કપોત કુળ
કબૂતરો અને હોલાઓનો કપોત કુળમાં સમાવેશ કરવામાં આવે છે જેમાં દુનીયાભરની ૩૧૦ જાતીઓના પક્ષીઓનો સમાવેશ થાય છે. આ કુળના બધા પક્ષીઓ દેખાવમાં હૃષ્ટપૃષ્ટ શરીર, ટૂંકી ગરદન અને પ્રમાણમાં ટૂંકી અને નાજુક ચાંચ, ચાંચના નીચલા ભાગ તરફથી ખુલ્લી, મીણ જેવી માંસલ આંતરત્વચા હોય છે. આ કુટુંબના પક્ષીઓ વિશ્વભરમાં જોવા મળે છે પરંતું તેઓની વિપુલ વિવિધતા ઇન્ડોમલય અને ઓસ્ટ્રેલેશીઆના પર્યાવર્ણીય વિસ્તારોમાં જોવા મળે છે.
કપોત કુળ | |
---|---|
કબૂતર નું ઊડ્યન | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
કપોત કુળના ભૌગોલીક ફેલાવાને દર્શાવતો નક્શો |
વિગત
ફેરફાર કરોસામાન્ય પણે, હોલો કે કબૂતર શબ્દો પરસ્પર અદલાબદલી કરી શકાય તેવા છે. પક્ષીશાસ્ત્રની પરીભાષામાં હોલો એ કદમાં થોડા નાના પક્ષીઓ માટે વપરાય છે જ્યારે કબૂતર કદમાં થોડા મોટા પક્ષીઓ માટે વપરાય છે. પરંતુ આ નિયમ પણ દરેક જગ્યાએ સરખી રીતે લાગુ પાડેલો જોવા મળતો નથી અને ઐતિહાસિક રીતે એવું કહી શકાય કે આ પક્ષીઓને લગતા સર્વનામોમાં ભિન્નતાનું પ્રમાણ સર્વાધિક જોવા મળે છે. આ બઘી જ ૩૧૦ જાતીઓમાં કબૂતર તરીકે જેને સામાન્ય જનતા ઓળખે છે તે છે મોટેભાગે આખા વિશ્વમાં દરેક શહેરોમાં જોવા મળે છે.
આ કુળની ખાસીયત એ છે કે તે બહુ આછોપાતળો માળો બનાવે છે. આ માળો તે મોટેભાગે સાંઠીકડા, વાળાના ટૂકડા અને બીજી એવી વસ્તુઓ કે સામાન્ય દૃષ્ટીમાં જેને કાટમાળ કહેવાય તેવી વસ્તુઓમાંથી બનાવે છે. માળો સામાન્ય રીતે જાડ પર મધ્યમ ઊંચાઇએ, કે પછી મકાનોની છત પર કે માળિયામાં કે જમીન પર બનાવે છે. આ માળમાં તેઓ ૧ થી ૩ ઇંડા મુકે છે. મા-બાપ બન્ને પક્ષી બચ્ચાની સરખી સંભાળ લે છે. બચ્ચા ૭ થી લઇને ૨૮ દિવસ સુધીમાં માળો છોડી ને ઊડતા શીખી જાય છે.
વર્ગીકરણ અને તંત્રબદ્ધતા
ફેરફાર કરોશરૂવાતમાં બટાવડા કુળને (અં:Pteroclididae) તેમની અમુક રીતે પાણી પીવાની આદતને કારણે કપોતાકાર ગોત્ર ના એક હિસ્સા તરીકે આવરી લેવામાં આવ્યું હતું. હાલનાં સંશોધન પ્રમાણે બટાવડા કુળ કપોતાકાર ના પક્ષીઓની જેમ ચૂસીને કે શોષી લઇને પાણી પીતા ફાવતું નથી આથી તેમને માટે બટાવડાકાર (અં:Pteroclidiformes) નામના નવા ગોત્રની રચના કરી ને એમાં સમાવવામાં આવ્યા છે.
કપોત કુળ ને પાંચ કુટુંબમાં, કદાચ ખોટી રીતે, વિભાજીત કર્યા હતા. ઊદાહરણ તરીકે અમેરીકન ગ્રાઊંડ અને ક્વેલ હોલા કે જે કપોત કુળમાં મુકવામાં આવ્યા હતા તે બે તદ્દન અલગ કુટુંબ તેમ લાગે છે. આ બાબતે બાપ્ટીસ્ટા એટ. અલ. (૧૯૯૭)ને થોડા સુધારા સાથે (જ્હોનસન અને ક્લેયટોન (૨૦૦૦) જ્હોનસન એટ. અલ. (૨૦૦૧) શાપીરો એટ. અલ. (૨૦૦૨)) અનુસરવામાં આવે છે.
અસ્થિ / મજ્જા તંત્ર અને જ નીનમાળાનો અભ્યાસ દર્શાવે છે કે જ્યાં સુધી વધારે માહીતિ મળે નહી ત્યાં સુધી "ડોડો" અને "રોડ્રીગ્સ સોલીટેર (અં:Rodrigues Solitaire)" ને કપોત કુળના "નાશ પામેલા કપોત (અં: Raphinae)" કુટુંબ તરીકે મુકવા જ વધુ યોગ્ય રહેશે.
વર્ણન
ફેરફાર કરોકદની બાબતમાં કપોત કુળ અનેક પ્રકારની વિવિધતા દર્શાવે છે. મોટામાં મોટું પક્ષી છે ન્યુ ગિનિમાં જોવા મળતું મુગટવાળુ કબૂતર જે લગભગ એક ટર્કી પક્ષીના કદનું અને ૨ થી ૪ કિલો વજનનું હોય છે જ્યારે નાનામાં નાનું છે નવી દુનીયાનું જમીનવાસી હોલો જે લગભગ ઘર આસપાસ જોવા મળતી ચકલી જેટલા કદનું હોય છે. ૨૦ સે.મી. લંબાઇ અને લગભગ ૧ કિ.ગ્રા. વજન ધરાવતી કાયમ વૃક્ષોમાં રહેનારી મોટામાં મોટી જાતી છે માર્ક્વેસન ઇમ્પેરીયલ કબૂતર. બીજી બાજુ ડ્વાર્ફ ફળ હોલો નામનું પક્ષી ફક્ત ૧૩ સે.મી. લંબાઇ ઘરાવતું જોવા મળી શકે છે.
મોટેભાગે કપોત કુળના પક્ષીઓ નાજુક ચાંચ અને પગ, અને મોટા શરીર પર નાનું માથું ઘરાવતા જોવા મળે છે.
આ કુળમાં પીછાઓમાં પણ બહુવિધતા જોવા મળે છે. કણભક્ષી જાતીઓને ઝાંખા રંગના પીછા હોય છે (કેટલાક અપવાદ છે.) જ્યારે ફળભક્ષી જાતીઓને ચમકદાર પીછા હોય છે. પ્ટીલિનોપસ પ્રકારના ફળ ખાનારા કપોત કુળના પક્ષીઓ તો સૌથી વધુ ચમકદાર રંગો ધરાવે છે. જેમાંની ફીજી પ્રદેશમાં અને હિંદ મહાસાગર આસપાદ હંમેશા દેખા દેતી ત્રણ જાતીઓ પણ ચિત્ત-આકર્ષક રંગો ધરાવતી જોવા મળે છે.
કપોત કુળમાં નર અને માદા એક જ રંગના કે અલગ અલગ રંગના હોઇ શકે છે અને ચમકદાર રંગો ઊપરાંત કેટલીક જાતીઓમાં ચોટલી કે અન્ય રીતનો પીછાઓનો શણગાર પણ જોવા મળી શકે છે. અન્ય કેટલીક પક્ષી-જાતીઓની માફક કપોતકુળને પિત્તાશય નામનું કોઇ સ્વતંત્ર પાચનતંત્રનું અવયવ હોતું નથી. પરંતુ પાચન માટે જરૂરી પિત્ત તત્વનો સીધો જઠરમાં જ સ્ત્રાવ થાય છે.
વ્યાપ અને વસવાટ
ફેરફાર કરોકપોત કુળ સહરાના રણ, ઉપરીય ઉત્તર ધ્રુવ, દક્ષીણ ધ્રુવ અને તેની નજીકના ટાપુઓ સિવાય દુનીયામાં લગભગ બઘી જગ્યાએ ફેલાયેલુ છે. પ્રશાંત મહાસાગરના ચેથામ ટાપુઓ, મોરેશીયસ, સિસિલિઝ અને હિંદ મહાસાગરના રીયુનીયન, એટલાંટીકના એઝોરેસ થી પુર્વીય પોલીનેશિયા પહોચીને તેમણે દુનીયાના મોટાભાગના ટાપુઓ ને પોતાની વસાહત બનાવ્યા છે.
આ કુળે દુનીયા પરના મોટાભાગના પ્રદેશો પર વસવા માટેનું અનુકુલન સાધ્યુ છે. આ કુળ વિષવૃત્તિય જંગલો માં સૌથી મોટી સંખ્યામાં જોવા મળે છે. આ કુળ દ્રુમસ્થ, ભુસ્થ અને આંશીક-ભુસ્થ છે. કેટલીક જાતીઓ સવાના, ઘાસીયા મેદાનો, રણ, સમશીતોષ્ણ જંગલો, મેંગ્રોવ જંગલો કે અટોલ્સના વેરાન રેતાળ અને પથરાળ વિસ્તારોમાં પણ જોવા મળે છે.
કેટલીક જાતીઓ કુદરતી રીતે જ બહુ વિશાળ વ્યાપ ધરાવે છે. ઇયર્ડ હોલો નામની જાતી દક્ષીણ અમેરીકાના કોલંબીયાથી લઇને ટીએરા ડીલ ફ્યુગો સુધીનો વિશાળ વ્યાપ ધરાવે છે જ્યારે ધોળ હોલા કે કાંઠલાવાળા હોલા તરીકે ઓળખાતી જાતતો યુરોપમાં બ્રિટન, મધ્યપુર્વના દેશો, ભારત, પાકિસ્તાન અને ચીન જેટલો અતિવિશાળ (પણ છુટોછવાયો) વ્યાપ ધરાવે છે. ખુમરી, હોલડી અથવા નાના હોલા તરીકે ઓળખાતી જાતિ સબ-સહારન આફ્રીકા, ભારત, પાકિસ્તાન અને મધ્યપુર્વના દેશોમાં ફેલાયેલી છે. અન્ય કેટલીક જાતીઓ ટચુકડો અને સિમિત ફેલાવો ધરાવે છે: આવુ ટાપુઓ પર જોવા મળે છે. સીસોટી હોલો જે ફક્ત ટચુકડા ફીજીનાં કડાવુ ટાપુ જ જોવા મળે છે. કેરોલીન ટાપુઓ પર કેરોલીન ધરતી-હોલો ટુર્ક અને પોહ્નપેઇ નામના ફક્ત બે ટાપુ પર જોવા મળે છે. કેરીબીયન વિસ્તારનો ગ્રેનેડા હોલો કેરેબીયનનાં ફક્ત ગ્રેનેડા ટાપુ પર જોવા મળે છે. ઉપરાંત કેટલીક ભુખંડીય વસતિ પણ સિમિત વ્યાપ ઘરાવે છે જેમાં છે કાળી-પટ્ટીવાળો ફળ હોલો જે ઓોસ્ટ્રેલીયાના અર્નહેમના બહુ સિમિત વિસ્તારમાં જોવા મળે છે. સોમાલી કબૂતર જે ઉત્તરીય સોમાલીયાના વિસ્તારો પુરતું સિમિત છે. મોરેનોનો હોલો જે નો વ્યાપ આર્જેન્ટીનાના ઉત્તરીય ભાગ ના સાલ્ટા અને ટ્યુક્યુમન વિસ્તારો પુરતો સિમિત છે.
આપણે જેને કબૂતર તરીકે ઓળખીયે છીએ તે જાતીનો ફેલાવો સૌથી વધારે છે. એ જાતી બ્રિટન, આયરલેંડ, ઉત્તરીય આફ્રિકા, આખુ યુરોપ, અરેબીક દેશો, મધ્ય એશિયા, ભારત, હિમાલય અને ચીનમાં સુદ્ધા ફેલાયેલા છે. આ જાતીનો આ પ્રકારનો ફેલાવામાં નાટકીય વધારો તેઓનું માનવ વસવાટ સાથેનું અનુકુલન છે. આ જાતી આ કારણ ને લીધે અત્યારે તો ઉત્તર અને દક્ષીણ અમેરીકા, સબ-સહારન આફ્રિકા, અગ્નિ એશીયા, જાપાન ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેંડ સુધી પ્રસરી ચુકી છે. જો કે માણસોને કારણે જે ના ફેલાવામાં વધારો થયો હોય એવી આ જાત એકલી નથી. અન્ય કેટલીક જાતિઓ પણ કોઇક કારણે બંધનમુક્ત થઇ ને પોતાની સીમા વધારી છે અને કેટલાકે માનવ-પ્રવૃત્તિઓને લીધે પોતાના વસવાટમાં થતા ફેરફારોને કારણે પોતાના ફેલાવામાં વધારો કર્યો છે.
વર્તણુક અને પર્યાવરણ
ફેરફાર કરોફળો અને ઠળીયાઓ કપોતકુળના ખોરાકનો મુખ્ય હિસ્સો છે. હકીકતમાં આ કુળને દાણા-ઠળીયા-ભક્ષી અને ફળભક્ષી એમ બે મુખ્ય વિભાગમાં વહેચવામાં આવે છે. દાણા-ઠળીયા-ભક્ષી લાક્ષણીક ઢબે જમીન પર ચણે છે જ્યારે ફળભક્ષીઓ ખોરાક માટે વૃક્ષો પર નભે છે. એમણે શરીરરચનામાં સાધેલા અનુકુલન પરથી આ બન્ને જાતીઓને અલગ પાડી શકાય છે. દાણા-ઠળીયા-ભક્ષીના જઠરની દિવાલ જાડી હો છે જ્યારે ફળભક્ષીઓના જઠરની દિવાલ પાતળી હોય છે. તદોપરંત, ફળભક્ષીઓના આંતરડાની લંબાઇ દાણા-ઠળીયા-ભક્ષીના આંતરડાની લંબાઇ કરતા ઓછી હોય છે. ફળભક્ષીઓ ના પગની રચના એવી હોય છે કે તેઓ છેડા પર લાગેલા ફળ સુઘી પહોચી શકાય તે માટે વૃક્ષની ડાળી પર ટીંગાવા માટે કે ઉલ્ટા લટકવા માટે સક્ષમ હોય છે.
કેટલીક જાતી દાણા કે ફળ ઉપરાંત અન્ય વસ્તુઓને પણ પોતાનું ભોજન બનાવે છે. કેટલાક, ખાસ કરીને જમીન હોલો અને લાવરી હોલો, જીવડા અને કીડાઓને પણ મોટી સંખ્યામાં પોતાનો શિકાર બનાવે છે. અટોલ્લ ફળ હોલો નામની એક જાતતો જીવડા અને સરીસૃપોને ભોજન બનાવવામાં નિપુણ છે. સફેદ-મુકુટધારી કબૂતર, નારંગી હોલો અને રતાશપડતા રંગવાળો જમીન હોલો ગોકળગાય, ફુદા અને કેટલાક જંતુનું ભક્ષણ કરે છે.
સંરક્ષણ સ્થિતિ
ફેરફાર કરોજેમ કેટલાક કપોતને માનવ સહવાસને કારણે પોતાનો ફેલાવો વધારવાનો ફાયદો મળ્યો છે તેમ કેટલીક અન્ય જાતિની સંખ્યામાં કાંતો ઘટાડો જોવા મળ્યો છે અથવા તો તેઓ સંપુર્ણપણે નામશેષ થઇ ગયા છે.ઇ.સ. ૧૬૦૦ સુધીમાં લગભગ ૧૦ જાતીઓ નામશેષ થઇ ચુકેલી હતી જેમા ડોડો અને પેસેન્જર કબૂતરનો સમાવેશ થાય છે.
પેસેન્જર કબૂતરોનું અસ્તિત્વ સમાપ્ત થઇ જવા પાછળ અનેક કારણો છે. ટાપુ પર ન રહેતી હોય અને છતા નામશેષ થઇ હોય એવી આધુનિક સમયની આ એક માત્ર જાતી છે. એક સમયે તેઓ પૃથ્વી પર સૌથી વધુ બહોળી સંખ્યા ધરાવતા પક્ષીઓ હતા. અગાઉની વસ્તીનો ચોક્કસ અંદાજ લગાવવો તો મુશ્કેલ છે પણ પક્ષી વિશારદ, એલેક્ઝાંડર વીલ્સને જોયેલા ટોળામાં વીસ કરોડ કરતા વધુ પક્ષીઓ હોવાનો અંદાજ મુકાયો હતો. આ જાતીની વસ્તીમાં, જેની એક વસાહતમાં ઇ.સ. ૧૮૭૧માં દશ કરોડ કરતા વધુ પક્ષીઓ હતા, ઓચિંતો ધટાડો આવ્યો અને ૧૯૧૪ સુધીમાં તો એમાંનું છેલ્લુ પક્ષી પણ મરી પરવાર્યુ હતું. વસવાટની જગ્યાઓનો નાશ આની પાછળનું મુખ્ય પરિબળ હોવા છતા આખા અમેરીકામાં ૧૯મી સદીમાં ગરીબ અને ગુલામ માણસના ખોરાક માટે મોટા પાયે થતી આ જાતીની કત્લેઆમ પણ જવાબદાર હતી એમ માનવામાં આવે છે.
કબૂતરોના વિનાશમાં ડોડો અને તેનુ નિકંદનતો વધારે મોટા નમુનારૂપ છે. કોઇ શીકારીનું અસ્તિત્વ ન હોય ત્યાં વસેલી અન્ય કેટલીક પક્ષી-જાતીઓની માફક એ પોતાની ઉડવાની ક્ષમતાની સાથોસાથ સ્વરક્ષણ અને સ્વબચાવની આવડત પણ ખોઇ ચુકેલા હતા. માણસો અને તેમની સાથે પ્રવેશેલી અન્ય જાતી જેમકે ઉંદર, ભુંડ અને બીલાડી એ નાનકડા ટાપુઓ પરથી તેમનો ખૂરદો બોલાવી દીધો.
આજની તારીખે કપોત કુળના ૧૯% થતી ૫૯ જેટલી કપોતકુળની જાતીઓ નિકંદનના ભયમાં છે. એમાંની મોટાભાગની જાતીઓ સમશીતોષ્ણ કટિબંધના ટાપુઓની રહેવાસી છે. એ બઘી જાતીઓનું અસ્તીત્વ બહારથી માણસોએ આણેલા શિકારીઓ, વસવાટની જગ્યાઓનો નાશ અને શીકાર થવાના કારણે કે આમાંના એક કરતા વધુ કારણો ભેગા થવાના કારણે જોખમમાં છે. કેટલીક જાતીઓતો તેમની કુદરતી અવસ્થામાં જોવા મળતી તો ક્યારનીય બંધ થઇ ગઇ છે. જેમ કે મેક્સીકોના સોકોર્રો ટાપુનો સોકોર્રો હોલો બિલાડી કુળના ફેરલ નામના પ્રાણીને લીધે ન કુદરતી અવસ્થામાં જોવા મળતા બંધ થઇ ગયા છે. નેગ્રોસ ફળ હોલો ૧૯૫૩ પછી ક્યારેય જોવા મળ્યો નથી તે નામશેષ થયા છે કે નહી એ હાલત વિષેની જાણકારીનો અભાવ છે. પોલીનેશિઅન જમીન હોલા અત્યારો તો ગંભીર જોખમ ની હાલતમાં ગણાય છે પણ દુરસુદુરના ટાપુઓ પર તેમનો વસવાટ હોવાના કારણે તેઓ બચ્યા છેકે નહી તે વિષેની સાચી સ્થીતીનો વાસ્તવિક ચિતાર મળતો નથી.
આ વિનાશને અટકાવવા માટે કાયદા ના ધડતરથી અને અંકુશીકરણ, વસવાટની જગ્યાઓના રક્ષણ માટે અભયારણ્યોની રચના, બંધક હાલતમાં પ્રજનન અને વનમાં પુનઃવસન જેવી કેટલીક સંરક્ષણ રીતભાત અજમાવવામાં આવે છે.