કુલ્લૂ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યના કુલ્લૂ જિલ્લામાં આવેલું નગર છે. કુલ્લૂમાં કુલ્લૂ જિલ્લાનું મુખ્યાલય છે. કુલ્લૂ બિયાસ નદીના કાંઠે કુલ્લૂ ખીણમાં વસેલું છે. નજીકનું હવાઈમથક આશરે ૧૦ કિમીના અંતરે ભુંટર ખાતે આવેલું છે.

કુલ્લૂ
નગર
કુલ્લૂ
કુલ્લૂ
દેશ ભારત
રાજ્યહિમાચલ પ્રદેશ
જિલ્લોકુલ્લૂ
ઊંચાઇ
૧,૨૭૯ m (૪૧૯૬ ft)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૧૮,૫૩૬
 • ક્રમ૧૧મો
ભાષાઓ
 • અધિકૃતહિંદી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિનકોડ
૧૭૫૧૦૧
ટેલિફોન કોડ૦૧૯૦૨
વાહન નોંધણીHP 34, HP 66
કુલ્લુનું એક દૃશ્ય

કુલ્લૂ ખીણ બિયાસ નદી વડે બનતી પહોળી ખીણ છે, જે મનાલી અને લાર્ગી વચ્ચે આવેલી છે. આ ખીણપ્રદેશ તેના મંદિરો અને પાઇન અને દેવદારના વૃક્ષોના જંગલો માટે જાણીતો છે. કુલ્લૂ ખીણ પીર પંજાલ, નીચલા હિમાલય અને હિમાલય પર્વતમાળાની વચ્ચે આવેલી છે.

Wikivoyage
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે: