કેન્ડી, શ્રીલંકા
કેન્ડી (સિંહલી: මහනුවර, મનોર; તમિલ: கண்டி, કાન્ડી), શ્રીલંકા દેશમાં આવેલ એક મુખ્ય શહેર છે, કે જે તેના મધ્ય પ્રાંતમાં સ્થિત થયેલ છે. આ શહેર શ્રીલંકાના પ્રાચીન રાજાઓના સમયમાં છેલ્લું રાજધાનીનું શહેર હતું. કેન્ડી નગર, કેન્ડીના ઉચ્ચપ્રદેશ (પઠાર) ખાતે પહાડીઓ વચ્ચે આવેલ છે, જે ઉષ્ણકટિબંધીય બગીચાઓ, મુખ્યત્વે ચાના બગીચાઓ વડે આચ્છાદિત છે. કેન્ડી મધ્ય પ્રાંતની રાજધાની હોવા સાથે એક મહત્વપૂર્ણ વહીવટી અને ધાર્મિક શહેર છે. કેન્ડી શહેર ખાતે શ્રી દલાદા માલીગાંવ અથવા 'પવિત્ર દંત અવશેષ મંદિર' પણ આવેલ છે, જેને બૌદ્ધ અનુયાયીઓ બોદ્ધ ધર્મનાં કેટલાક સૌથી પવિત્ર પૂજાના સ્થળો પૈકીનું એક માને છે. વર્ષ ૧૯૮૮માં આ મંદિરને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરવામાં આવ્યું હતું.
કેન્ડી
මහනුවර கண்டி | |
---|---|
શહેર | |
કેન્ડી લેક અને સિટી સેન્ટર | |
અન્ય નામો: નુવારા (નુવર), સેંકદગલ | |
સૂત્ર: વફાદાર અને સ્વતંત્ર | |
અક્ષાંશ-રેખાંશ: 7°17′47″N 80°38′6″E / 7.29639°N 80.63500°ECoordinates: 7°17′47″N 80°38′6″E / 7.29639°N 80.63500°E | |
દેશ | શ્રીલંકા |
રાજ્ય | મધ્ય પ્રાંત, શ્રીલંકા |
જિલ્લો | કેન્ડી |
વિભાગીય સચિવાલય | કેન્ડી વિભાગીય સચિવાલય |
સેંકલગદપુરા | ૧૪મી શતાબ્દી |
કેન્ડી નગરપાલિકા | 1865 |
સ્થાપક | ગમ્પોલાના વિક્રમબાહુ ત્રીજા |
સરકાર | |
• પ્રકાર | નગરપાલિકા |
• માળખું | કેન્ડી નગરપાલિકા |
• મેયર | સેના દિશાનાયકે |
વિસ્તાર | |
• કુલ | ૨૮.૫૩ km2 (૧૧.૦૨ sq mi) |
ઊંચાઇ | ૫૦૦ m (૧૬૦૦ ft) |
વસ્તી (2011) | |
• કુલ | ૧,૨૫,૪૦૦ |
• ગીચતા | ૪,૫૯૧/km2 (૧૧૮૯૦/sq mi) |
ઓળખ | Kandyan |
સમય વિસ્તાર | UTC+05:30 (શ્રીલંકા માનક સમય) |