કેલિફોર્નીયમ
કેલિફોર્નીયમ એ એક કિરણોત્સારી ધાતુ રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Cf અને અણુ ક્રમાંક ૯૮ છે. આ તત્વને ૧૯૫૦માં કેલીફોર્નિયાના બર્કલીની કિરણોત્સારી પ્રયોગશાળા ક્યુરીયમ તત્વ પર આલ્ફા કણો (હેલીયમ આયન)નો મારો કરીને બનાવવામાં આવ્યું હતું. એક્ટિનાઈડ શ્રેણીનું આ નવમું તત્વ અને ટ્રાંસ-યુરેનિયમ શ્રેણીનું છઠ્ઠું તત્વ છે. આઈનસ્ટેનીયમ પછી કૃત્રીમ રીતે બનાવાયેલ અને નરી આંખે જોઈ શકાય તેટલા કદમાં બનાવાયેલ એવું આ બીજું સૌથી ભારે તત્વ છે. આ તત્વનું નામ કેલિફોર્નિયા અને કેલિફોર્નીયા વિશ્વવિદ્યાલય પરથી રખાયું છે.
કેલિફોર્નિયમ એ બે પ્રકારના સ્ફટિક સંરચના ધરાવે છે એક ૯૦૦°સે ની ઉપર અને બીજી ૯૦૦°સેની નીચેના તાપમાને. ઊંચા દબાણે ત્રીજી સંરછના પણ જોવા મળે છે. હવામાં ખુલ્લોરાખતા તેનું ખવાણ થાય છે. કેમિફોર્નીયમન વીસ જ્ઞાત સમસ્થાનિકો છે તેમાં સૌથી સ્થિર છે કેલિફોર્નીયમ-૨૫૧ જેનો અર્ધ અયુષ્ય કાળ ૮૯૮ વર્ષ છે.આટ્આલો નાનો અર્ધ આયુષ્યકાળનો અર્થ છે કે આ તત્વ પૃથ્વી પર મળતું નથી. કેલિરોત્નેયમ-૨૫૨ ૨.૬૪ વર્ષનો અર્ધ આયુષ્ય ધરાવે છે જે સૌથી સામાન્ય સમસ્થાનિક છે
સેલિફોર્નીયમ એવું ટ્રાંસ-યુરેનિયમ તત્વોમાંનું એક છે કે જે ઔદ્યોગિક ઉપયોગ ધરાવે છે. આ દરેક ઉપયોગ આ ધાતુના ન્યૂટ્રોન ઉત્સર્જીત કરવાના ગુણ ધર્મોનો ઉપયોગ કરે છે. દા.ત. અણુભઠ્ઠી ચાલુ કરવા,ન્યૂટ્રોન પરાવર્તી પદાર્થોનો અભ્યાસ અને ન્યૂટ્રોન સ્પેક્ટ્રોસ્કોપી. આનો ઉપયોગ હજી ભારે તત્વોના નિર્માણ માટે થાય છે. અનઅન-ઓક્ટિયમ (અણુ ક્રમાંક - ૧૧૮) ને કેલીફોર્નિયમ-૨૪૯ પર કેલ્શિયમ-૪૮નો મારો કરીને બનાવવામાં આવ્યો હતો.આ ધાતુ હાડકાના પોલાણમાં જમા થઈને લાલ રક્ત કણોની રચનામાં ખલેલ પહોંચાડે છે.