કર્ણ તળાવ
કરનાલ, હરિયાણા નજીક આવેલું એક તળાવ
કર્ણ તળાવ, હરિયાણા રાજ્યમાં આવેલ કરનાલ શહેર નજીક આવેલા એક તળાવ, હાઇવે પરનું પર્યટન સ્થળ અને ખાણી-પીણીની જગ્યાનું નામ છે.[૧]
કર્ણ તળાવ | |
---|---|
સ્થાન | કરનાલ, હરિયાણા |
અક્ષાંશ-રેખાંશ | 29°44.632′N 76°58.574′E / 29.743867°N 76.976233°E |
બેસિન દેશો | ભારત |
રહેણાંક વિસ્તાર | કરનાલ |
માર્ગદર્શન
ફેરફાર કરો- રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૧ પર સ્થિત આ તળાવ ચંદીગઢ અને દિલ્હી બંને શહેરથી લગભગ ૧૨૫ કિમી દૂર છે.
- સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન કરનાલ છે.
- સૌથી નજીકનું હવાઈમથક ચંદીગઢ અને દિલ્હી છે.
ઇતિહાસ અને લાોકમાન્યતા
ફેરફાર કરોમહાભારતના મુખ્ય પાત્રો પૈકીના એક કર્ણને આ પ્રદેશનું રાજ્ય દુર્યોધન દ્વારા સોંપવામાં આવ્યું હતું. એવી માન્યતા છે કે આ તળાવમાં કર્ણ સ્નાન કરતા હતા અને આ જ સ્થાન પર તેમણે પોતાનાં કવચ અને કુંડળ ભગવાન ઇન્દ્રને દાનમાં આપ્યાં હતા, જેના પરિણામસ્વરૂપ ઇતિહાસમાં તેઓ દાનવીર કર્ણ તરીકે પ્રખ્યાત થયા હતા.
માન્યતા છે કે આ સ્થાનને કર્ણ તળાવ (કર્ણ ઝીલ) કહેવાય છે, જે લાંબા ગાળા પછી (કાળક્રમે) કરનાલ કહેવાય છે.
ખાનપાન
ફેરફાર કરોઆ સ્થળ રાજ્યની રાજધાની ચંદીગઢ અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હી બંને શહેરથી લગભગ ૧૨૫ કિમી દૂર છે. આ કારણે આ સ્થાન છે આ બે મહત્વના સ્થળોએ જતા-આવતા મુસાફરો માટે વિશ્રામ સ્થાન તરીકે કાર્ય કરે છે. તળાવની નજીકમાં ખાનપાનની વ્યવસ્થા છે.[૨]
- ફાસ્ટફૂડ કોર્ટ
- દક્ષિણ ભારતીય ખોરાક
- ચાઇનીઝ ખોરાક
ચિત્ર ગેલેરી
ફેરફાર કરો-
કર્ણ તળાવનું બીજુ દૃષ્ય
-
કર્ણ તળાવનું ત્રીજુ દૃષ્ય
-
કર્ણ તળાવનું ચોથુ દૃષ્ય
-
કર્ણ તળાવનું પાંચમું દૃષ્ય
-
તળાવ નજીક આવેલા ભોજન સંકુલનું પ્રવેશદ્વાર
-
રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી તળાવ અને ભોજન સંકુલ તરફ આવતો રસ્તો
સંદર્ભો
ફેરફાર કરો- ↑ कर्मा, के॰ के॰ (૧૯૯૭). Tourism: Theory, Planning, and Practice [पर्यटन: सिद्धान्त, योजना और अभ्यास]. इन्दुस पब्लिशिंग. પૃષ્ઠ ૧૫૩. ISBN 81-7387-073-X.
- ↑ "karan lake karnal mai travel ka do pal ka sakun - hindigyan.info". hindigyan.info (અંગ્રેજીમાં). ૧૪ એપ્રિલ ૨૦૧૭. મૂળ માંથી 2017-04-15 પર સંગ્રહિત. મેળવેલ ૮ જૂન ૨૦૧૭.