કુલી-બેગાર આંદોલન ઈ.સ. ૧૯૨૧ માં સંયુક્ત પ્રાંત (આગ્રા અને અવધ)ના કુમાઉં ક્ષેત્રના બાગેશ્વર શહેરમાં સામાન્ય લોકો દ્વારા ચલાવાયેલું અહિંસક આંદોલન હતું. આ આંદોલનનું નેતૃત્વ બદ્રી દત્ત પાંડેએ કર્યું હતું. તમેને આ આંદોલનની સફળતા પછી 'કુમાઉં કેસરી' ના બિરુદથી સન્માનવામાં આવ્યા હતા. આ આંદોલનનો હેતુ અંગ્રેજો ઉપર કુલી-બેગારની પ્રથાને સમાપ્ત કરવા માટે દબાણ લાવવાનો હતો. મહાત્મા ગાંધીએ આંદોલનની પ્રશંસા કરી તેનું નામ 'રક્તપાતવિહીન ક્રાંતિ' આપ્યું હતું.

પરિચય અને કારણો ફેરફાર કરો

'કુલી બેગાર' એવા એક કાયદાને આપવામાં આવ્યું હતું જેની જોગવાઈ અનુસાર કુમાઉંના પર્વતીય પ્રદેશોના લોકોને ત્યાં મુસાફરી કરનારા બ્રિટીશ અધિકારીઓના સામાન માટે મફત પરિવહન સેવા પ્રદાન કરવાની ફરજ પાડવામાં આવતી હતી.[૧] ચોક્કસ સમયગાળા માટે ચોક્કસ સંખ્યામાં કૂલીઝ (ભારવાહક) ઉપલબ્ધ કરાવાની વિવિધ ગામોના મુખીઓની જવાબદારી રહેતી.[૨] આ કાર્ય માટે, નિયમિત રજિસ્ટર હતું, જેમાં તમામ ગામના લોકોના નામ લખાયેલા હતા અને દરેકને આ કામ એકાંતરે કરવાની ફરજ પડી હતી.[૩]

ગામના મુખીઓ, જમીનદારો અને પટવારીઓની સાઠગાંઠને કારણે લોકોમાં અસંતોષ વધ્યો. ગામના મુખી અને પટવારીએ તેમના અંગત હિતો પાર પાડવા, આ કાયદાનો લાભ લેતા આથી લોકો વચ્ચેનો ભેદભાવ વધ્યો હતો. કેટલીકવાર, લોકોને અત્યંત ઘૃણાસ્પદ કાર્યોઓ કરવા માટે પણ દબાણ કરવામાં આવતું હતું, જેમ કે કચરો ઉપાડવો અથવા બ્રિટિશરો માટે કપડાં ધોવા વગેરે. બ્રિટિશ લોકો દ્વારા શારીરિક અને માનસિક રીતે સ્થાનિક લોકોનું શોષણ કરવામાં આવતું હતું. આખરે, લોકોએ તેનો વિરોધ કરવા એક થવાનું શરૂ કર્યું.

ઇતિહાસ ફેરફાર કરો

ચાંદ શાસકોએ તેમના શાસનકાળ દરમિયાન રાજ્યમાં ઘોડાઓને લગતા કરવેરાની શરૂઆત કરી. તે સંભવતઃ કૂલી બેગાર શોષણનું પ્રારંભિક સ્વરૂપ હતું. ગોરખાઓના શાસન હેઠળ આ પ્રથાએ વ્યાપક સ્વરૂપ લીધું હતું. [૪] અંગ્રેજોએ શરૂઆતમાં આ પ્રથા બંધ કરી હતી, પરંતુ તેઓએ ધીરે ધીરે આ પ્રણાલીને ફરીથી અમલમાં જ ન આણી, પરંતુ તેબે વધુ શોષક સ્વરૂપે લાવ્યા.[૫] પહેલા આ કાયદો સામાન્ય લોકો પર લદાયો નહોતો, પરંતુ તે પગારદાર ખેડુતો પર હતું જેઓ જમીન માલિકો અથવા કલેક્ટર્સ પાસેથી ટેક્સ વસૂલતા હતા. આથી, આ પ્રથા સીધી રીતે જમીન ધરાવનાર ભાડૂતોને અસર કરતો હતો. પરંતુ વાસ્તવિકતા એ હતી કે આ સમૃદ્ધ જમીનદારો અને ન્યાયાધીશોએ ભૂમિહિન ખેડૂતો, મજૂરો અને સમાજના નબળા વર્ગ પર આ કાયદા થકી ગુલામી લાદી હતી. અને લોકોએ તેનો શરતી મહેનતાણા તરીકે સ્વીકાર કરવો પડતો હતો. આમ, સ્થાનિક લોકોના વિરોધ છતાં આ પ્રથા ચાલુ રહી.

પૃષ્ઠભૂમિ ફેરફાર કરો

ઈ.સ. ૧૮૫૭ની ભારતીય ક્રાંતિ દરમિયાન હલ્દવાની, કુમાઉં વિસ્તારનો પ્રવેશદ્વાર હતો. આ પ્રદેશને રોહિલખંડના બળવાખોરો દ્વારા કબજે કરવામાં આવ્યો હતો. અંગ્રેજોએ આ વિદ્રોહને તેની બાલ્યાવસ્થામાં જ કચડી નાખવામાં સફળતા મેળવી હતી પણ તે સમયના દમનનો તણાવ છૂટાછવાયા સમયે જુદા જુદા સ્વરૂપોમાં ભડકતો રહ્યો.[૬] કુમાંઉના જંગલોમાં અંગ્રેજોના શોષણ અંગે પણ અસંતોષ હતો.[૧]

ઈ. સ. ૧૯૧૩માં કુલી-બેગારને કુમાઉં વિભાગના તમામ રહેવાસીઓ માટે ફરજિયાત બનાવવામાં આવ્યો હતો. તેનો બધે વિરોધ કરવામાં આવ્યો; બદ્રી દત્ત પાંડેએ અલમોડામાં આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. અનુસૂયા પ્રસાદ બહુગુણા અને ગોવિંદ વલ્લભ પંત જેવા અન્ય નેતાઓએ પણ અનુક્રમે ગઢવાલ અને કાશીપુરમાં આ ચળવળમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.[૭] અલમોરા અખબાર નામના વર્તમાન પત્ર દ્વારા બદરી દત્ત પાંડેએ આ દુષ્ટતાનો વિરોધ શરૂ કર્યો. [૮] કુલી બેગાર આંદોલનના સફળ વિરોધ માટે ગાંધીજીના આશીર્વાદ લેવા માટે ઈ. સ. ૧૯૨૦ના, કોંગ્રેસના નાગપુર વાર્ષિક અધિવેશનમાં પં. ગોવિંદ વલ્લભ પંત, બદરી દત્ત પાંડે, હરગોવિંદ પંત, વિક્ટર મોહન જોશી, શ્યામ લાલ શાહ વગેરે સહિતના અનેક નેતાઓ સત્રમાં સામેલ થયા હતા. [૯] જ્યારે તેઓ પાછા આવ્યા, ત્યારે તેઓએ આ અનિષ્ટ સામે જાગૃતિ લાવવાનું શરૂ કર્યું.

ચળવળ ફેરફાર કરો

૧૪ જાન્યુઆરી ૧૯૨૧, ઉત્તરાયણી મેળાના પ્રસંગે, સરયૂ અને ગોમતી નદીના સંગમ પાસેના મેદાનથી આ ચળવળની શરૂઆત થઈ.[૧૦] [૧૧] [૧૨] આ આંદોલન શરૂ થતા પહેલા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પં. હરગોવિંદ પંત, લાલા ચિરંજીલાલ અને બદરી દત્ત પાંડે ને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તેનો તેમના પર કોઈ પ્રભાવ પડ્યો નહીં.[૧૩] આ આંદોલનમાં ભાગ લેવા માટે, વિવિધ ગામોના લોકો મેળાના મેદાનમાં ઉતર્યા હતા, અને તેને એક વિશાળ પ્રદર્શનમાં ફેરવી દીધો હતો.[૧૪] લોકો પહેલા બગનાથ મંદિરમાં પ્રાર્થના કરવા ગયા અને ત્યારબાદ લગભગ ૪૦ હજાર લોકો સરયુના મેદાનમાં ધ્વજ સાથે સરઘસ સ્વરૂપે ગયા. તેમના ધ્વજ પર લખેલું હતું "કૂલી બેગાર હટાવો". તે પછી, સરયુ મેદાનમાં એક સભા ભરાઈ હતી. બદરી દત્ત પાંડેએ, સભાને સંબોધન કરતાં, શપથ લેતાં કહ્યું કે, "પવિત્ર સરયુનું જળ લઈ, અને બગનાથ મંદિરની સાક્ષી તરીકે, અમે વચન આપીએ છીએ કે અમે 'કૂલી ઉતાર', 'કૂલી બેગાર' અને 'કૂલી બુર્દાયશ' હવે સહન નહીં કરીએ." તમામ લોકોએ આ શપથ લીધા હતા અને ભારત માતાના જયઘોષમાં નારા લગાવતા સૂત્રોચ્ચાર કર્યા હતા અને મુખીઓએ લાવેલા આ રજિસ્ટરને સંગમમાં વહાવી દીધા હતા.[૧૫]

અલમોડા જિલ્લાના તત્કાલીન ડેપ્યુટી કમિશનર પણ ટોળામાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓ ભીડ પર ગોળીઓ ચલાવવા માંગતા હતા પણ પોલીસ બંદોબસ્તના અભાવને કારણે તેણે પાછો પગ ભરવા પડ્યા.

પરિણામ ફેરફાર કરો

આ આંદોલનની સફળતા બાદ લોકોએ બદરી દત્ત પાંડેને 'કુમાઉં કેસરી' પદવી આપી . લોકોએ માત્ર આંદોલનને ટેકો આપ્યો જ નહીં, પણ કડક રીતે તેનું પાલન કર્યું હતું અને આ પ્રથાનો વિરોધ ચાલુ રાખ્યો હતો. પરિણામ એ આવ્યું કે સરકારને વિધાન સભામાં ખરડો આ લાવીને પરંપરાને ખતમ કરવાની ફરજ પડી હતી. [૧૬] [૧૭] મહાત્મા ગાંધી આ આંદોલનથી ખૂબ પ્રભાવિત થયા હતા અને તેમણે ૧૯૨૯ માં બાગેશ્વર અને કૌસાનીની મુલાકાત લીધી હતી. [૧૮] [૧૯] તેમણે ચાણુંડામાં ગાંધી આશ્રમની સ્થાપના પણ કરી. આ પછી, ગાંધીજીએ યંગ ઇન્ડિયામાં આ ચળવળ વિશે લખ્યું હતું કે "તેની અસર સંપૂર્ણ પડી હતી, તે રક્તપાતવિહીન ક્રાંતિ હતી." [૨૦]

નોંધો ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ Coolie Begar and Forest Dissent.
  2. Dainik Jagran 13 January 2016
  3. Dainik Jagran 13 January 2016
  4. Pathak 1991
  5. Pathak 1991
  6. Dainik Jagran 17 May 2013
  7. Amar Ujala 10 September 2016
  8. Amar Ujala 15 August 2016
  9. Dainik Jagran 17 May 2013
  10. The Times of India 3 January 2015
  11. Amar Ujala 12 January 2014
  12. The Tribune 14 January 2014
  13. Dainik Jagran 13 January 2016
  14. Amar Ujala 12 January 2014
  15. Dainik Jagran 17 May 2013
  16. Amar Ujala 12 January 2014
  17. Amar Ujala 15 August 2016
  18. The Times of India 3 January 2015
  19. Dainik Jagran 13 January 2016
  20. The Times of India 3 January 2015

સંદર્ભ ફેરફાર કરો

  • Pathak, Shekhar (1 September 1991). "The begar abolition movements in British Kumaun". The Indian Economic & Social History Review (અંગ્રેજીમાં). 28 (3): 261–279. doi:10.1177/001946469102800302. ISSN 0019-4646.CS1 maint: ref=harv (link)
  • "Coolie Begar and Forest Dissent". www.uou.ac.in (અંગ્રેજીમાં). Uttarakhand Open University. મૂળ માંથી 21 જુલાઈ 2017 પર સંગ્રહિત. મેળવેલ 7 July 2017. Check date values in: |archive-date= (મદદ)