ખંડેરાવ માર્કેટ
ખંડેરાવ માર્કેટ વડોદરા શહેર ના પોલોગ્રાઉન્ડ મેદાનથી ન્યાયમંદિર તરફ જતાં વચ્ચે આવતી ઇમારત છે. આ ઇમારત મહારાજા સયાજીરાવ ત્રીજાએ ૧૯૦૭ની સાલમાં બનાવી હતી જેનો એ સમય નો ખર્ચ રુપિયા ૫ લાખ થયો હતો. હાલમા આ ઇમારત ની આસપાસ મોટાપાયે શાકભાજી અને ફળફળાદિ નું જથ્થાબંધ વેચાણ થાય છે તેમજ ઇમારત પરિસર નો ઉપયોગ વડોદરા મહાનગર સેવા સદન દ્વારા કાર્યાલય તરીકે થાય છે. હકીકતમા મહારાજા સયાજીરાવે આ ઇમારત એક સોગાદ તરીકે વડોદરા મહાનગર પાલિકાને તેના રજત જયંતિ પર્વે અર્પણ કરી હતી. આ ઇમારત સામે એક નાનક્ડો બાગ પણ બનાવવામા આવ્યો છે જેમાં મહારાજા સયાજીરાવનુ સફેદ આરસપહાણના પથ્થરથી બનેલ પુતળુ મુકેલ છે.