કાટ

લોખંડના ક્ષારણનો એક પ્રકાર

કાટ એ ક્ષારણનો એક સૌથી જાણીતો પ્રકાર છે. તે લોખંડમાં પાણી અથવા હવાનો લાંબા સમય સુધી સંપર્ક થવાથી થાય છે.

જૂની ટ્રેનને કાટ લાગેલો હોવાથી લાલ અને ભૂખરી બનેલી છે.

કાટ ધીમેધીમે લોખંડને ઓક્સિજન સાથેની પ્રક્રિયા વડે અન્ય રસાયણોમાં ફેરવે છે. કાટ માટે હવા અને પાણી બંને જરૂરી છે. લગભગ બધી જ ધાતુઓમાં કાટ લાગે છે પરંતુ કાટથી બચાવવા માટે તેના પર રંગકામ કરીને તે ટાળી શકાય છે. ગેલ્વેનાઇઝિંગ વડે કાટને ટાળી શકાય છે.

અમુક ધાતુઓ જેવી કે સ્ટિલ વગેરે લોખંડ કરતાં ઓછી ઝડપે કાટ પામે છે. જ્યારે લોખંડને કાટ લાગે છે ત્યારે તે લાલ અથવા ભૂખરું બને છે અને તેનો ક્ષય થાય છે. કાટ મોટાભાગે ખૂલ્લી જગ્યામાં મૂકેલી વસ્તુઓમાં થાય છે. વસ્તુમાં પડેલી તિરાડોમાં વરસાદનું પાણી ભરાતા કાટ લાગે છે. કાટ લાગ્યા પછી લોખંડ મજબૂત રહેતું નથી. કેટલીક ધાતુઓ જેવી કે એલ્યુમિનિયમ, ટાઇટેનિયમ અને સ્ટિલ એ ધાતુ પર મજબૂત ક્ષારનું આવરણ બનાવી લે છે જેથી કાટ લાગવાની શક્યતા આ ધાતુઓમાં નહીવત હોય છે.

છોડમાં રહેલી ફૂગ

કેટલાંક પ્રકારની બેસિડીઓમાયસેટ ફૂગ એ દેખાવ અને રંગમાં કાટ જેવી લાગે છે પરંતુ તે કાટ નથી.