ખાંદેરી બેટ
ખાંદેરી બેટ (અથવા ખાંદેરી દરિયાઈ ટાપુ) એક કિલ્લા સાથેનો દ્વિપ છે, જે ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના મુખ્ય શહેર મુંબઈ નજીકના અરબી સમુદ્રમાં દરિયાકિનારાથી દક્ષિણ દિશામાં આવેલ છે.
ખાંદેરી કિલ્લો | |
---|---|
खांदेरी | |
રાયગડ જિલ્લો, મહારાષ્ટ્ર | |
અષ્ટકોણીય દીવાદાંડી, ખાંદેરી કિલ્લો | |
અક્ષાંશ-રેખાંશ | 18°42′15″N 72°48′47″E / 18.7042°N 72.8131°E |
પ્રકાર | જળદુર્ગ |
સ્થળ ઈતિહાસ | |
બાંધકામ | 1660 |
બાંધકામ કરનાર | છત્રપતિ શિવાજી |
ભૌગોલિક સ્થાન અને ઇતિહાસ
ફેરફાર કરોખાંદેરી બેટ (સત્તાવાર નામ: કાન્હોજી આંગ્રે ટાપુ) મહારાષ્ટ્રના દરિયાકિનારે આવેલ થાલ તેમ જ કિહિમ ખાતેથી ૫ કિલોમીટર અંતરે અને મુંબઈ થી દક્ષિણ દિશામાં ૨૦ કિલોમીટર જેટલા અંતરે દરિયામાં આવેલ છે. સાથે સાથે તેનો જોડિયા કિલ્લો ઉંદેરી કિલ્લો (જળદુર્ગ) પણ નજીકમાં આવેલ છે. મહારાષ્ટ્રના દરિયાકિનારાના સંરક્ષણની મજબુતાઈ માટે આ બંને દરિયાઈ કિલ્લાઓ પહેલાં શિવાજીના નિયંત્રણ હેઠળ અને પછીના સમયમાં તેમના વિરોધીઓ સિદીઓના હસ્તક રહ્યા હતા.
આ ટાપુ પર બે ઊંચી ટેકરીઓ આવેલ છે, જે ઉત્તર અને દક્ષિણના ભાગ પાડે છે. શરૂઆતના સમયમાં આ ઉંદેરી અને ખાંદેરી ટાપુઓ નિર્જન હતા. વર્ષ ૧૬૭૯માં ખાંદેરી ટાપુ પર શિવાજીના લશ્કર દ્વારા કબજો કરવામાં આવ્યો હતો, જે અહીંથી દરિયાઈ પહેરો ભરતા હતા.[૧] ત્યારબાદ મરાઠા રાજા શિવાજીના શાસન દરમિયાન વર્ષ ૧૬૬૦માં સિદીઓના મુરુડ-જંજિરા કિલ્લા પર દેખરેખ રાખવા ખાંદેરી કિલ્લો બાંધવામાં આવ્યો હતો [૨] આ કિલ્લો શિવાજીના લશ્કર અને સિદીઓના નૌકાદળ વચ્ચેના ઘણા યુદ્ધોનો સાક્ષી રહ્યો છે.[૩] આ બેટ ખાતે બે કુવાઓ આવેલ છે, જે લશ્કર માટે પાણી પુરવઠો પાડતા હતા. આ ઉપરાંત એક મંદિર આવેલ છે, જે વૈતાળ દેવતાને સમર્પિત છે.[૪]
આ કિલ્લો ત્યારબાદ વર્ષ ૧૮૧૮માં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના મુંબઈ ખાતેનાં દળોએ પેશવાઈ પ્રદેશ તરીકે કબજો લીધો હતો.
મોટા ભાગનો કિલ્લો હજુ પણ અકબંધ છે, સાથે સૌથી અગ્ર માળખું અષ્ટકોણીય દીવાદાંડીનું છે, જે અંગ્રેજો દ્વારા વર્ષ ૧૮૬૭ના જૂન મહિનામાં બે માળનું મકાન સહિત બનાવવામાં આવેલ છે.[૫][૬] આ દીવાદાંડી ૨૨ ફુટ ઊંચાઈ ધરાવે છે અને ૧૩ કિલોમીટર અંતર થી જોઈ જોઇ શકાય છે.
હાલમાં આ કિલ્લો એક પ્રતિબંધિત વિસ્તાર છે, કે જે ભારતીય નૌકાદળના અધિકારક્ષેત્ર હેઠળ છે.
વધુમાં, આ કિલ્લા પર કેટલીક જૂની ધાતુની તોપો, એક સ્થાનિક ફકીર દાઉદ પીરની કબર,[૭] અને એક સંગીતમય પથ્થર કે કે જેના પર આઘાત કરતાં સંગીતમય અવાજો બહાર નીકળે છે.[૮] અહીંથી એક ગુપ્ત માર્ગ અલીબાગ ખાતેના કુલાબા કિલ્લા પર જવા માટે છે.
વર્ષ ૧૯૯૮માં ખાંદેરી બેટને મરાઠા સરદાર કાન્હોજી આંગ્રેના સન્માનમાં કાન્હોજી આંગ્રે ટાપુ નામ આપવામાં આવ્યું હતું.
વર્ષ ૨૦૧૩ના સપ્ટેમ્બર મહિનામાં ભારતીય પ્રવાસન મંત્રાલય અને વહાણવટા મંત્રાલય દ્વારા ખાંદેરી બેટ અને તેના પરના અષ્ટકોણ દિવાદાંડી (પ્રકાશ ઘર)ને પ્રવાસન સ્થળ તરીકેના વિકાસ માટે યોજના બનાવવામાં આવેલ છે.[૯]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Khond, Vishal. "Trek to Khanderi". Trek Mates India. મૂળ માંથી 10 નવેમ્બર 2013 પર સંગ્રહિત. મેળવેલ 10 નવેમ્બર 2013.
- ↑ "Friends of Forts". મૂળ માંથી 2009-04-05 પર સંગ્રહિત. મેળવેલ 2009-02-01.
- ↑ Sarkar, Jadunath (2010). Shivaji and his times. Mumbai: Orient Blackswan. પૃષ્ઠ 215. ISBN 8125040269.
- ↑ Rau, Ratnakar (1997). Govind, Shivaji's warrior. Hyderabad: Orient Longman Limited. પૃષ્ઠ 104. ISBN 8125007741.
- ↑ Gazetteer. Govt. Central Press. 1883. પૃષ્ઠ 324–327. મેળવેલ 2009-03-19.
- ↑ Hoiberg, Dale; Indu Ramchandani (2000). Students' Britannica India. Popular Prakashan. પૃષ્ઠ 401–2. ISBN 0-85229-762-9. મેળવેલ 2009-03-17.
- ↑ "Twin trek to Fort Khanderi". Trek Mates India. મૂળ માંથી 10 નવેમ્બર 2013 પર સંગ્રહિત. મેળવેલ 10 નવેમ્બર 2013.
- ↑ Rajendra, Mahajan. "Musical stone at Khanderi Fort". Video - You Tube. મેળવેલ 10 November 2013.
- ↑ Sanganee, Hemant (28 September 2013). "Welcome to the Kanhoji Island Light House". Dumkhum. મૂળ માંથી 10 November 2013 પર સંગ્રહિત. મેળવેલ 10 November 2013.