કીથ રુન્કૉર્ન

બ્રિટિશ ભૂભૌતિક વિજ્ઞાની

સ્ટેનલી કીથ રુન્કૉર્ન (૧૯ નવેમ્બર ૧૯૨૨ – ૫ ડિસેમ્બર ૧૯૯૫) એક બ્રિટિશ ભૂભૌતિક વિજ્ઞાની હતા જેમણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના આવર્તક ઉત્ક્રમણોનો પ્રથમ પુરાવો આપ્યો હતો. આ ઉત્ક્રમણોને ધ્રુવીય ઉત્ક્રમણો તરીકે પણ ઓળખવામાં આવે છે.[]

કીથ રુન્કૉર્ન
જન્મ૧૯ નવેમ્બર ૧૯૨૨ Edit this on Wikidata
સાઉથપોર્ટ Edit this on Wikidata
મૃત્યુ૫ ડિસેમ્બર ૧૯૯૫ Edit this on Wikidata
સેન ડિયાગો Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • Gonville and Caius College Edit this on Wikidata
વ્યવસાયવિશ્વવિદ્યાલયના શિક્ષક Edit this on Wikidata
સંસ્થા
  • Lunar and Planetary Institute Edit this on Wikidata
પુરસ્કારો
  • Chree Medal and Prize (૧૯૬૯)
  • John Adam Fleming Medal (૧૯૮૩) Edit this on Wikidata

રુન્કૉર્નનો જન્મ સાઉથ પૉર્ટ, લેંકશાયર, ઇંગ્લૅન્ડમાં થયો હતો.[] ૧૯૫૬થી ૧૯૬૩ સુધી ડર્હાહામ યુનિવર્સિટીમાં ભૌતિકવિજ્ઞાન વિભાગના નિયામક હતા. ૧૯૬૩માં તેઓ ન્યૂકૅસલ યુનિવર્સિટીના નિયામક બન્યા.[] સાન ડિયેગોમાં તેમની ચોરીના ઇરાદે હત્યા થઈ હતી.[]

રુન્કૉર્નનું સંશોધન ભૂભૌતિક ચિરંતન ફેરફારો, ધ્રુવીય અભિગમન, તેના કારણે થતાં હવામાનના ફેરફારો, ખંડવિસ્થાપનના પુરાચુંબકીય પુરાવા, ભૂચુંબકીય ક્ષેત્રના ઉદ્ગમના સિદ્ધાંત અને ગ્રહોની આંતરિક રચના પર કેન્દ્રિત હતું.[]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ "રુન્કૉર્ન સ્ટેનલી કીથ – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મેળવેલ 2023-08-15.
  2. Creer, K. M., "Runcorn, (Stanley) Keith (1922–1995)", Oxford Dictionary of National Biography, Oxford University Press, 2004; online edition, September 2004. Retrieved 19 July 2020 (લવાજમ જરૂરી)
  3. "Kick-boxer jailed for death of geophysicist," Nature, v.389, p.657 (16 October 1997)

બાહ્ય કડીઓ

ફેરફાર કરો