કસ્તુરબા ગાંધી રાષ્ટ્રીય સ્મારક ટ્રસ્ટ

કસ્તૂરબા ગાંધી રાષ્ટ્રીય સ્મારક ટ્રસ્ટ ( KASTURBA GANDHI NATIONAL MEMORIAL TRUST) કસ્તૂરબા ગાંધીની સ્મૃતિમાં સ્થાપવામાં આવેલું એક ટ્રસ્ટ છે. આ ટ્રસ્ટ ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલા ઇન્દૌર શહેરમાં આવેલું છે. આ એકમાત્ર એવું ટ્રસ્ટ છે, જેને ખુદ મહાત્મા ગાંધી એ બનાવ્યું હતું. ઇ. સ. ૧૯૪૪ના વર્ષમાં કસ્તૂરબાનું નિધન થયા પછી ગાંધીજીએ પોતાના જન્મદિવસના અવસર નિમિત્તે આખા દેશમાંથી એકત્રિત થયેલા એક કરોડ ૭૫ લાખ ૩૦ હજાર રૂપિયાની રાશિમાંથી આ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. આ ટ્રસ્ટના પહેલા અધ્યક્ષ સ્વયં ગાંધીજી રહ્યા હતા. આ ટ્રસ્ટ દ્વારા દેશભરમાં ગ્રામીણ વિકાસ તેમ જ મહિલાઓ સંબંધિત કેટલાક કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યા છૅ. કસ્તૂરબા ગ્રામમાં અત્યાર સુધીમાં સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ. રાજેંદ્રપ્રસાદ, પંડિત જવાહરલાલ નેહરુ, ડૉ. જાકિર હુસૈનથી લઇને ઈન્દિરા ગાંધી સુધીના મહાનુભાવો વિભિન્ન કાર્યક્રમોમાં આવી ચુક્યા છે. ઇન્દૌર શહેરના હુકુમચંદ સેઠ તરફથી આ સ્મારક બનાવવા માટે ૪૦૦ એકર જમીન દાન સ્વરુપે મળી હતી.

બાહ્ય કડીઓ ફેરફાર કરો