ઓમકારેશ્વર બંધ
નર્મદા નદી પર બંધ
ઓમકારેશ્વર બંધ (અંગ્રેજી: Omkareshwar Dam) ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યના ખંડવા જિલ્લામાં આવેલ માંધાતાના ઉપરવાસ વિસ્તાર ખાતે નર્મદા નદી પર બાંધવામાં આવેલ એક ગ્રેવીટી પ્રકારનો બંધ છે. આ બંધના નિચાણવાસમાં તરત જ ઓમકારેશ્વર મંદિર સ્થિત થયેલ હોવાથી તેને ઓમકારેશ્વર બંધ નામ આપવામાં આવ્યું છે. આ બંધ વર્ષ ૨૦૦૩ અને ૨૦૦૭ વચ્ચેના સમયમાં, 132,500 ha (327,000 acres) જેટલા વિસ્તાર માટે સિંચાઈની સવલત પૂરી પાડવાના હેતુથી બાંધવામાં આવ્યો હતો. આ બંધ સાથે સંકળાયેલ એક જળવિદ્યુત મથક પણ બંધના પાયામાં બનાવવામાં આવેલ છે, જેની સ્થાપિત ક્ષમતા ૫૨૦ મેગાવોટ (૮ × ૬૫ મેગાવોટ) જેટલી છે.[૧][૨]
ઓમકારેશ્વર બંધ | |
---|---|
દેશ | ભારત |
સ્થળ | માંધાતા, ખંડવા જિલ્લો, મધ્ય પ્રદેશ |
અક્ષાંશ-રેખાંશ | 22°14′37.26″N 76°9′46.83″E / 22.2436833°N 76.1630083°E |
બાંધકામ શરુઆત | ૨૦૦૩ |
ઉદ્ઘાટન તારીખ | ૨૦૦૭ |
બાંધકામ ખર્ચ | ૩૫૩૯.૧૬ કરોડ રૂપિયા |
સંચાલકો | નર્મદા વેલી ડેવલપમેન્ટ વિભાગ, મધ્યપ્રદેશ |
બંધ અને સ્પિલવે | |
બંધનો પ્રકાર | ગ્રેવીટી |
નદી | નર્મદા નદી |
ઊંચાઇ | 33 m (108 ft) |
લંબાઈ | 949 m (3,114 ft) |
સરોવર | |
કુલ ક્ષમતા | 141,547.8 m3 (115 acre⋅ft) |
સક્રિય ક્ષમતા | 27,877 m3 (23 acre⋅ft) |
સ્ત્રાવ વિસ્તાર | 64,880 km2 (25,050 sq mi) |
ઊર્જા મથક | |
શરૂઆત તારીખ | ૨૦૦૭ |
ટર્બાઇન | ૮ × ૬૫ મેગાવોટ (ફ્રાન્સીસ પ્રકાર) |
સ્થાપિત ક્ષમતા | 520 MW |
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "Omkareshwar Power Station". NHDC Limited. મૂળ માંથી 2015-02-20 પર સંગ્રહિત. મેળવેલ ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૫.
- ↑ "Salient Features of Omkareshwar Project" (PDF). NVDA. મૂળ (PDF) માંથી 2015-02-18 પર સંગ્રહિત. મેળવેલ ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૫.