કાદરી ઉદ્યાન, મેંગલોર

કર્ણાટકમાં આવેલ ઉદ્યાન

12°53′21.3″N 74°51′22.2″E / 12.889250°N 74.856167°E / 12.889250; 74.856167

કાદરી ઉદ્યાનનું એક દૃશ્ય

કાદરી ઉદ્યાન એક બગીચો છે, જે મેંગલોર શહેરના આકાશવાણી સ્ટુડિયોથી ૫ મિનિટમાં પહોંચી શકાય એટલા અંતરે કાદરી ગુડ્ડે (Kadri gudde-જેનો અર્થ સ્થાનિક તુલુ ભાષામાં ટેકરી થાય છે) ખાતે આવેલ છે. તે મેંગલોર શહેરની હદની અંદર આવેલ સૌથી મોટો બગીચો છે. આ ઉદ્યાન ખાતે સુંદર બગીચો અને એક ટોય ટ્રેન બનાવવામાં આવેલ છે. પરંતુ હાલમાં ટ્રેન કાર્યરત નથી.

તે એક સરસ ફરવાલાયક સ્થળ/બાળકો, યુગલો, યુવાનો અને પ્રોઢો માટેનું ઊજાણી સ્થળ છે. અહીં અન્ય બીજો ઉદ્યાન છે, જે પિલીકુલા નિસર્ગધામ નામથી ઓળખાય છે. તે વામંજુર ખાતે શહેરથી લગભગ ૧૦ કિ. મી. અંતરે આવેલ છે અને જે કાદરી ઉદ્યાન કરતાં વધુ વિસ્તાર ધરાવે છે.