કોણાર્ક નૃત્ય મહોત્સવ

કોણાર્ક નૃત્ય મહોત્સવ એ દર વર્ષે ડિસેમ્બર મહિનાની ૧ થી ૫ તારીખ દરમિયાન ભારતના ઓડિશાના કોણાર્ક સૂર્ય મંદિરની પૃષ્ઠભૂમિમાં ઉજવાતો પાંચ દિવસનો નૃત્ય મહોત્સવ છે.[૨]

કોણાર્ક નૃત્ય અને સંગીત મહોત્સવ
ઓડિશા ટુરિઝમ દ્વારા કોણાર્ક સમારોહનું પ્રચાર સાહિત્ય (૨૦૧૮)
સ્થિતિસક્રિય
પ્રકારસાંસ્કૃતિક ઉત્સવ
અવધિવાર્ષિક
સ્થળકોણાર્ક નાટ્યમંડપ
સ્થાનકોણાર્ક , પૂરી , ઓડિશા
અક્ષાંસ-રેખાંશ19°53′46″N 86°05′01″E / 19.896176°N 86.083599°E / 19.896176; 86.083599Coordinates: 19°53′46″N 86°05′01″E / 19.896176°N 86.083599°E / 19.896176; 86.083599
દેશભારત
સક્રિય વર્ષો૧૯૮૬
ઉદ્ધાટન૧૯૮૬
સ્થાપકગંગાધર પ્રધાન
તાજેતરનું1 December 2019 (2019-12-01) – 1 December 2019 (2019-12-01) [૧]
ક્રિયાઓભારતીય શાસ્ત્રીય નૃત્ય પ્રદર્શન
Patron(s)ઓડિશા પ્રવાસન
Organised byઓડિસી રિસર્ચ સેન્ટર
લોકોકેલુચરણ મોહપાત્રા
વેબસાઇટkonarkfestival.com

સૂર્યમંદિરનો ઉત્કૃષ્ટ 'સલામંડર' અથવા 'નાટ્યમંડપ' સ્થાપત્યકલાનો બેજોડ નમૂનો છે. તેની દિવાલો પ્રાચીન સમયની સુંદર કલાત્મક વાસ્તુશૈલી રજૂ કરે છે. ઓડિસી નૃત્યશૈલીમાં ઢોલ-તાશા અને અન્ય સંગીતવાદ્યો વગાડતાં સંગીતકારો શિલ્પકળાની શોભામાં અભિવૃદ્ધિ કરે છે.[૩]

દેશભરના ખ્યાતનામ નર્તકો આ સ્થળે પોતાની કલા રજૂ કરે છે. ૧૯૮૬થી, રાજ્યમાં ઓડિશા પ્રવાસન મંત્રાલય[૪] અને ઓડિસી રિસર્ચ સેન્ટર[૫] ના સંયુક્ત ઉપક્રમે ભારતના વૈવિધ્યપૂર્ણ નૃત્ય વારસાને પ્રોત્સાહન આપવા તેમજ કોણાર્ક સૂર્ય મંદિર અને ઑડિશાની પર્યટક સ્થળ તરીકેની લોકપ્રિયતાને પ્રોત્સાહન આપવા માટે આ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે.[૬]

સંદર્ભ ફેરફાર કરો

  1. "Five-day Konark festival begins with Odissi, Kathak traditional dance performances in Odisha". Hindustan Times. 2019-12-02. મેળવેલ 2019-12-06.
  2. "Konark Festival | Odisha Tourism". odishatourism.gov.in (અંગ્રેજીમાં).
  3. Nayak, Prakash. "Konark Dance & Music Festival". konarkfestival.com.
  4. "Odisha Tourism". www.odishatourism.gov.in (અંગ્રેજીમાં).
  5. "Welcome to Guru Kelu Charan Mohapatra Odissi Research Centre". www.odissiresearchcentre.org.
  6. "Archived copy". મૂળ માંથી 27 September 2011 પર સંગ્રહિત. મેળવેલ 19 January 2011.CS1 maint: archived copy as title (link)