કાલા ઘોડા કલા મહોત્સવ

ભારતમાં મુંબઈમાં વાર્ષિક કલા મહોત્સવ

કાલા ઘોડા કલા મહોત્સવ એ નવ દિવસ લાંબો વાર્ષિક તહેવાર છે, જે ફેબ્રુઆરીના પ્રથમ શનિવારથી બીજા રવિવાર સુધી દક્ષિણ મુંબઈના કાલા ઘોડા વિસ્તારમાં યોજાય છે.[][]

કાલા ઘોડા કલા મહોત્સવ, પ્રવેશદ્વાર ૨૦૦૭

૧૯૯૯માં તેની સ્થાપનાથી, આ મહોત્સવનું કદ અને લોકપ્રિયતા વધી છે, જે દેશના અન્ય ભાગો અને વિશ્વના મુલાકાતીઓ અને સહભાગીઓને આકર્ષિત કરે છે. આ મહોત્સવનું આયોજન કાલા ઘોડા એસોસિએશન (એક બિન-નફાકારક સંસ્થા, જે "કાલા ઘોડા પેટા પરિસરને ભૌતિક રીતે અપગ્રેડ કરવા અને તેને મુંબઈનો આર્ટ ડિસ્ટ્રિક્ટ બનાવવા" તરીકે તેના ઉદ્દેશો જણાવે છે) અને ફેસ્ટિવલના દરેક ૧૨ વિભાગોને સંભાળતી ટીમો દ્વારા ક્યુરેટ કરવામાં આવે છે.

સિંહાવલોકન

ફેરફાર કરો
 
જાણીતા તાલવાદક શિવમણિ, કાલા ઘોડા મહોત્સવ ૨૦૦૭માં
 
કાલા ઘોડા કલા મહોત્સવ દરમિયાન ડેવિડ સાસુન લાઇબ્રેરીમાં 'સાહિત્ય ચર્ચાઓ', ૨૦૦૮

મહોત્સવ વિભાગો માં દૃશ્ય કલા, નૃત્ય, સંગીત, રંગમંચ, સિનેમા તથા પેટા વિભાગ તરીકે બાળકોના સાહિત્ય સહિત સાહિત્ય, કાર્યશિબિરો, વિરાસત યાત્રા (હેરિટેજ વોક), શહેરી ડિઝાઇન અને વાસ્તુકલા (૨૦૧૪), ભોજન, બાળકો માટે સમર્પિત વિભાગ અને પર્યાવરણ અનુકૂળ (ઇકો ફ્રેન્ડલી), હાથથી બનાવેલા કલા અને શિલ્પનો માલ વેચાણ સ્ટોલ સહિતનો વાઇબ્રન્ટ સ્ટ્રીટ વિભાગ છે. તમામ ઇવેન્ટ્સમાં પ્રવેશ તમામ માટે મફત છે (ફક્ત યજમાન સ્થળોના કદ દ્વારા મર્યાદિત) અને કોર્પોરેટ પ્રાયોજન (સ્પોન્સરશિપ) દ્વારા ખર્ચ પૂર્ણ થાય છે. યજમાન સ્થળોમાં નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ ખાતેનું ઓડિટોરિયમ, ડેવિડ સાસુન લાઇબ્રેરીમાં બગીચો, મ્યુઝિયમ, મુંબઈ, ક્રોસ મેદાન, હોર્નીમેન સર્કલ ગાર્ડન, એમ સી ઘિયા હોલ, કેફેટેરિયા, આર્મી અને નેવી બિલ્ડિંગમાં ટાટા સ્ટોર, મેક્સ મુલર ભવન (એમએમબી) ગેલેરી અને કૈકાશરુ દુબાશ માર્ગનો આખો સ્ટ્રીટ એરિયા અને તેના પાર્કિંગ લોટનો સમાવેશ થાય છે. જેને રેમ્પાર્ટ રો કહેવામાં આવે છે. રેમ્પાર્ટ રો તહેવારના સમયગાળા માટે વાહનોના ટ્રાફિક માટે બંધ કરવામાં છે, આ આખો વિસ્તાર શેરીનો મેળો બની જાય છે, જેમાં ફૂડ સ્ટોલ, કારીગરો તેમની રચનાઓ વેચે છે, કલાકારો કે જેઓ ઇન્સ્ટન્ટ પોટ્રેટ્સ, સ્ટ્રીટ આર્ટ ઇન્સ્ટોલેશન્સ અને તેના જેવા સ્કેચ કરે છે. તાજેતરના વર્ષોમાં, આ ફેસ્ટિવલ કાલા ઘોડા અર્ધચંદ્રથી આગળ વિસ્તર્યો છે, જેમાં ક્રોસ મેદાન અને હોર્નીમેન સર્કલમાં પણ કાર્યક્રમો યોજાયા છે.

કાલા ઘોડા કલા મહોત્સવની સફળતાએ, તર્કબદ્ધ રીતે, વર્ષના તે સમયે, જ્યારે મુંબઈમાં હવામાન ઠંડું હોય અને સૂર્ય વહેલો અસ્ત થાય ત્યારે અન્ય કેટલાક કલા અને સાંસ્કૃતિક તહેવારોની ઉજવણીને પ્રોત્સાહન આપ્યું છે. જેમાં મુંબઈ ફેસ્ટિવલ, સેલિબ્રેટ બાંદ્રા ફેસ્ટિવલ અને ૨૦૦૭માં કિતાબ ફેસ્ટિવલનો સમાવેશ થાય છે.[] આ મહોત્સવમાં સ્પેન્સર મેબી, સિંધુ ક્રીડ, બેની દયાલ અને ઉસ્તાદ ઝાકિર હુસૈન જેવા નોંધપાત્ર સંગીતકારોએ પોતાની કલા પ્રદર્શિત કરી છે.

કાલા ઘોડા કલા મહોત્સવ – ૨૦૧૨ની ઝાંખી

ફેરફાર કરો
  1. "Hindustan Times Kala Ghoda Arts Festival kicks off tomorrow!". Hindustan Times. 6 February 2015. મૂળ માંથી 6 February 2015 પર સંગ્રહિત.
  2. "Abhishek Bachchan inaugurates the Kala Ghoda Arts Festival 2015!". Pink Villa. 8 February 2015. મૂળ માંથી 24 જૂન 2015 પર સંગ્રહિત. મેળવેલ 11 ડિસેમ્બર 2021.
  3. "Mumbai has become limited". Mumbai Mirror. 6 September 2015.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો