ક્રેડિટ સૂઈસ ગ્રુપ એજીએક નાણાકીય સેવાઓ આપતી કંપની છે, જેની મુખ્ય ઓફિસ ઝ્યુરીચ, સ્વીર્ઝરલેન્ડમાં આવેલી છે. ક્રેડિટ સૂઈસની સ્થાપના 1856માં અલફ્રેડ ઈસ્ચેર દ્વારા સ્કવેઝેરીસ્ચ ક્રેડિટોસ્ટાલ્ટ (એસકેએ, સ્વિઝ ક્રેડિટ ઈન્ટીસ્ટુટ) નામ હેઠળ કરવામાં આવી હતી. બેન્ક ત્રણ વિભાગોમાં ગોઠવવામાં આવી હતી, રોકાણ બેન્કીગ, ખાનગી બેન્કીગ, અને મિલ્કતનું વ્યવસ્થાપન. શેરની સેવાઓ, જેમાં જુદા જુદા કાર્યોનો સમાવેશ થાય છે, જેમ કે આઈટી, માર્કેટીંગ અને કાયદાકીય/કબૂલાત, એ ત્રણ મુખ્ય ક્ષેત્રોથી તે સમગ્ર રીતે ઘેરાયેલી છે.

Credit Suisse Group AG
Aktiengesellschaft (ઢાંચો:SWX, NYSECS)
ઉદ્યોગFinancial services
સ્થાપના1856
સ્થાપકોAlfred Escher
મુખ્ય કાર્યાલયZürich, Switzerland
મુખ્ય લોકોBrady Dougan (CEO), Hans-Ulrich Doerig (Chairman)
ઉત્પાદનોInvestment and private banking, asset management
આવકCHF 33.29 billion (2009)[]
નફોCHF 6.724 billion (2009)[]
કુલ સંપતિCHF 1.031 trillion (2009)[]
કર્મચારીઓ49,200 (FTE,2010)
વેબસાઇટwww.credit-suisse.com

ક્રેડિટ સૂઈસની ગણના રોકાણ માટેની બેન્કોના પ્રતિષ્ઠિત "જથ્થાત્મક બ્રેકેટ" માં થાય છે.તાજેતરની સમગ્ર આર્થિક કટોકટી દરમિયાન કંપનીને વ્યવહારિક ભય વ્યવસ્થાપન અને મૂડીની રણનીતિપૂર્વકની ફાળવણી માટે પુરસ્કાર આપવામાં આવ્યો. સરકારના કોઈ પણ સીધા ટેકા વગર કટોકટીના સમયમાં કેટલીક જે મોટી આંતરરાષ્ટ્રીય બેન્કોમાંની એક બનવાની પ્રતિષ્ઠા પણ તેને મળી. 2009માં, ઈન્ટરનેશનલ ફાઈનાન્સીગ રીવ્યુ દ્વારા ક્રેડિટ સૂઈસને "બેન્ક ઓફ ધી યર" દ્વારા ઓળખ મળી હતી.

1942માં, સ્વીત્ઝરલેન્ડની બહાર, ન્યુયોર્કમાં તેણે તેની પહેલી શાખા શરૂ કરી હતી. 1988માં, ફર્સ્ટ બોસ્ટન કોર્પોરેશનમાં હિસ્સો મેળવ્યો હતો, તેથી લાંબા સમય સુધી તેના રોકાણ બેન્કીંગ એકમનું નામ ક્રેડિટ સૂઈસ ફર્સ્ટ બોસ્ટન રહ્યો હતું. 1993માં, ક્રેડિટ સૂઈસ જૂથ સ્કવેઝેરીસ્ચ વોલ્ક્સબેન્ક (સ્વીત્ઝરલેન્ડની લોકોની બેન્ક) લાવ્યું. 1996માં, બે છૂટક બેન્કો જોડાઈ અને તેનું પુન નામ ક્રેડિટ સૂઈસ રાખવામાં આવ્યું. 2000માં, તેણે રોકાણની બેન્ક ડોનાલ્ડસન, લુફ્કીન અને જેન્રેટ્ટે (ડીએલજે) હાંસિલ કરી અને, તેની સાથે ઈ-કોમર્સ સોફ્ટવેર પોસ્ટફોલીયો, જેમાં ડીએલડે ડાયરેક્ટનો સમાવેશ થાય છે, જે પાછળથી બેન્ક ઓફ મોન્ટ્રીયલને વેચી દેવામાં આવ્યો.

ક્રેડિટ સૂઈસ જૂથનું ત્રણ વિભાગો, રોકાણ બેન્કીગ, ખાનગી બેન્કીગ અને મિલ્કતનું વ્યવસ્થાપનમાં બંધારણ થયેલું છે. 16 જાન્યુઆરી, 2006માં, ક્રેડિટ સૂઈસ ફર્સ્ટ બોસ્ટન (સીએસએફબી), જે હવે રોકાણ માટેનો બેન્કીંગ વિભાગ છે, ક્રેડિટ સૂઈસ એસેટ મેનેજમેન્ટ (સીએસએએમ અને ક્રેડિટ સૂઈસ પ્રાઈવેટ બેન્કીંગ (સીએસપીબી)એ ફરીથી તેમને પોતાને ટ્રેડમાર્ક આપ્યું, જે સામૂહિક બની ક્રેડિટ સૂઈસ તરીકે ઓળખાય છે. આ પરિવર્તન એક બીજાના સ્રોતો અને ક્ષમતાઓનો લાભ સારી રીતે મળી રહે તેમ માટે "એક બેન્ક"ની ઓળખ ઊભી કરવાની અને પ્રયત્ન કરવાની શરૂઆત હતી.

ક્રેડિટ સૂઈસ

ફેરફાર કરો
 
ઝુરીચમાં ક્રેડિટ સૂઈસનું મુખ્ય મથક
 
લંડનમાં ક્રેડિટ સૂઈસનું મકાન

ક્રેડિટ સૂઈસનું વ્યવસાયિક એકમ યુરોપ અને અન્ય પસંદગીના બજારોમાં વિશાળ શ્રેણીમાં નાણાકીય સેવાઓ પૂરી પાડે છે. તે ખાનગી અને કોર્પોરેટ ગ્રાહકોને રોકાણ સંબંધિત ઉત્પાદનો, ખાનગી બેંક અને નાણાકીય સલાહ-સૂચનની સેવાઓ પ્રદાન કરે છે. ક્રેડિટ સૂઈસની સ્થાપના અલફ્રેડ ઈસ્ચેર દ્વારા કરવામાં આવી હતી.

  • ખાનગી બેન્કીગ- ક્રેડિટ સૂઈસ એ દુનિયાની મોટી ખાનગી બેન્કીગ સંસ્થાઓમાંની એક છે, જેની સ્વીત્ઝરલેન્ડ અને અસંખ્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં શાખાઓ છે. ખાનગી બેન્કીગ વ્યક્તિગત રોકાણ અંગે પરામર્શ અને વ્યવસાયિક મિલ્કલ વ્યવસ્થાપન પૂરું પાડવામાં તજ્જ્ઞ છે,
  • કોર્પોરેટ અને રીટેલ બેન્કીગ – કોર્પોરેટ અને રીટેલ બેન્કીગમાં, ક્રેડિટ સૂઇસ સ્વીસ બજારમાં એક પ્રમુખ સ્થાન પર છે. તે સ્વીત્ઝરલેન્ડમાં ખાનગી અને કોર્પોરેટ ગ્રાહકોને વિશાળ શ્રેણીમાં બેન્કીંગ સેવાઓ પૂરી પાડે છે. વધુમાં, તે ઓનલાઈન બેન્કીંગ સેવાઓ પણ આપે છે.
  • નાણાકીય સંસ્થાઓ- દુનિયાભરમાં બેન્કો અને નાણાકીય સંસ્થાઓને સલાહ અને ઉકેલ આપે છે.

ક્રેડિટ સૂઈસ, રોકાણ બેન્કીગ વિભાગ

ફેરફાર કરો

આ વિભાગ ક્રેડિટ સૂઈસ ફર્સ્ટ બોસ્ટન તરીકે જાણીતું છે. તે રોકાણ બેન્કીગ, મૂડી બજારો અને નાણાકીય સેવાઓમાં સક્રિય છે. તે સલામત કંપનીઓના પ્રતિષ્ઠિત જથ્થાત્મક બ્રેકેટનો સભ્ય છે.

  • સંસ્થાકીય સલામતી- ઈક્વીટી, ચોક્કસ આવક, શ્રેષ્ઠ સેવાઓ અને સંશોધનની સાથે સલામતી સંસ્થાકીય ગ્રાહકોની વિશાળ જરૂરિયાતો સલામતી દ્વારા પૂરી થાય છે. રોકાણ બેન્કીગ કોર્પોરેટ ગ્રાહકોની જરૂરીયાતો વિલીનીકરણ અને સંપાદીકરણ, ઈક્વીટી મૂડી બજારો, ઋણ મૂડી બજારો, ખાનગી નિયુક્તિ અને ઉચ્ચાલક નાણાકીય સેવાઓ દ્વારા પૂરી કરે છે.

ક્રેડિટ સૂઈસ ખાનગી બેન્કીગ વિભાગ

ફેરફાર કરો

ખાનગી બેન્કીગ ક્ષેત્રમાં ક્રેડિટ સૂઈસ વૈશ્વિક પણે ઉચ્ચ-નફોની-લાયકાત ધરાવતી વ્યક્તિઓ માટે સલાહ અને રોકાણના ઉત્પાદનો અને સેવાઓ ઉપલબ્ધ કરાવે છે. ક્રેડિટ સૂઈસના માળખામાં મિલ્કત અને દેવા બંન્નેના વ્યવસ્થાપનની સલાહ પ્રક્રિયાનો સમાવેશ થાય છે. તે ઉપરાંત, ક્રેડિટ સૂઈસ વૈકલ્પિત રોકાણના ઉત્પાદનો પણ પૂરાં પાડે છે. સંપત્તિના વ્યવસ્થાપનના ઉકેલમાં ટેક્સનું આયોજન, પેન્શનનું આયોજન, આજીવન વીમાના ઉકેલો, સંપત્તિ અને વારસામાં મળેલી વસ્તુઓન અંગે સલાહ, ટ્રસ્ટ અને ફાઉન્ડેશનોનો સમાવેશ થાય છે. ક્રેડિટ સૂઈસ એકાધિક બુકિંગ પ્લેટફોર્મ અને વૈશ્વિક અમલીકરણની ક્ષમતાઓ પ્રદાન કરે છે. સ્વીત્ઝરલેન્ડમાં, ક્રેડિટ સૂઈસ ખાનગી બેન્કીગ ગ્રાહકોની સાથો સાથ વેપારી અને છૂટક ગ્રાહકોને પણ બેન્કીગ પેદાશો અને સેવાઓ પૂરી પાડે છે.

2006 સુધી આ વિભાગ ક્રેડિટ સૂઈસ ખાનગી બેન્કીગ અથવા સીએસપીબી તરીકે ઓળખાતું હતું.

સંપત્તિ વ્યવસ્થાપન

ફેરફાર કરો

તેના સંપત્તિ વ્યવસ્થાપનના વેપારમાં, ક્રેડિટ સૂઈસ ઈક્વીટીઓ, નિશ્ચિત આવક અને એક કરતાં વધારે સંપત્તિના વર્ગની પેદાશો, વૈકલ્પિક રોકાણો જેમ કે સ્થાવર સંપત્તિ, વિશાળ ભંડોળ, ખાનગી ઈક્વીટી અને અસ્થિર વ્યવસ્થાપનની વિશાળ શ્રેણીના રોકાણો પ્રદાન કરે છે. ક્રેડિટ સૂઈસનો સંપત્તિના વ્યવસ્થાપનનો વેપાર સરકારો, સંસ્થાઓ અને કોર્પોરેટરોથી ખાનગી વ્યક્તિગત સ્તરે એક વિશાળ વિસ્તારમાં ગ્રાહકોના પોર્ટફોલિયો, મ્યુચ્યલ ફંડો અને અન્ય માધ્યમોના રોકાણોનું સંચાલન કરે છે. ક્રેડિટ સૂઈસનું સંપત્તિ વ્યવસ્થાપનો વેપાર 23 દેશોમાં ઓફિસો સાથે વૈશ્વિક એકીકૃત નેટવર્ક તરીકે સંચાલિત છે. ક્રેડિટ સૂઈસ કંપની દ્વારા કરવામાં આવેલા વિતરણ અને માથે પડેલા અપેક્ષિત ખોટનો અંદાજ કાઢવા, પોતાના નાણાકીય ઉત્પાદનોના હાથ હેઠળ ક્રેડિટ જોખમ + પદ્ધતિનો ઉપયોગ કરે છે. તેઓ બેન્કોને તેમની મૂડીને ક્રેડિટ અથવા કસૂરના જોખમ વિરુદ્ધ અનામત રાખવા માટે ઉપયોગની જરૂરિયાતની ગણતરી કરવામાં પણ મદદ કરે છે.

સહભાગી સેવાઓ

ફેરફાર કરો

સહભાગી સેવાઓમાં, ક્રેડિટ સૂઈસ વિભાગોને સ્વતંત્ર નિયંત્રણમાં સુધારો કરવા વખતે ટેકો આપવા સેવાઓ પૂરી પાડે છે. સહભાગી સેવાઓ વિભાગમાં સીએફઓ, સીઓઓ, સીઆરઓ, જનરલ કાઉન્સેલ અને આઈટી વિભાગનો સમાવેશ થાય છે.

14 જૂન, 2006 એ વિંટરથૂર ક્રેડિટ સૂઈસ પાસેથી પાછી લેઈ લીધી હતી. એએક્સએ ક્રેડિટ સૂઈસ જૂથ પાસેથી આશરે €8 અબજ માટે આગ્રેસર સ્વીસ ઈન્શ્યોરન્સ કંપની પ્રાપ્ત કરી હતી.[]

ક્રેડિટ સૂઈસના સીઆઈઓ કાર્લ લેન્ડેર્ટ છે, જે ઝ્યુરીચ, સ્વીત્ઝરલેન્ડમાં સ્થિત છે.

પુરસ્કાર

ફેરફાર કરો

ક્રેડિટ સૂઈસ 2006 થી 2009 ના સમયગાળામાં સ્વીઝ એફ1 ટીમ સૌબરના પુરસ્કારમાંની એક હતી.

ક્રેડિટ સૂઈસ સ્વીત્ઝરલેન્ડના રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ અને રોજર ફેડેરેરની પુરસ્કારકર્તા છે.

ચિત્ર:Credit Suisse logo c1972.png
c. ક્રેડિટ સૂઈસનો લોગો 1972
 
ક્રેડિટ સૂઈસનો ઔતિહાસિક લોગો 1980થી ઉપયોગમાં લેવાયો અને 2006માં પુન ટ્રેડમાર્ક દ્વારા કેટલાંક વિભાગે ઉપયોગમાં લીધો
ચિત્ર:CSFirstBoston 190-1-.png
1988માં કેટલાંક વેપાર માટે ફર્સ્ટ બોસ્ટન કોર્પોરેશનના સંપાદિકરણ પછી ક્રેડિટ સૂઈસનો ઔતિહાસિક લોગો ઉપયોગમાં લેવાયો.
 
2006માં પુન ટ્રેડમાર્ક દ્વારા 1990માં ઔતિહાસિક ક્રેડિટ સૂઈસ ફર્સ્ટ બોસ્ટન લોગ ઉપયોગમાં લેવાયો.
  • 1856- ક્રેડિટ સૂઈસની સ્થાપના
  • 1905- પ્રથમ શાખા (બાસેલમાં)
  • 1940 – સ્વીત્ઝરલેન્ડની બહાર પ્રથમ શાખા (ન્યુયોર્કમાં)
  • 1978 – પ્રથમ બોસ્ટન કોર્પોરેશનને સહયોગ આપવાની શરૂઆત કરી
  • 1988 – પ્રથમ બોસ્ટન કોર્પોરેશનમાં નિયંત્રિત હિસ્સેદારી, જેનું પુન નામાંકરણ સીએસ ફર્સ્ટ બોસ્ટન છે.
  • 1989- સીએસ હોલ્ડીંગ જૂથની મુખ્ય કંપની બની
  • 1990- બેન્ક લીયુનો ઉમેરો
  • 1993- સ્વીધ વોલ્કસબેન્કનો ઉમેરો
  • 1994- સ્વીઝ રે સાથે રણનીતિપૂર્વકનું જોડાણ
  • 1995- વીન્ટરથુર જૂથ સાથે રણનીતિપૂર્વકનું જોડાણ
  • 1996- સીએસ હોલ્ડીંગ ક્રેડિટ સૂઈસ જૂથ બન્યું, રોકાણ બેન્કીગ વેપારનું નામ ક્રેડિટ સૂઈસ ફર્સ્ટ બોસ્ટન થયું (સીએસએફબી)
  • 1997- વિન્ટરથુર જૂથ સાથે વિલીનીકરણ થયું.
  • 2000- ડોનાલ્ડસન, લુફ્કીન અને જેનરેટ્ટે (ડીએલજે)નું સંપાદિતકરણ
  • 2001- સૌબર પેટ્રોનાઝ ફોરમુલા વન ટીમ માટે પુરસ્કર્તા
  • 2002- બે વ્યવસાયિક એકમોમાં જૂથનું સંસ્થાકીય માળખું સુવ્યવસ્થિત બનાવાયું- ક્રેડિટ સૂઈસ ફાઈનાન્સીયલ સર્વિસીઝ અને ક્રેડિટ સૂઈસ ફર્સ્ટ બોસ્ટન
  • 2004- જૂથના સંસ્થાકીય માળખું ત્રણ વેપાર પર કેન્દ્રિત કરવામાં આવ્યું- ક્રેડિટ સૂઈસ, ક્રેડિટ સૂઈસ ફર્સ્ટ બોસ્ટન અને વિન્ટરથુર
  • 2006- ક્રેડિટ સૂઈસ પુનઃટ્રેડમાર્ક માટે આગળ આવ્યું અને માળખું " એક બેન્ક" ના નમૂનામાં પરિવર્તત કરાયું. તે વિન્ટરથુરને કાઢી નાખી એએક્સએને અપાયું અને જૂની સીએસએફબીના જગ્યાએ નવી પુનગોઠવેલી રોકાણ બેન્ક મૂકવામાં આવી. ફર્સ્ટ બોસ્ટેનના જોડાણને નિવૃત્ત કરવામાં આવ્યું.
  • 2008-ક્રેડિટ સૂઈસે $2.85 અરબની સંપત્તિના વધુ પડતી મૂલવણી સાથે જોડાણ ધરાવતાં તેના કેટલાંક વેપારીઓને મૂલ્યાંકન માટે હાંકી મૂક્યાં.ક્રેડિટ સૂઈસએ $2.85 અરબની કિંમત ઓછી દર્શાવી. સંગ્રહિત ૨૦૦૮-૧૦-૨૨ ના રોજ વેબેક મશિન

વિલીનીકરણ અને સંપાદિતકરણ

ફેરફાર કરો

સીએસએફબી એમરિકાએ ક્રેડિટ સૂઈસ ફર્સ્ટ બોસ્ટન કંપનીની સહાયક કંપનીના સંપૂર્ણ પણે માલિક છે, જે સીએસની સહાયક કંપનીના સંપૂર્ણ પણે માલિક છે. સીએસ સીએસજીની સહાયક કંપનીના સંપૂર્ણ પણે માલીક છે. સીએસએફબી અમેરિકા ડીએલજે સાથેના વિલીનીકરણ દ્વારા સર્જાઈ હતી, જે 3 નવેમ્બર 2000ના રોજ પૂર્ણ થઈ હતી. સીએસએફબી એલએલસી, સીએસએફબીનો મુખ્ય ઉદ્દેશ્ય યેએસ સહાયકોનો બ્રોકર – ડીલર નોંધાયેલો હતો, જે ડીએલજેનો સહાયક બન્યો, અને ડીએલજે એ તેનું નામ સીએસએફબી યુએસએ બદલી નાખ્યું.

ડીએલજેના વિલીનીકરણ પહેલાં ક્રેડિટ સૂઈસ જૂથ 1988માં ફર્સ્ટ બોન્ટન ખરીદ્યું અને સીએસ ફર્સ્ટ બોસ્ટનની રચના કરી. કંપનીનું જથ્થાત્મક સ્તર ડોનાલ્ડસમ અને લુફ્કીન અને જેનરેટ્ટે સાથેના વિલીનીકરણ પછી આવ્યું.[]

વિવેચનો

ફેરફાર કરો
  • ફેબ્રુઆરી 23, 2008ના રોજ રેઉટર દ્વારા પ્રકાશિત એક લેખમાં, બ્રાઝિલના સાર્વજનિક ફોજદારી કેસ ચલાવનાર કરેન ક્હાને જાહેરાત કરી કે ક્રેડિટ સૂઈસના કર્મચારીઓની સાથોસાથ યુબીએસ, ક્લેરીડેન લીયુ અને એઆઈજી પણ સંઘીય અધિકારીઓ દ્વારા તપાસ હેઠળ હતાં.[] 2007માં, પોલીસે ગેરકાયદેસર ચાલતી પ્રવૃતિઓની તપાસ પછી, 20 લોકોની ધરપકડ કરી, જેમાં યુબીએસ, ક્રેડિટ સૂઈસ એકમ ક્લેરીડેન અને એઆઈજી ખાનગી બેન્કના બેન્કરોનો સમાવેશ થાય છે. આ પ્રવૃત્તિમાં કાળાનાણાંને ચોખ્ખાં કરવા, કરચોરી, દગાબાજી બેન્કીંગ અને બેન્કીગ લાયસન્સ વિના બેન્ક ચલાવવાનો સમાવેશ થાય છે.[] સ્વીત્ઝરલેન્ડમાં ચાલનારા આ તપાસના દૌરમાં, ક્રીશ્ચન પીટર વેઈસ્સ અને ક્રેડિટ સૂઈસના અન્ય 13 કર્મચારીઓને ગેરકાયદેસર રૂપિયાના ફેરબદલની યોજના કરવામાં મદદ કરવા માટે રીઓ રી જાનેરોમા ધરપકડ કરવામાં આવી હતી.
  • 16 ડિસેમ્બર, 2009ના રોજ ન્યુયોર્ક ટાઈમ્સએ અહેવાલ આપ્યો કે, મેનહટ્ટન જિલ્લાના એટર્ની રોબર્ટ મોરુગાન્થાઉ, ન્યાય વિભાગ અને ફેડરલ રીઝર્વે ક્રેડિટ સૂઈસ સાથે કરાર કર્યો, જેમાં ક્રેડિટ સૂઈસને $536 અજબનો દંડ થયો. ક્રેડિટ સૂઈસ પર એવો આરોપ હતો કે તેણે ઈરાન સાથે નાણાકીય આપ-લેના વિનિમયમાં પ્રતિબંધોનું ઉલ્લંઘન કર્યું હતું. આરોપોમાં વસ્તુઓ છીનવાઈ લેવાનો સમાવેશ હતો, વિનિમયમાં ઉપયોગમાં લેવાયેલાં ફંડના મૂળ અને ઓળખને દૂર કરવામાં આવી હતી. ક્રેડિટ સૂઈસના કર્મચારીઓએ ઈરાનની એટોમિક એનર્જી ઓર્ગોનાઈઝેશન અને એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ ઓર્ગેનાઈઝેશનમાં સમર્થનકારી ફંડના સ્થળાંતર વખતે ઈરાની બેન્કની ઓળખને દૂરી કરી નાખી, તેની ખતવણીમાં ક્રમશઃ પરમાણુ હથિયાર અને લાંબા અંતરની મિસાલઈના ઉત્પાદનની સંડોવણી જોવા મળી હતી. ક્રેડિટ સૂઈસે ઈરાની બેન્કેને સલાહ આપી, જેમ કે બેન્ક મીલ્લી અને બેન્ક સાડેરાતના નામ પર તેઓની ઓળખ છુપાવી અને ન્યુ યોર્ક બેન્કો દ્વારા એક અબજ ડોરલથી પણ વધુ રકમ મોકલી હતી.

લોયડ્સ બેન્કીગ જૂથ, બાર્કેલેજ અને ઘણી અન્ય બેન્કો ક્રેડિટ સૂઈસની જેમ જ તે જ સમયે ઓળખ છૂપાવવાના ભ્રષ્ટાચારની સમાન માહિતી સાથે સંડોવાયેલાં હતાં. []

ત્વરિત હકીકતો

ફેરફાર કરો

ઢાંચો:Trivia

  • ફ્રેન્ક કૌટ્ટ્રોન ડ્યુશ બેન્કમાંથી અનધિકૃત રીતે પ્રવેશ કર્યો હતો અને 90ના દશકના અંતમાં ટેક્નોલોજી અને ઈન્ટરનેટ સલાહકાર લીગના ટેબલો પર કૂદકો મારવા માટે સીએસને મદદ કરી હતી. તે ત્યાર બાદ વિલીનીકરણ અને સંપાદીકરણ સોદા સંબંધિત માહિતી અને તેને ગેરકાયદેસર રીતે દૂર કરવાના સંબંધના કેસમાં પકડાઈ ગયો હતો અને ત્યારબાદ કંપની દ્વારા કાઢી મૂકવામાં આવ્યો હતો. કૌટ્ટ્રોન ફોજદારીના કેસમાં પહોંચી ગયા બાદ અંતમાં 2006માં તેનો સ્પષ્ટ થયો હતો, જ્યારે તેનું આયોજન ફેર સુનાવણીમાં સમજૂતી કરવાની હતી. [સંદર્ભ આપો]
  • સીએસ 2004માં કુલ કદમાં ઊંચો નફો આપતાં બોન્ડ ઈન્સોરન્સમાં બીજા ક્રમાકે અને ઊંચો નફો આપતાં વિનિમયમાં પ્રથમ ક્રમાકે હતું (મુખ્યત્વે ડીએલજે વિલિનીકરણ દ્વારા ઊંચો નફાયુક્ત ટીમ પ્રાપ્ત કરવાથી), 2004માં વૈશ્વિક આઈપીઓમાં તે ત્રીજા ક્રમાંકે ઊભી લેખાયેલી હતી.[સંદર્ભ આપો]
  • 2005માં ઈન્ડોનેશિયામાં શ્રેષ્ઠ વિદેશી રોકાણ માટેની બેન્ક તરીકે સીએસને પુરસ્કાર આપવામાં આવ્યો હતો.[સંદર્ભ આપો]
  • ક્રેડિટ સૂઈસ ફર્સ્ટ બોસ્ટન (સીએસએફબી) અને મોર્ગન સ્ટાનલીય 2004 ગૂગલ આઈપીઓના મુખ્ય ટેકાદારો હતાં.[]
  • જૂન 1983માં ફર્સ્ટ બોસ્ટનની સાથે સોલોમોન ભાઈઓ ગીરે મૂકવાના બંધનના સંગોત્ર મૂળ સર્જક શોધક હતા. જંક બોન્ડની સાથે, સીએમઓની ગણના 1980માં સૌથી મહત્તવના નાણાકીય નવોત્પાદોમાંના એક તરીકે થાય છે. આ સલામતીઓ, જે વધુ તો ગીરે મુકવામાં આવેલા ટેકારૂપ સલામતી તરીકે ઓળખાય, જેઓ 2007માં ક્રેડિટ કટોકટી શરૂઆત થવા માટેનું મુખ્ય ઉદ્દીપક હતો, જ્યારે ગીરે મૂકવાના સપાટી પરના આધારભૂત નબળા પડવાની શરૂઆત થઈ હતી. [સંદર્ભ આપો]
  • વોલ માર્ટ સ્ટ્રીટ પર બોન્ડ અને બેન્ક ઋણ માટે કંપનીનો ઊંચો નફો અથવા દબાણ રહિત ટ્રેડિંગ ડેસ્ક સતત શ્રેષ્ઠ જૂથ તરીકે સારા સ્થાન પર રહી છે. ડીએલજેના સંપાદિતકરણમાંથી લીવરેજ્ડ ફાઈનાન્સ વિભાગની ક્ષમતાનો ઉદ્દભવ થયો છે.[સંદર્ભ આપો]
  • ઓસ્ટીન હીલેય ભૂતપૂર્વ અંગ્રીજ રગ્બી યુનિયન ફૂટબોલર, જેણે લીસેસ્ટર ટાઈગર્સ માટે એક ઉપયોગિતાના રૂપમાં ફરી વખત રમ્યો અને ઈગ્લેન્ડનું પ્રતિનિધીત્વ કર્યું હતું અને બ્રિટિશ લાયન્સ હવે ક્રેડિટ સૂઈસ માટે કામ કરે છે.[સંદર્ભ આપો]
  • સર જોહ્ન મેજર, ભૂતપૂર્વ બ્રિટિશ પ્રધાનમંત્રી આ કંપની માટે સલાહકાર તરીકે કાર્ય કરે છે.[સંદર્ભ આપો]
  • ડીએલજે, સીએસએફબી સાથેનું વિલિનીકરણ 2000-2002 સુધી એમ એન્ડ એ લીગમાં અસંખ્ય સોદાઓ તરફ લઈ ગયું.[] ક્યુ3 2007 તરીકે, ક્રેડિટ સૂઈસનો વિશ્વભરમાં એમ એન્ડ એ આરોપિત ફી પૂર્ણ કરવામાં છઠ્ઠો ક્રમાંક, વિશ્વભરમાં એમએન્ડ એની ક્રમાંક મૂલ્ય ઘોષિત કરવામાં સાતમો ક્રમાક અને વર્ષ 2007 માટે વિશ્વભરમાં એમએન્ડએ ક્રમાંક મૂલ્ય પૂર્ણ કરવામાં છઠ્ઠો ક્રમાંક છે. યુએસમાં, એમએન્ડએ આરોપિત ફી પૂર્ણ કરવામાં સીએસ ચોથા ક્રમાંકે, એમએન્ડએ દ્વારા ક્રમાંક મૂલ્ય ઘોષિત કરવામાં સાતમાં ક્રમાંકે અને વર્ષ 2007 માટે એમએન્ડએ દ્વારા ક્રમાંક મૂલ્ય પૂર્ણ કરવામાં સાતમા ક્રમાંકે છે.[]
  • ઓક્ટોબર 2007ની એડિસનમાં વાર્ષિક વૈશ્વિક ઈન્વેસ્ટમેન્ટ બેન્કીગ એવોર્ડ બેન્કર સામાયિકમાં વૈશ્વિક ઈનવેસ્ટમેન્ટ બેન્ક ઓફ ધી યર તરીકે ક્રેડિટ સૂઈસની ઓળખ થઈ હતી.[૧૦] ક્રેડિટ સૂઈસ ત્રણ પ્રતિષ્ઠિત હાઉસ એવોર્ડ પણ જીતી ચૂકી છે, જેમાં શ્રેષ્ઠ લીવરેજ ફાઈનાન્સ હાઉસ[૧૧], શ્રેષ્ઠ હાઈ યીલ્ડ બોન્ડ હાઉસ[૧૨]અને શ્રેષ્ઠ કન્વર્ટિબલ (પરિવર્તનક્ષમ) હાઉસ[૧૩]નો સમાવેશ થાય છે.

મુખ્ય હરિફો

ફેરફાર કરો
  • બેન્ક ઓફ અમેરિકા
  • બારક્લાયસ
  • બીએનપી પારીબાસ
  • સિટીગ્રુપ
  • ડ્યુશ બેન્ક
  • ફીફ્થ થર્ડ બેન્ક
  • ડ્રેસ્ડનેર ક્લૈનવોર્ટ
  • ગોલ્ડમૅન સૅશ
  • એચએસબીસી(HSBC)
  • જેપીમોર્ગેન ચાસે
  • લાઝાર્ડ
  • મેક્યુરી બેન્ક
  • મોર્ગન સ્ટાન્લેય
  • એન એમ રોથસચાઈલ્ડ એન્ડ સનસ
  • સોસાયટી જેનરલ
  • યુબીએસ એજી

નોંધ અને સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ ૧.૨ "Annual Report 2009" (PDF). Credit Suisse. મેળવેલ 2010-03-26.[હંમેશ માટે મૃત કડી]
  2. "ક્રેડિટ સૂઈસ જૂથ સેલ્સ વીન્ટરથૂર ટુ એએક્સએ". મૂળ માંથી 2008-08-12 પર સંગ્રહિત. મેળવેલ 2010-11-30.
  3. "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2005-10-31 પર સંગ્રહિત. મેળવેલ 2010-11-30.
  4. લા ટેમપ્સ ચ (ફ્રેન્ચ)માંથી ડેસ બેન્ક્યુસ સૂઈસ કોન્ટૂરનેન્ટ નંબરસ રીગ્લેસ બ્રેસીલીએન્નેસ [મૃત કડી]
  5. રાઉટર્સ 23 એપ્રિલ 2008માંથી યુબીએસ એન્ડ ક્રેડિટ સૂઈસ બેન્કરસ અરેસ્ટેડ ઈન બ્રાઝિલ ટેક્સ પ્રોબ
  6. પ્રોબ સર્કલસ ગ્લોબ ટુ ફાઈન ડર્ટી મની, કાર્રીક મોલ્લેનકામ્પ, વોલ સ્ટ્રીટ જર્નલ, 2010 ૯ 3
  7. http://investor.google.com/pdf/2004_AnnualReport.pdf
  8. "લીગલ ટેબલસ". મૂળ માંથી 2010-09-14 પર સંગ્રહિત. મેળવેલ 2010-11-30.
  9. થોમસ રાઉટરસ
  10. "પ્રેસ રીલીઝ ઓક્ટોબર 15,2007- ક્રેડિટ સૂઈસ નેમડ ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ બેન્ક ઓફ ધી યર બાય ધી બેન્કર મેગેઝીન". મૂળ માંથી 2012-01-18 પર સંગ્રહિત. મેળવેલ 2010-11-30.
  11. "લીવરેજ્ડ ફાઈનાન્સ હાઉસ ઓફ ધી યર – ક્રેડિટ સૂઈસ – ધી બેન્કર". મૂળ માંથી 2008-10-11 પર સંગ્રહિત. મેળવેલ 2010-11-30.
  12. "હાઈ યીલ્ડ બોન્ડ હાઉસ ઓફ ધી યર- ક્રેડિટ સૂઈસ – ધી બેન્કર". મૂળ માંથી 2008-10-11 પર સંગ્રહિત. મેળવેલ 2010-11-30.
  13. "ક્નવર્ટીબલસ હાઉસ ઓફ ધી યર - ક્રેડિટ સૂઈસ – ધી બેન્કર". મૂળ માંથી 2009-11-28 પર સંગ્રહિત. મેળવેલ 2010-11-30.

બાહ્ય લિન્ક્સ

ફેરફાર કરો

કંપનીની માહિતી

ફેરફાર કરો