કાંગારુ (હિંદી:कंगारू ; અંગ્રેજી:Kangaroo) વિશ્વભરમાં ઓસ્ટ્રેલિયા દેશમાં જોવા મળતું એક સસ્તન પ્રાણી છે. આ સુંદર દેખાવ ધરાવતું પ્રાણી ઓસ્ટ્રેલિયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે.


માદા કાંગારુના પેટના ભાગમાં કોથળી જેવી રચના હોય છે, જેમાં તેનાં બચ્ચાંને રાખે છે. ઓસ્ટ્રેલિયાના લોકો આ બચ્ચાંને 'જોય' (Joey) તરીકે ઓળખાવે છે, તથા કાંગારુઓનાં ટોળાંને 'મોબ' (mob) તરીકે ઓળખાવે છે.