કોલાર નદી (મધ્ય પ્રદેશ)

ભારતની નદી

કોલાર નદી નર્મદા નદીની એક જમણા કાંઠાની ઉપનદી છે. આ નદીની કુલ લંબાઈ ૧૦૧ કિલોમીટર જેટલી છે, તે પૂર્ણપણે ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યમાં વહે છે.[]

કોલાર
નદી
દેશ ભારત
રાજ્ય મધ્ય પ્રદેશ
સ્ત્રોત
 - સ્થાન વિંધ્યાચળ પર્વતશ્રેણી, સિહોર જિલ્લો
મુખ
 - ઉંચાઇ ૦ m (૦ ft)
 - અક્ષાંસ-રેખાંશ
લંબાઈ ૧૦૧ km (સમીકરણ ક્ષતિ: round ની માટે સમીકરણ-નિશાની ખુટે છે mi)

નદી સ્ત્રાવક્ષેત્ર

ફેરફાર કરો

કોલાર નદી સિહોર જિલ્લામાં આવેલ વિંધ્યાચળ પર્વતશ્રેણી ખાતેથી ઉદ્‌ભવે છે અને દક્ષિણ પશ્ચિમ દિશામાં વહેતી મધ્ય પ્રદેશ રાજ્યના રાયસેન જિલ્લામાં આવેલ નસરુલગંજ નજીક નર્મદા નદીમાં મળી જાય છે. તેનો સ્ત્રાવ વિસ્તાર કુલ ૧૩૪૭ ચોરસ કિલોમીટર જેટલો છે, જે રાજ્યના બે જિલ્લાઓમાં ફેલાયેલ છે[]. સ્ત્રાવ વિસ્તારમાં ઉપરવાસનો ભાગમાં નદી દરિયાઈ સપાટી થી ૩૫૦ થી ૬૦૦ મીટર ઊંચાઈ પરથી વહે છે અને તે ગાઢ ઉષ્ણકટિબંધીય પાનખર વન વિસ્તાર પણ છે. આ નદી ઝોલિયાપુર નજીક મેદાન-વિસ્તારમાં પ્રવેશ કરે છે. ઉપરવાસના વિસ્તારમાં જમીન ખેતી માટે નબળી છે અને અહીં મોટે ભાગે ઘઉં અને ચણાની ખેતી કરવામાં આવે છે. નીચાણવાસમાં જમીન સારી રીતે ખેતીલાયક છે અને સમતલ ઢોળાવ અને ચોમાસામાં વરસાદના પાણીને વ્યાપક પ્રમાણમાં જમીનમાં ઉતારવામાં ઉપયોગી બને છે[].

કોલાર બંધ

ફેરફાર કરો

મધ્ય પ્રદેશ રાજ્યના સિહોર જિલ્લામાં આવેલ લખવેરી નજીક કોલાર નદી પર ચણતર પ્રકારનો કોલાર બંધ બાંધવામાં આવેલ છે. આ બંધ ભોપાલ શહેર માટે પાણીની સવલત પૂરી પાડે છે તેમ જ આસપાસના વિસ્તાર માટે સિંચાઇની સવલત તથા મત્સ્ય ઉદ્યોગની તક પૂરી પાડે છે.[][]

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ ૧.૨ Jain, Sharad (૨૦૦૭). Hydrology and Water Resources of India. Netherlands: Springer. પૃષ્ઠ 521. ISBN 9781402051791.
  2. Sugunan, VV (૧૯૯૫). Reservoir Fisheries of India. Rome: FAO. પૃષ્ઠ 263. ISBN 9789251036730.
  3. "KOLAR DAM".