કેલ્શિયમ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Ca અને અણુ ક્રમાંક ૨૦ છે. આનો અણુભાર 40.078 amu છે. કેલ્શિયમ એ નરમ આલ્ક્લાઇન પાર્થિવ ધાતુ છે અને દળના હિસાબે તે પૃથ્વીના પેટાણમાં પર પાંચમું સૌથી વધુ બહુતાયત ધરાવતું તત્વ છે. તે સોડિયમ , ક્લોરિન, મેગ્નેશિયમ સલ્ફેટ પછી તે દરિયાના પાણીમાં સૌથી વધુ ઓગળેલું તત્વ છે.[]

સજીવ પ્રાણીઓને તેઅમના અસ્તિત્વ માટે કેલ્શિયમ જરૂરી છે, ખાસ કરીને કોષ વિજ્ઞાનમાં આનું મહત્ત્વ ઘણું છે જ્યાં કોષરસ કે જીવરસ (સાયટોપ્લાસ્મ)માં કેલ્શિયમ આયન Ca2+નો પ્રવેશ કે નિકાસ ઘણી કોષીય જૈવિક ક્રિયાઓ માટેનું નિર્દેશન કરે છે. હાડકા અને કવચના ખનિજી કરણમાં વપરાતું મુખ્ય તત્વ હોવાને કારણે કેલ્શિયમ એ ઘણા પ્રાણીઓના શરીરનો સૌથી વધુ બહુતાયત ધરાવતું તત્વ હોય છે.

  1. Dickson, A. G. and Goyet, C. (1994). "5". Handbook of method for the analysis of the various parameters of the carbon dioxide system in sea water, version 2 (PDF). ORNL/CDIAC-74. મૂળ (PDF) માંથી 2011-05-25 પર સંગ્રહિત. મેળવેલ 2011-10-15.CS1 maint: multiple names: authors list (link)