કાંતિ મડિયા
કાંતિ મડિયા (૭ માર્ચ ૧૯૩૨ – ૧૫ જૂન ૨૦૦૪)[૧] ગુજરાત, ભારતના એક ભારતીય અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા અને નાટ્યકાર હતા. તેમણે નાટ્યસંપદા થિયેટર કંપનીની સ્થાપના કરી હતી અને ૩૦થી વધુ નાટકોનું નિર્દેશન કર્યું હતું. તેઓ ખાસ કરીને ગુજરાતી ફિલ્મ કાશીનો દીકરો (૧૯૭૯)ના દિગ્દર્શન માટે જાણીતા છે, જે તેમની એકમાત્ર ફિલ્મ છે.[૨]
કાંતિ મડિયા | |
---|---|
જન્મની વિગત | લાઠી, ગુજરાત, ભારત | 7 March 1932
મૃત્યુ | 15 June 2004 | (ઉંમર 72)
રાષ્ટ્રીયતા | ભારતીય |
વ્યવસાય | દિગ્દર્શક, નિર્માતા, અભિનેતા અને નાટ્યકાર |
પ્રખ્યાત કાર્ય |
|
જીવનચરિત્ર
ફેરફાર કરોકાંતિ મડિયાનો જન્મ ૭ માર્ચ ૧૯૩૨ના રોજ પૂર્વ રજવાડા લાઠીના જૈન પરિવારમાં થયો હતો. ૧૯૪૮માં તેઓ ભવન્સ કૉલેજ, મુંબઈ ખાતે દાખલ થયા, જ્યાં તેમણે અભિનય અને દિગ્દર્શન માટે ઇનામો મેળવ્યાં. ૧૯૫૨માં તેમણે થિયેટરથી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેનું પહેલું એકાંકી નાટક રાખના રામકડાં સફળ નીવડ્યું હતું. ૧૯૫૯માં તેમણે બોહેમિયન થિયેટર કંપનીની સ્થાપના કરી હતી.[૨]
હિન્દી ફિલ્મ ઉદ્યોગમાંથી તેમને ઘણા પ્રસ્તાવ મળ્યા હતા, તેમ છતાં તેમણે માત્ર એક જ ફિલ્મ કાશીનો દીકરો (૧૯૭૯)નું દિગ્દર્શન કર્યું હતું, જે તેમણે વિનોદિની નીલકંઠ દ્વારા લિખિત ગુજરાતી ટૂંકી વાર્તા, દરિયાવ દિલ પરથી અપનાવી હતી. આ ફિલ્મના મુખ્ય અભિનેત્રી રીટા ભાદુરી હતા. ૧૯૮૦માં મડિયાએ કાવ્યસંપદા કવિતા ક્લબની સ્થાપના કરી હતી. ૧૫ જૂન ૨૦૦૪ના રોજ તેમનું અવસાન થયું હતું.[૨][૩][૪]
કાંતિ મડિયાએ વિવેચકો દ્વારા વખણાયેલી હિન્દી ભાષાની ટેલિવિઝન ધારાવાહિક માલગુડી ડેઝના "એપિસોડ ૪૨ - એ હોર્સ એન્ડ ટુ ગોટ્સ"માં પણ કામ કર્યું હતું.
લેખક સંજય છેલે ૨૦૧૭માં મુઠ્ઠી ઊંચેરા મડિયા શીર્ષકથી મડિયા પર એક પુસ્તક પ્રકાશિત કર્યું હતું.[૫]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Param Arunachalam. Bollyswar: 1991 - 2000, The Complete Guide to Hindi film music. ISBN 9788193848210.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ Pandya, Haresh (2004-07-27). "Obituary: Kanti Madiya". the Guardian. મેળવેલ 2020-09-11.
- ↑ K. Moti Gokulsing; Wimal Dissanayake (2013). Routledge Handbook of Indian Cinemas. Routledge. પૃષ્ઠ 94. ISBN 978-1-136-77284-9.
- ↑ Indian Cinema. Directorate of Film Festivals, Ministry of Information and Broadcasting. 1981. પૃષ્ઠ 28.
- ↑ "Paresh Rawal Launches Sanjay chhel's Book on Kanti Madia – SKJ Bollywood News". SKJ Bollywood News – Pura Filmy Hai. 2017-10-05. મેળવેલ 2020-09-11.