કોલ્વી ગુફાઓ

ભારતમાં આવેલ એક ગુફા

કોલ્વી ગુફાઓ અથવા ખોલ્વે ગુફાઓ ભારત દેશના રાજસ્થાન રાજ્યના ઝાલાવાડ જિલ્લામાં કોલ્વી ગામ ખાતે આવેલ છે. આ ગુફાઓ લેટરાઈટ જાતના પથ્થરની ટેકરીમાં કોતરીને બનાવવામાં આવેલ છે. આ બૌદ્ધ ધાર્મિક સ્થળ ખાતે સ્તૂપો અને ચૈત્યો છે, જે  બૌદ્ધ સંપ્રદાય આધારીત છે. તેની સ્થાપત્ય શૈલી પર અહીંના હિન્યના પ્રદેશનું પ્રભુત્વ જોવા મળે છે. આ ગુફાઓ ખાતે ધ્યાનમગ્ન બુદ્ધ મૂર્તિઓ અને ઊભેલી સ્થિતિમાં છે.[] આ ગુફા ખાતે સ્તૂપો અને મોટા કદની બુદ્ધ મૂર્તિઓ છે, જે પુરાતાત્વિક દૃષ્ટિએ નોંધપાત્ર છે.[] કોલ્વા ગામની આસપાસ અન્ય સમાન ગુફાઓ મળી આવેલ છે, જે આ પ્રદેશમાં સમૃદ્ધ બૌદ્ધ સંસ્કૃતિનું અસ્તિત્વ સાબિત કરે છે.[]

આ ગુફાઓને કુદરતી હવામાનને પરિણામે ઉત્તરીય અને પૂર્વીય બાજુ પર સંપૂર્ણ નુકસાન થયેલ છે, પરંતુ તેના સ્થાપત્યના કારણે પુરાતત્વની દૃષ્ટિએ મહત્વપૂર્ણ છે. આ જૂથ ૫૦ ગુફાઓ ધરાવે છે, જેમાં અનેક ગુફાઓએ તેમના આકાર અને ચહેરા સમયકાળને કારણે ક્ષીણ થતાં ગુમાવેલ છે. હાલમાં ગુફાઓ પર કોઈનો કબજો નથી.[] થોડી ગુફાઓ ખુલ્લી છે અથવા સ્તંભો ધરાવતા વરંડાવાળી છે.[]

વિશેષ વાંચન

ફેરફાર કરો

ફરગ્યુસન, જેમ્સ; બરગેસ, જેમ્સ. The cave temples of India. કેમ્બ્રિજ: કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ Press. પૃષ્ઠ 395–399. ISBN 1108055524.

આ પણ જુઓ

ફેરફાર કરો

આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, રાજસ્થાન દ્વારા રક્ષિત સ્મારકો

સંદર્ભો

ફેરફાર કરો
  1. Jaipur Circle, ASI. "BUDDHIST CAVES, PILLARS AND LDOLS". Archaeological Survey of India. મેળવેલ ૩૦ નવેમ્બર ૨૦૧૩.
  2. "A new dot on the tourism map". ધ ફાઇનાસિઅલ એક્સપ્રેસ. નવેમ્બર ૨૦, ૨૦૦૫. મૂળ માંથી 2013-12-03 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ નવેમ્બર ૨૦૧૩.
  3. "Buddhist Caves, Kolvi". ઝાલાવાડ જિલ્લો, રાજસ્થાન સરકાર. મૂળ માંથી 2013-12-03 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ નવેમ્બર ૨૦૧૩.
  4. કુમાર, અર્જુન (એપ્રિલ ૨૨, ૨૦૧૨). "Rajasthan's best kept secret: 3 Buddhist cave complexes". ધ ઇકોનોમિક ટાઈમ્સ. મૂળ માંથી 2015-07-10 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ નવેમ્બર ૨૦૧૩.
  5. હડોતી ટુરિઝમ ડેવલપમેન્ટ સોસાયટી. "ઝાલાવાડ". હડોતી ટુરિઝમ ડેવલપમેન્ટ સોસાયટી. મૂળ માંથી 2013-12-03 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ નવેમ્બર ૨૦૧૩.