઝાઇન કર્યું હતું, તે વિવિધ પ્રકારના જેવાકે, IP પેકેટ, ATM, SONET અને ઈથરનેટ ફ્રેમના ટ્રાફિકનું વહન કરી શકાય છે.
 • એડ્રેસ રિસોલ્યુશન પ્રોટોકોલ(ARP) IPv4 ના સરનામાઓ (OSI સ્તર ૩) ને MAC સરનામાઓ (OSI સ્તર ૨)માં અનુવાદ માટે વપરાય છે.

ઇન્ટરફેસ

ફેરફાર કરો

OSI સંદર્ભ મોડેલ કે OSI પ્રોટોકોલોએ કોઈ ચોક્કસ પ્રોગ્રામિંગ ઇન્ટરફેસનો ઉલ્લેખ કર્યો નથી. જુદા જુદા કમ્પ્યુટરો વચ્ચેના ઇન્ટરફેસ પર કોઈ ચોક્કસપણે પ્રોટોકોલો નું સ્પષ્ટીકરણ કરેલું હોય છે, પણ સોફ્ટવેર ઇન્ટરફેસ કોમ્પુટરની અંદર રહેલા છે હોવાથી તે નેટવર્ક સોકેટ નામે ઓળખાય છે અને તે અમલીકરણ આધારિત છે. દા.ત. Microsoft Windows નું ‘Winsock’ અને Unixનું Berkeley સોકેટ અને SystemV Transport Layer interface જેવા ઈન્ટરફેસો સ્તર ૫ થી ઉપરના સ્તરો અને ટ્રાન્સપોર્ટ (સ્તર ૪) પર કાર્ય કરે છે. NDIS અને ODI જેવા મીડિયા (સ્તર ૨) અને નેટવર્ક પ્રોટોકોલ (સ્તર ૩) વચ્ચેના ઈન્ટરફેસો છે.

ઇન્ટરફેસ ના ધોરણો, મીડિયા માટે ભૌતિક લેયર સિવાય, OSI સેવાના સ્પષ્ટીકરણો અંદાજિત અમલીકરણો છે.

ઉદાહરણો

ફેરફાર કરો
સ્તર OSI પ્રોટોકોલો TCP/IP પ્રોટોકોલો સિગ્નલીંગ સિસ્ટમ એપલટોલ્ક (AppleTalk) IPX SNA UMTS વિવિધ ઉદાહરણો
# નામ
એપ્લીકેશન FTAM,[X.400, X.500, DAP, ROSE, RTSE, ACSE,CMIP NNTP, SIP, SSI, DNS, FTP, Gopher, HTTP, NFS, NTP, DHCP, SMPP, SMTP, SNMP, Telnet, RIP, BGP INAP, MAP, TCAP, ISUP, TUP AFP, ZIP, RTMP, NBP RIP, SAP APPC HL7, Modbus
રજૂઆત ISO/IEC 8823, X.226, ISO/IEC 9576-1, X.236 MIME, SSL, TLS, XDR AFP TDI, ASCII, EBCDIC, MIDI, MPEG
સત્ર ISO/IEC 8327, X.225, ISO/IEC 9548-1, X.235 Sockets. Session establishment in TCP, RTP ASP, ADSP, PAP NWLink DLC Named pipes, NetBIOS, SAP, half duplex, full duplex, simplex, RPC, SOCKS
પરિવહન ISO/IEC 8073, TP0, TP1, TP2, TP3, TP4 (X.224), ISO/IEC 8602, X.234 TCP, UDP, SCTP, DCCP DDP, SPX NBF
નેટવર્ક ISO/IEC 8208, X.25 (PLP), ISO/IEC 8878, X.223, ISO/IEC 8473-1, X.233. IP, IPsec, ICMP, GMP, OSPF SCCP, MTP ATP, TokenTalk or EtherTalk IPX RRC (Radio Resource Control) and BMC (Broadcast/Multicast Control) NBF, Q.931, NDP ARP (maps layer 3 to layer 2 address), IS-IS
ડેટા-લીંક ISO/IEC 7666, X.25 (LAPB), Token Bus, X.222, ISO/IEC 8802-2 LLC Type 1 and 2[૧] PPP, SBTV SLIP, PPTP MTP, Q.710 LocalTalk, AppleTalk Remote Access, PPP IEEE 802.3 framing, Ethernet II framing SDLC Packet Data Convergence Protocol (PDCP),[૨] LLC (Logical Link Control), MAC (Media Access Control) 802.3 (Ethernet), 802.11a/b/g/n MAC/LLC, 802.1Q (VLAN), ATM, HDP, FDDI, Fibre Channel, Frame Relay, HDLC, ISL, PPP, Q.921, Token Ring, CDP, ITU-T G.hn DLL
CRC, Bit stuffing, ARQ, Data Over Cable Service Interface Specification (DOCSIS), interface bonding
ભૌતિક X.25 (X.21bis, EIA/TIA-232, EIA/TIA-449, EIA-530, G.703)[૧] MTP, Q.710 RS-232, RS-422, STP, PhoneNet Twinax UMTS Physical layer or L1 RS-232, Full duplex, RJ45, V.35, V.34, I.430, I.431, T1, E1, 10BASE-T, 100BASE-TX, 1000BASE-T, POTS, SONET, SDH, DSL, 802.11a/b/g/n PHY, ITU-T G.hn PHY, Controller Area Network, Data Over Cable Service Interface Specification (DOCSIS)

TCP/IP મોડેલ સાથે સરખામણી

ફેરફાર કરો
 
OSI અને TCP/IP મોડેલ વચ્ચે સ્તરોની સરખામણી

ઈન્ટરનેટના TCP/IP મોડેલમાં, પ્રોટોકોલોને OSI મોડેલની જેમ કડક સ્તરોમાં ચુસ્તપણે ડીઝાઇન કરવામાં આવ્યા નથી. TCP/IP કાર્યત્મકતા માટે ચાર વિશાળ સ્તરોને માન્ય કરેલ છે જે તેમાં સમાયેલ પ્રોટોકોલોના સંચાલન અવકાશ, end-to-end ટ્રાન્સપોર્ટ કનેક્શન, ઇન્ટરનેત્વર્કીંગ ની સીમા, અને લોકલ નેટવર્કમાં બીજા નોડ સાથેના સીધા જોડાણ ના અવકાશ પરથી તારવેલી છે.

તેમ છતાં, આ મોડેલ OSI મોડેલના ખ્યાલથી અલગ છે, મોટેભાગે આ સ્તરોને વારંવાર OSI layering Scheme સાથે નીચે પ્રમાણે સરખાવવામાં આવે છે: ઈન્ટરનેટ એપ્લીકેશન સ્તરમાં OSI મોડેલના એપ્લીકેશન સ્તર, રજૂઆત સ્તર અને મોટેભાગના સત્ર સ્તરનો સમાવેશ થાય છે, તેના End-to-End ટ્રાન્સપોર્ટ સ્તરમાં OSIના સત્ર લેયરની જેમ સત્રોને બંધ કરવાના કાર્યોનો સમાવેશ થાય છે.TCP/IP મોડેલના ઇન્ટરનેત્વર્કીંગ સ્તર (ઈન્ટરનેટ સ્તર)એ OSI મોડેલના નેટવર્ક સ્તરનો ઉપગણ છે. જયારે TCP/IP મોડેલના લીંક સ્તર(નેટવર્ક ઇન્ટરફેસ) OSI મોડેલના ડેટા-લીંક અને ભૌતિક સ્તરોનો સમાવેશ કરે છે. આ સરખામણીઓ ISO 7498 માં દર્શાવેલા મૂળ સાત-સ્તર પ્રોટોકોલ મોડેલ પર આધારિત છે, જેમ કે વસ્તુઓ માં વિશુદ્ધિકરણો કરતાં વ્યાખ્યાયિત પર આધારિત છે.

સંદર્ભો

ફેરફાર કરો