ગીતાના ચોથા અધ્યાયમાં કર્મત્યાગના મહિમાને સાંભળી અર્જુનના મનમાં નવી શંકાનો ઉદય થાય છે કે જો કર્મ કરતાં કર્મનો ત્યાગ ઉત્તમ હોય તો પછી ભગવાન કર્મમાં પ્રવૃત થવાની વાત શા માટે કરે છે ?

આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન કર્મ કેવી રીતે કરવા તે વિશેનું માર્ગદર્શન આપે છે. ભગવાન કહે છે કે કર્મ તો કરવું પરંતુ કર્મફળની આશાથી રહિત થઇને કરવું. એમ કરવાથી કર્મ માનવને બાંધશે નહી. જ્ઞાનીઓ ફળની ઇચ્છા છોડીને કર્મ કરે છે જ્યારે અજ્ઞાની લોકો ફળમાં જ બદ્ધ બની જાય છે.

ભગવાન એક બીજી અગત્યની વાત જણાવે છે કે સ્પર્શજન્ય બધા ભોગો અંતે દુઃખ આપતા હોવાથી જ્ઞાનીએ એમાં ફસાવુ નહીં. જે માનવ દેહત્યાગ પહેલાં કામ ક્રોધના વેગોને સહન કરી તેની ઉપર વિજય મેળવે છે તે સુખી થાય છે અને મુક્તિને મેળવે છે. ભગવાને એ રીતે સંયમના મહિમાને ગાયો છે.

આ પણ જુઓ ફેરફાર કરો