કુર્કુટાકાર
કુર્કુટાકાર એ ભારે શરીરવાળા, મોટે ભાગે જમીન પર દાણા ચણતા પક્ષીઓનું ગોત્ર છે જેમાં ટર્કી, તેતર, મરઘા, નવી અને જુની દુનીયાના લાવરી પક્ષીઓ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. બીજા સામાન્ય નામોમાં આ પક્ષીઓના ગોત્રને શીકાર માટેનાં પક્ષીઓ પણ કહેવાય છે. આ સમુહ માં ૨૯૦ જેટલી જાતિ છે જેમાંની કોઇ ને કોઇ જાતિતો દુનિયાનાં પ્રત્યેક ખંડ પર જોવા મળી જ જાય છે સિવાય કે તે જગ્યાઓ કે જે રણ કે બરફવાળી એકદમ અંતરીયાળ જગ્યાઓ હોય. પોતાના નજીકના સગા જળમરઘા કરતા વિરુદ્ધ રીતે તેઓ ટાપુ પર પર ઓછા જોવા મળે છે અને ખાસ કરીને દરીયાઇ ટાપુઓ પર, જો માનવ જાતી દ્વારા એમને પરિચાયિત ન કરાયા હોય તો, જોવા મળતા નથી. માનવ સહવાસને કારણે આ ગોત્રની કેટલીય જાતિઓ પાળતું બની છે.
કુર્કુટાકાર | |
---|---|
નર રાખોડી જંગલી મુરઘો, Gallus sonneratii | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Aves |
Subgroups | |
આ ગોત્રમાં પાંચ કુળનો સમાવેશ થાય છે.: કુર્કુટ કુળ (મરઘા, લાવરી, તેતર, ફીઝન્ટ, ટર્કી અને ગ્રાઉસ સહીત), નવી દુનીયાની લાવરી, ગીનિફાઉલ,ક્રેસીડૈ કુર્કુટ કુળ, મહાપાદ કુર્કુટ કુળ અને નામશેષ કુર્કુટ કુળ.જ્યાં તેમનો વસવાટ છે ત્યાંની પર્યાવરણ પ્રણાલી અને વિવિધ વનસ્પતિના બીજ ના ફેલાવા માટે તેઓ ખુબ અગત્યના બની રહે છે તદઉપરાંત તેમના માંસ અને ઇંડા માટે તેમજ મનોરંજન માટેના શિકાર બની રહ્યા હોવાને કારણે તેમને અંગ્રેજીમાં ગેમ-બર્ડસ પણ કહે છે.
મોટાભાગના કુર્કુટ સ્વબચાવમાં ઉડી જવા ને બદલે દોડીને ભાગી જવાનું પસંદ કરે છે. મોટાભાગની જાતિઓમાં માદા કરતા નર ખુબ રંગીન પીછા ધરાવતો હોય છે. નર પુછડી ના કે માથા પરના પીછાં ને હલાવવા કે ઢગલા જેવા આકારમાં ગોઠવવા, વિવિધ અવાજના ઉપયોગ, જેવી સંવનન પદ્ધત્તિઓના બહુ ચિવટ પુર્વકના ઉપયોગથી માદાને રીજવે છે. મોટા ભાગે યાયાવર હોતા નથી.
વર્ગીકરણ, તંત્રબદ્ધતા અને ઉત્ક્રાંતિ
ફેરફાર કરોહાલમાં અસ્તિત્વ ઘરાવતા કુર્કુટાકાર ગોત્રને એક સમયે સાત કુળમાં વિભાજીત કરવામાં આવ્યા હતું. હવે માનવામાં આવે છે દેખાવે તદ્દન અલગ એવા ગ્રાઉસ અને ટર્કીને, તેમનો તેતર અથવા ફીઝંટમાંથી નજીકના ભુતકાળમાં જ ઉદભવ થયો હોવાથી, અલગ મુકવા જરૂરી નથી. ટર્કીના પુર્વજોએ અમેરીકાના સમશીતોષ્ણ કટિબંધના કેટલાક વિસ્તારો પર કબજો જમાવ્યો એ પછી કોઇ બીજા ફીઝંટની હરીફાઇ ના અભાવે એમના શરીરના કદમાં નોંધપાત્ર વધારો થયો છે. એનાથી વિપરીત રીતે ગ્રાઉસ ના પુર્વજોએ વિપરીત આબોહવામાં વસવાટ કરવાનું સ્વીકાર્યુ ત્યારથી જીવન ટકાવી રાખવા માટે જરૂરી અનુકુલન સાધવા માટે તેમના કદમાં ઘટાડો થયો છે પણ આ જ ઘટાડાને કારણે તેઓ સબ-અાર્કિટિક્ટ પ્રદેશો સુઘી ફેલાઇ શક્યા છે.