શ્રીકાળહસ્તી આંધ્ર પ્રદેશ રાજ્યના ચિત્તુર જિલ્લામાં તિરુપતિ શહેર નજીક સ્થિત એક શિવ મંદિર છે, જેને કાલાહસ્તી પણ  કહેવાય છે. આ મંદિર પેન્નાર નદીની શાખા સ્વર્ણમુખી નદીને કિનારે સ્થિત છે.[] દક્ષિણ ભારતમાં સ્થિત ભગવાન શિવના તીર્થસ્થાનોમાં આ મંદિર મહત્વનું સ્થાન ધરાવે છે.[] આ તીર્થ નદીના તટ પાસેથી પર્વતની તળેટી સુધી ફેલાયેલ છે અને લગભગ २००० વર્ષોથી તે દક્ષિણ કૈલાસ અથવા દક્ષિણ કાશી  નામથી પણ ઓળખાય છે.[] આ મંદિરની પાછળની બાજુમાં તિરુમાલાની પહાડીઓ દેખાય છે અને મંદિરનું શિખર દક્ષિણ ભારતીય શૈલીમાં બનેલ છે અને તેનો રંગ સફેદ છે. આ મંદિરના ત્રણ વિશાળ ગોપુરમ છે, જે સ્થાપત્ય દ્રષ્ટિ અજોડ છે. આ મંદિર માં સો થાંભલા છે, જે અનન્ય છે.[] અંદર સસ્ત્રશિવલીંગ પણ સ્થાપિત છે, જે પણ ક્યારેક ક્યારેક જ દૃશ્યમાન છે.[] અહીં ભગવાન કાળહસ્તીશ્વરની સાથે દેવી જ્ઞાનપ્રસૂન‌અંબાની પણ સ્થાપના કરવામાં આવેલ છે. દેવીની મૂર્તિ પરિસરમાં દુકાનો પછી, મુખ્ય મંદિરની બહાર જ સ્થાપિત છે. મંદિરનો આંતરિક ભાગ પમી સદીમાં બનાવવામાં આવેલ છે અને બાહ્ય ભાગ પાછળથી ૧૨મી સદીમાં બનાવવામાં આવેલ છે.[]

તસવીર-દર્શન

ફેરફાર કરો

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ तिरुपति बालाजी के दर्शन और यात्रा के रोमांचक अनुभव – १० [श्रीकालाहस्ती शिवजी के दर्शन..
  2. शिव के पौराणिक शिवालय[હંમેશ માટે મૃત કડી]
  3. ૩.૦ ૩.૧ मंदिर का आधिकारिक जालस्थल સંગ્રહિત ૨૦૧૦-૦૫-૨૮ ના રોજ વેબેક મશિન मंदिर की जानकारी સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; નામ "जानकारी" અલગ માહિતી સાથે એકથી વધુ વખત વ્યાખ્યાયિત થયું છે
  4. दक्षिण कैलाश के शिव-शंभु...| वेबदुनिया।