કંપની (કાયદો)
કંપની એ વ્યાપારી સંગઠનનો એક પ્રકાર છે.
યુનાઇટેડ સ્ટેટ્સમાં, કંપની એટલે કોર્પોરેશન(નિગમ)-અથવા, ક્યારેક જોડાણ, ભાગીદારી, અથવા સંઘ જે ઔદ્યોગિક સાહસ હાથ ધરે છે.[૧] સામાન્ય રીતે, એક કંપની "કોર્પોરેશન, ભાગીદારી, જોડાણ, સંયુક્ત-વ્યાપારી કંપની, મંડળ, ભંડોળ અથવા લોકોનું સંગઠિત જૂથ હોઇ શકે, પછી ભલે તે એકત્રિત હોય કે નહી, અને સત્તાવાર ક્ષમતા પ્રમાણે તેને સ્વીકારનાર, દેવામાં રહેલો ટ્રસ્ટી, અથવા તે પ્રકારનો હોદ્દો ધરાવનાર, અથવા દેવાની પતાવટ કરનાર કારભારી, કે ઉપર જણાવેલ કોઇપણ હોઇ શકે."[૧]
અંગ્રેજી કાયદામાં, અને સ્વતંત્ર રાજ્યોમાં, કંપની અનેક ઘટકોના બનેલા જૂથ અથવા નિગમોના સંગઠનનો પ્રકાર હોય છે, જેની નોંધણી સામાન્ય રીતે કંપનીઓની કાયદાની કલમ પ્રમાણે અથવા તે પ્રકારના બીજા કાયદા અન્વયે થયેલી હોય છે. તેમાં કોઇ ભાગીદારી અથવા બિનએકત્રિત વ્યક્તિઓના જૂથનો સમાવેશ થતો નથી.
અર્થ અને વ્યુત્પત્તિ
ફેરફાર કરોકંપનીની વ્યાખ્યા એક "કૃત્રિમ વ્યક્તિ" તરીકે થઇ શકે, જે સ્વતંત્ર કાયદાકીય અસ્તિત્વ, કાયમી વારસાનો હક્ક, અને સામાન્ય છાપ કે મહોર ધરાવે છે. વ્યક્તિગત સભ્યના મૃત્યુ, ચિત્તભ્રમ કે નાદારીની અસર તેના પર થતી નથી.
અંગ્રેજી શબ્દ કંપની ની ઉત્પત્તિ જૂના ફ્રેન્ચ સૈન્યના શબ્દ compaignie ( જે સૌ પ્રથમ 1150માં નોંધાયો હતો), જેનો અર્થ "સૌનિકોનું જૂથ" એવો થતો હતો.[૨] ખરેખર તે પ્રાચીન લેટિન શબ્દ કંપેનિયો એટલે કે "કંપેનિયન પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ છે એ વ્યક્તિ જે તમારી સાથે જમે છે", સૌથી પહેલા તેને લેક્સ સેલિકા(જર્મનીના કાયદાઓ) દ્વારા જર્મનીની અભિવ્યક્તિ ગહલાઇબો ( શબ્દશઃ "બ્રેડ સાથે") તરીકે પ્રમાણિત કરવામાં આવ્યો હતો, તે ઓલ્ડ હાઇ જર્મન ગલેઇપો એટલે કે "સાથીદાર" અને ગોથિક ગહલાઇબા એટલે કે "સાથે જમનાર" સાથે સંકળાયેલો છે. 1303 સુધીમાં આ શબ્દનો ઉલ્લેખ વેચાણ સહકારી મંડળીઓમાં જોવા મળતો હતો. કંપનીનો ઉપયોગ "વ્યાપારી સંગઠન" દર્શાવવા થાય છે તેમ સૌપ્રથમ 1553માં નોંધાયું હતું અને તેના સંક્ષિપ્ત રૂપ તરીકે "co." નો ઉપયોગ 1769થી શરૂ થયો હતો.ટધઞકનધટઞટઞૃઞપફધઠટવરફનડખશરબ
ઇતિહાસ
ફેરફાર કરોએક સૂત્રના જણાવ્યા પ્રમાણે, "તેની રચના સંસદના કાયદા, રાજવી સનદ અથવા કંપનીના કાયદા મુજબ થયેલી નોંધણી પ્રમાણે થયેલી હોઇ શકે (તેનો ઉલ્લેખ સંયમિત નાણાકીય જવાબદારી અથવા સંયુક્ત વ્યાપારી કંપની તરીકે થઇ શકે)."[૩] યુનાઇટેડ કિંગડમમાં, મુખ્ય કામચલાઉ કાયદાઓ કંપનીઝ એક્ટ 1985 અને કંપનીઝ એક્ટ 2006 છે.[૩] નોંધનીય છે કે, "આ કાયદાઓ હેઠળ નોંધાયેલી કંપની પાસે સંયમિત નાણાકીય જવાબદારી હોય છેઃ કંપનીનો કારભાર સમેટી લેવામાં આવે ત્યારે તેના માલિકો (શેરધારકો) પર કોઇ આર્થિક જવાબદારી રહેતી નથી, પણ તેઓ જે નાણાંનું રોકાણ કરી ચુક્યા હોય તે કદાચ ખોવા પડે".[૩] અમેરિકામાં, કંપનીઓની નોંધણી કોઇ ખાસ રાજ્યમાં થયેલી હોય છે-ડેલવેરને ખાસ મહત્વ આપવામાં આવે છે-અને તે એકત્રિત(ઇન્ક) બને છે.[૩]
ઉત્તર અમેરિકામાં, પહેલી બે કંપનીઓમાં ધ લંડન કંપની(જે ચાર્ટર ઓફ્ ધ વર્જાઇના કંપની ઓફ લંડન) તરીકે પણ ઓળખાય છે) - અંગ્રેજી જોઇન્ટ સ્ટોક કંપની જેની સ્થાપના રાજવી ઇંગ્લેન્ડના જેમ્સ પહેલા દ્વારા 10મી એપ્રિલ 1606માં કરવામાં આવી હતી, તેનો હેતુ ઉત્તર અમેરિકામાં સંસ્થાન વસાહત સ્થાપવાનો હતો. અને પ્લાયમાઉથ કંપની જેને વર્જિનિયા કંપનીના હિસ્સા તરીકે મહત્વની સનદની મંજૂરી મળી હતી. ધ લંડન કંપની જેમ્સટાઉન વસાહતની સ્થાપના માટે જવાબદાર હતી, તે હાલના અમેરિકામાં 1607માં સૌથી પહેલી અંગ્રેજી કાયમી વસાહત હતી, અને વધારાનો પુરવઠો મોકલવાની પ્રક્રિયામાં, બેદરકારીમાં સોમર્સ આઇસલેસ, અલિયાસ બરમુડા, સૌથી જૂની અંગ્રેજી સંસ્થાની સ્થાપના 1609માં થઇ હતી.
પ્રકારો
ફેરફાર કરો- દેશ પ્રમાણેની યાદી જોવા માટે વ્યાપારના વિવિધ પ્રકારો જુઓ.
કંપની વિવિધ પ્રકારની હોય છે, જેની રચના વિવિધ અધિકારક્ષેત્ર પ્રમાણે થઇ શકે છે, પણ સૌથી સામાન્ય કંપનીના પ્રકારો (સામાન્ય રીતે કંપની માટે ઘડાયેલા કાયદા અન્વયે થયેલી નોંધણી પ્રમાણે જેની રચના થઇ હોય તે) નીચે પ્રમાણે છેઃ
- બાંયધરી દ્વારા મર્યાદિત જવાબદારીવાળી કંપની . સામાન્ય રીતે તેનો ઉપયોગ જ્યાં કંપનીની રચના બિનવ્યવસાયીક હેતુ અન્વયે કરવાનો હોય ત્યાં થાય છે,જેમકે ક્લબ કે સેવાભાવી સંસ્થાઓ. કંપની દેવાની સ્થિતિમાં આવી જાય તો તેના સભ્યો અમુક રકમ(સામાન્ય રીતે ઘણી ઓછી હોય તેવી)ની ચુકવણીની બાંયધરી આપે છે, બાકી તેમની પાસે કંપનીને લઇને કોઇ નાણાંકીય હક્કો હોતા નથી. કંપનીનો આ પ્રકાર ઇંગ્લેન્ડમાં સામાન્ય છે.
- શેર દ્વારા મર્યાદિત કંપની . કંપનીનો આ સૌથી સામાન્ય પ્રકાર છે જેનો ઉપયોગ વેપારી સાહસોમાં થાય છે. ખાસ કરીને, મર્યાદિત કંપની એટલે "જે કંપનીમાં દરેક શેરધારકની જવાબદારી તેમણે વ્યક્તિગત રીતે રોકેલા નાણાં પ્રમાણે મર્યાદિત હોય છે". કોર્પોરેશન્સ આવી મર્યાદિત કંપનીનું સર્વસામાન્ય ઉદાહરણ છે.[૧] આ પ્રકારની કંપની ઇંગ્લેન્ડમાં સામાન્ય રીતે જોવા મળે છે.
- શેરભંડોળ સાથે બાંયધરી દ્વારા સ્થપાયેલી મર્યાદિત કંપની . કંપની, જેનો ઉપયોગ સામાન્ય રીતે બિન-વ્યવસાયિક હેતુથી રચાતી કંપનીમાં થાય છે, પણ કંપનીની પ્રવૃત્તિઓમાં અમુક અંશે રોકાણકારોનું ભંડોળ હોય છે, જેમને વળતર મેળવવાની આશા હોય છે. આ પ્રકારની કંપનીઓની રચના હવે કદાચ બ્રિટનમાં થતી નથી, છતાં તેને લગતી કાયદાની જોગવાઇઓ હજુ પણ અસ્તિત્વ ધરાવે છે. આ પ્રકારની કંપનીઓની રચના હવે કદાચ બ્રિટનમાં રચાતી નથી, છતાં તેને લગતી કાયદાની જોગવાઇઓ હજુ પણ અસ્તિત્વ ધરાવે છે.[૪]
- મર્યાદિત જવાબદારીવાળી કંપની . "કેટલાંક રાજ્યોમાં જે કાયદા દ્વારા માન્યતા પામેલી છે તેવી કંપની - મર્યાદિત જવાબદારી, સભ્યો કે મેનેજરો દ્વારા વહીવટ, અને માલિકીની સોંપણીની મર્યાદા એ તેના લક્ષણો છે" ઉદાહરણ તરીકે, એલ.એલ.સી. (L.L.C.)[૧]
- શેરભંડોળ સાથે કે તેના વગરની અમર્યાદિત કંપની . કંપનીનું મોટુ સ્વરૂપ, એવી કંપની કે જ્યાં કંપનીને લગતા દેવા(જો હોય તો)ની રકમ બાબતે સભ્યો કે શેરધારકોની જવાબદારી મર્યાદિત નથી હોતી.
કંપનીના ભાગ્યે જ જોવા મળે તેવા પ્રકારો નીચે પ્રમાણે છેઃ
- ઇજારા પત્રો દ્વારા રચાયેલી કંપની . ઇજારાપત્રોના મોટાભાગના કોર્પોરેશન્સ તે કોર્પોરેશન્સ દ્વારા અબાધિત છે અને તે કંપની નથી કારણ કે તે શબ્દ અંગેની સામાન્ય સમજ વર્તમાન સમયમાં જોવા મળે છે.
- સનદી કોર્પોરેશન્સ . આધુનિક કંપનીઓને લગતા કાયદા ઘડાયા તે પહેલા ફ્ક્ત આ પ્રકારની કંપનીઓ હતી. હવે તે ભાગ્યેજ જોવા મળે છે, ઘણી જૂની અને હજુ પણ અસ્તિત્વ ધરાવનારી કંપનીઓ તેમાં અપવાદ છે(તેમાં હજુ ઘણી કંપનીઓ છે, ખાસ કરીને ઘણી બ્રિટિશ બેંકો), અથવા આધુનિક સમાજો જે ઉપર ઉપરથી કામની વ્યવસ્થા સંભાળે છે(ઉદાહરણ તરીકે, બેંક ઓફ્ ઇંગ્લેન્ડ એક કોર્પોરેશન છે જેની રચના આધુનિક રાજા દ્વારા કરવામાં આવી છે).
- કાયદાથી અધિકૃત (સ્ટેટ્યૂટરી) કંપનીઓ . વર્તમાન સમયમાં તે ભાગ્યેજ જોવા મળે છે, આ પ્રકારની કંપનીઓની રચના અનુરૂપ કાયદાઓ દ્વારા થયેલા ખાનગી ઠરાવ મુબજ કરવામાં આવી હોય છે.
નોંધનીય છે કે કોઇની પાછળ "લિ. લખ્યું હોય તો તેનો અર્થ છે કે તે કંપની લિમિટેડ એટલે કે મર્યાદિત છે, અને પીએલસી(પબ્લિક લિમિટેડ કંપની) સૂચવે છે કે તેના શેર બહોળા પ્રમાણમાં વહેંચાયેલા છે."[૩]
કાનૂની બોલચાલ પ્રમાણે કંપનીના માલિકોને સામાન્ય રીતે "સભ્યો" ગણવામાં આવે છે. કંપની શેર દ્વારા મર્યાદિત કે અમર્યાદિત હોય(શેર ભંડોળ સાથે રચાયેલી અથવા અનિયંત્રિત), તેમાં તેઓ શેરધારકો હોય છે. જે કંપની બાંયધરી દ્વારા મર્યાદિત હોય, તેમાં તેઓ બાંયધરી લેનાર બની રહેશે. કેટલાંક વિદેશી અધિકારક્ષેત્રએ ખાસ પ્રકારની વિદેશી કંપનીઓની રચના કરી છે જેથી તેમના અધિકારક્ષેત્ર માટે વેપારને આકર્ષી શકાય. ઉદાહરણ તરીકે તેમાં "અલગ રખાયેલા ખાતાવાળી કંપનીઓનો" તેમજ પ્રતિબંધિત હેતુ ધરાવતી કંપનીઓનો સમાવેશ થાય છે.
જોકે, તેમાં કંપનીના ઘણાં ગૌણ વિભાગો અને પ્રકારો છે જેની રચના વિશ્વના વિવિધ અધિકારક્ષેત્રોમાં થઇ શકે છે.
કેટલીકવાર કંપનીઓને કાયદો અને વ્યવસ્થાના હેતુથી જાહેર કંપનીઓ અને ખાનગી કંપનીઓ એ રીતે વહેંચવામાં આવે છે. જાહેર કંપનીઓ એવી કંપનીઓ હોય છે જેના શેર કાયદા દ્વારા પ્રમાણિત સ્ટોક એક્સચેંજમાં જાહેરમાં વેચી શકાય છે. ખાનગી કંપનીઓના શેર જાહેરમાં વેચી શકાતા નથી, અને ઘણીવાર શેર એકબીજાને સોંપવા પર પ્રતિબંધ હોય છે. કેટલાંક અધિકારક્ષેત્રોમાં, ખાનગી કંપનીઓમાં સૌથી વધારે સભ્યો અથવા શેરધારકો હોય છે.
આ પણ જુઓ
ફેરફાર કરો- કંપનીના કાયદા
- કોર્પોરેટ કાયદા
- કોર્પોરેશન
- ગીલ્ડ
- સંયુકત સ્ટોક કંપની
- પ્રવૃત્તિઓ દ્વારા અગ્ર કંપનીઓ
- મહેસૂલી કંપનીઓની યાદી
- બજાર મૂડી દ્વારા બનેલી કોર્પોરેશન્સની યાદી
- સૌથી જૂની કંપનીઓની યાદી
- ધિરાણ બાંયધરી
- ભાગીદારીઓ
- મર્યાદિત માલિકી
- મંડળ(કાયદો)
- સ્વયંસેવી સંસ્થા
- કાયમી વારસો
સંદર્ભો
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ બ્લેક્સ લો અને લી ડીક્શનરી. સેકન્ડ પોકેટ એડિશન. બ્રાયન એ. ગાર્નર, એડિટર. વેસ્ટ. 2001.
- ↑ Harper, Douglas. "company". Online Etymology Dictionary.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ "કંપની." ક્રિસ્ટલ રેફ્રન્સ ઇનસાયક્લોપિડિયા. ક્રિસ્ટલ રેફ્રન્સ સિસ્ટમ્સ લિમિટેડ. 27 નવે. 2007. Reference.com સંગ્રહિત ૨૦૧૦-૧૨-૦૪ ના રોજ વેબેક મશિન
- ↑ કંપનીઝ એક્ટ 2005
વધુ વાંચન
ફેરફાર કરો- ડીગનેમ, એ એન્ડ લોવરી, જે(2005) કંપની લો, ઓક્સફેર્ડ યુનિવર્સીટી પ્રેસ ISBN 978-0-19-928936-3.
- જ્હોન મિકલેથવેટ અને એડ્રીયન વૂલરીજ, ધ કંપનીઃ એ શોર્ટ હીસ્ટ્રી ઓફ્ અ રિવોલ્યુશનરી આઇડીયા(ન્યુ યોર્ક : મોર્ડન લાઇબ્રેરી, 2003)