ઓટો હાન એ વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક (અણુશાસ્ત્રી) હતા. તેમનો જન્મ ઈ.સ. ૧૮૭૯ના વર્ષમાં માર્ચ મહિનાની આઠમી તારીખે જર્મની ખાતે થયો હતો.

ઓટો હાન
Otto Hahn
જન્મની વિગત(1879-03-08)8 March 1879
ફ્રેન્કફર્ટ, જર્મની
મૃત્યુ28 July 1968(1968-07-28) (ઉંમર 89)
ગોટિંગેન, પ. જર્મની
રાષ્ટ્રીયતાજર્મન
શિક્ષણ સંસ્થામાર્ગબર્ગ યુનિવર્સિટી
જીવનસાથીએડિથ જુંઘાન્સ (Edith Junghans) (૧૯૧૩–૧૯૬૮)
પુરસ્કારો
  • એમિલ ફિસ્ચર પુરસ્કાર (1919)
  • કેનિઝારો પ્રાઇઝ (Cannizzaro Prize) (1939)
  • કોપરનિકસ પ્રાઇઝ (Copernicus Prize) (1941)
  • નોબેલ પુરસ્કાર: રસાયણશાસ્ત્ર (Nobel Prize in Chemistry) (1944)
  • મેક્સ પ્લાન્ક મેડલ (Max Planck Medal) (1949)
  • પેરાસિલ્સસ (Paracelsus) મેડલ (1952)
  • હેન્રી બેક્વેર્લ (Henri Becquerel) મેડલ (1952)
  • પોઉર લી મેરિટ (Pour le Mérite) (1952)
  • ફેરેડે લેક્ચરશીપ પ્રાઇઝ (Faraday Lectureship Prize) (1956)
  • ફેલોશીપ ઓફ ધ રોયલ સોસાયટી (Fellow of the Royal Society) (1957)[]
  • વિલ્હેમ એક્સનર (Wilhelm Exner) મેડલ (1958)
  • હ્યુગો ગ્રોટિયસ (Hugo Grotius) મેડલ (1958)
  • લીજિયન દ' ઓનર (Légion d'Honneur) (1959)
  • એન્રીકો ફર્મી (Enrico Fermi) એવોર્ડ (1966)
વૈજ્ઞાનિક કારકિર્દી
ક્ષેત્રRadiochemistry
Nuclear chemistry
ડોક્ટરલ સલાહકારથિયોડોર ઝીન્કી (Theodor Zincke)
અન્ય શૈક્ષણિક સલાહકારોએડોલ્ફ વોન બેયર (Adolf von Baeyer), મ્યુનિચ યુનિવર્સિટી;
સર વિલિયમ રામ્સે (Sir William Ramsay), યુનિવર્સિટી કોલેજ લંડન;
અર્નેસ્ટ રુથરફોર્ડ (Ernest Rutherford), મેક્‌ગિલ યુનિવર્સિટી, મોન્ટ્રિઅલ;
હેર્મન એમિલ ફિસ્ચર (Hermann Emil Fischer), બર્લિન યુનિવર્સિટી

જગતના ઇતિહાસમાં અણુશક્તિની શોધ મહત્વની ગણાય છે. અણુશક્તિ મેળવવા યુરેનિયમ નામની ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. આ ધાતુના અણુનો વિસ્ફોટ સૌ પ્રથમ વાર કરીને વિશ્વને અણુઉર્જાની ભેટ આપનાર વિજ્ઞાાની ઓટો હાનને અણુ રસાયણના પિતામહ કહેવામાં આવે છે. તેમની આ શોધ બદલ તેમને ઈ. સ. ૧૯૪૪ના વર્ષમાં રસાયણવિજ્ઞાન (કેમિસ્ટ્રી) માટે નોબેલ પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઓટો હાનના પિતા મકાન બાંધકામ ક્ષેત્રના અગ્રણી સાહસિક હતા. ઓટો હાનને બાળપણથી જ રસાયણશાસ્ત્રમાં રસ હતો. ફ્રેન્કફર્ટ ખાતે પ્રાથમિક અભ્યાસ પુર્ણ કરી તેઓ માર્ગબર્ગ યુનિવર્સિટીમાં ભૌતિકવિજ્ઞાનના અભ્યાસ માટે દાખલ થયા હતા. આ સમય દરમિયાન તેમણે ખનિજ અને રસાયણોનો ઊંડો અભ્યાસ કર્યો. ત્યારબાદ તેઓ મ્યૂનિક યુનિવર્સિટી ખાતે ઉચ્ચ અભ્યાસ માટે જોડાયા હતા. અભ્યાસ પુર્ણ કરી તેઓ સેનામાં જોડાયા હતા.

કારકિર્દી

ફેરફાર કરો

તેમણે પ્રોફેસર થિયોડોર ઝીકના મદદનીશ તરીકે કારકિર્દીની શરુઆત કરી હતી. આ દરમિયાન તેમને ઘણા સુપ્રસિદ્ધ વિજ્ઞાનીઓ સાથે કામ કરવાનો મોકો મળ્યો. ઈ.સ. ૧૯૩૯ વર્ષના જાન્યુઆરી મહિનામાં તેમણે ફ્રિટ્ઝસ્ટ્રાસમેન સાથે મળીને યુરેનિયમના અણુનું વિભાજન કરી વિસ્ફોટક પેદા કર્યો હતો.

તેમણે વિશ્વપ્રસિદ્ધ મેક્સ પ્લાન્ક સોસાયટીની સ્થાપના કરી હતી. આ સોસાયટી આજે પણ જાણીતી વિજ્ઞાાનસંસ્થા છે. ઓટોહાનને નોબેલ પુરસ્કાર ઉપરાંત અનેક વૈશ્વિક એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. ઇ.સ. ૧૯૬૮ વર્ષમાં જુલાઇ મહિનાની ૨૮મી તારીખે એમનું અવસાન થયું હતું[].

સંદર્ભો

ફેરફાર કરો
  1. Spence, R. (1970). "Otto Hahn. 1879-1968". Biographical Memoirs of Fellows of the Royal Society. 16: 279–313. doi:10.1098/rsbm.1970.0010
  2. એટમિક કેમિસ્ટ્રીનો જનક : ઓટો હાન, ગુજરાત સમાચાર, ઝગમગ પૂર્તિ, તા. ૧૨/૦૮/૨૦૧૭