ખીચીયું અથવા ખીચું એટલે ખીચીયા પાપડ બનાવવા માટેનો લોટ. આ એક ચોખાના લોટ માંથી બનતો પદાર્થ છે. જો કે આ એક લોટ છે પણ તેના સ્વાદીષ્ટ સ્વાદને કારણે તેને નાસ્તા તરીકે ખવાય છે. ચોમસામાં આ ગરમા ગરમ ખીચીયું ખાવામાં મજા આવે છે.

ખીચીયું
ખીચીયું

સામગ્રી

ફેરફાર કરો

ચોખાનો લોટ, ખારો, મીઠું , સફેદ મરચું, જીરું.

  • તપેલીમાં પાણી લો.
  • તેમાં જીરું અને ખારો ઉમેરી ઉકાળો.
  • પાણી ઉકળે એટલે તેમાં ચોખાનો લોટ મીઠું સફેદ મરચાનો પાવડર ઉમેરો.
  • આ મિશ્રણને વરાળમાં બાફો.
  • આને કાચા શિંગ તેલ સાથે ચોળી ખાવ.
  • લાલ મરચું ઉપરથી ઉમેરી ખાઈ શકાય.