કોકિલાકાર
ચટકાકાર ગોત્રને લગભગ મળતા આવતા કોકિલાકાર ગોત્રમાં પરંપરાગતરીતે નીચે પ્રમાણેના ત્રણ કુળ સમાવવામાં આવે છે.
- મુસોફાજીડૈ - ટુરાકોસ અને સાથીઓ
- કોકિલ કુળ - ખરા-કોકિલ(પોતાનો માળો બાંધતા નથી), ખોટા-કોકિલ(પોતાનો માળો બાંધે છે), રોડ-રનર્સ અને એનીસ
- Opisthocomidae - Hoatzin (or Opisthocomiformes)
કોકિલાકાર | |
---|---|
બદામી છાતિવાળો માલકોહા, (અં: ચેસ્ટનટ બ્રેસ્ટ્ડ્ માલકોહા, વૈ:Phaenicophaeus curvirostris) | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Aves |
Subclass: | Neornithes |
Infraclass: | Neognathae |
Superorder: | Neoaves |
Order: | કોકિલાકાર Wagler, 1830 |
કોકિલાકાર ગોત્રમાં સામેલ કુળ | |
કોકિલ કુળ | |
કોકિલાકાર પક્ષીનો ભૌગોલીક વ્યાપ દર્શાવતો નક્શો. |
હાલમાં આ સમુહનું વર્ગીકૃતનામકારણ વિવાદાસ્પદ છે. સિબ્લી-અલક્યુઇસ્ટ વર્ગીકૃતનામકરણ મુસોફાજીડૈ કુળને એક ગોત્રની બઢતી આપે છે પણ તેમને સમર્થન નથી.કુત્રિમ કોકિલ અને એનીસ ને ક્યારેક કોકિલ કુળના પેટા કુળ તરીકે ઓળખવામાં આવે છે કે પછી એમના પોતાના સ્વતંત્ર કુળમાં (સેંટ્રોપોડૈ અને ક્રોટોપોડૈ) મુકવામાં આવે છે.
ઉત્ક્રાંતિ
ફેરફાર કરોઆ સમુહનાં અશ્મિજન્ય પુરાવાઓ ખુબ ચર્ચાસ્પદ છે. કોકિલ કુળની અદ્વિતિય શરીરરચના મોટેભાગે તદ્દન છુટાછવાયા મળેકા અસ્થીની ઓળખવિધિને પણ સહેલી બનાવે છે. પ્રાગૈતિહાસિક સમયની કોયલો છેક ૪૦૦ થી ૩૫૦ હજાર વર્ષ પહેલેથી ઓળખાઇ આવે છે.
બીજા કેટલાક પેલીઓજેન અશ્મિઓ જે ને કોઇ સમયે કોકિલાકાર ગોત્રમાં ગણવામાં આવતા તેનું નિરૂપણ છેલ્લા કેટલાક સમયથી અલગ કરવામાં આવે છે.