ખૂલ્લો હાથ સ્મારક ચંડીગઢ, ભારતમાં આવેલું સાંકેતિક સ્મારક છે, જે સ્થપતિ લિ કોર્બુઝિયર દ્વારા બનાવવામાં આવ્યું છે. આ સ્મારક ચંડીગઢ સરકારનું પ્રતિક છે જે "શાંતિ, સમૃદ્ધિ, અને એકતા આપવા અને સ્વિકારવા માટેનો હાથ" દર્શાવે છે.[૧] આ શિલ્પ લિ કોર્બુઝિયરના આવાં ઘણાં ખૂલ્લા હાથનું પ્રતિક ધરાવતા શિલ્પોમાંનું સૌથી મોટું છે.[૨] તે ૨૬ મીટર (૮૫ ફીટ) ઊંચું છે. સ્મારકની કુલ ઉંચાઇ ૧૪ મીટર  (૪૬ ફીટ) છે અને કુલ વજન ૫૦ ટન છે. આ સ્મારક પવન સાથે ફરી શકે તેવું બનાવવામાં આવ્યું છે.[૩][૪][૫]

ખૂલ્લો હાથ સ્મારક
ખૂલ્લો હાથ સ્મારક (ઓપન હેન્ડ મોન્યુમેન્ટ), ચંડીગઢ, ભારત
કળાકારલી કોર્બુઝિયર
વર્ષ1964 (1964)
પરિમાણો26 m (85 ft)
સ્થાનચંડીગઢ
અક્ષાંસ-રેખાંશ30°45′32″N 76°48′26″E / 30.758974°N 76.807348°E / 30.758974; 76.807348

પ્રતિક ફેરફાર કરો

ખૂલ્લો હાથ (La Main Ouverte) ચંડીગઢમાં લિ કોર્બુઝિયરના સ્થાપત્યોમાં વારંવાર દેખાતું પ્રતિક છે, જે શાંતિ અને સમાધાન સૂચવે છે. તે મુક્ત રીતે આપવાનું અને સ્વિકારવાનું પ્રતિક છે. લિ કોર્બુઝિયરે જણાવ્યું હતું કે આ વિચાર "બીજા યંત્ર યુગ"નો વિચાર છે.[૨]

સ્થાન ફેરફાર કરો

આ સ્મારક ચંડીગઢમાં સેક્ટર ૧માં આવેલું છે. તેની પાછળ શિવાલિક પર્વતમાળા આવેલી છે, જે હિમાલયનો ભાગ છે.[૫][૬]

આ સ્થળ અન્ય સ્થળો સાથે માર્ગ, રેલ અને હવાઇ સેવાઓ વડે જોડાયેલ છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ ૨૨ અને રાષ્ટ્રીય ધોરી માર્ગ ૨૧ શહેરમાંથી પસાર થાય છે.

લાક્ષણિકતાઓ ફેરફાર કરો

આ શિલ્પ ૨૬ મીટર (૮૫ ફીટ) ઉંચું છે જે ૧૨.૫ x ૯ મીટરની ખાડી પર સ્થિત છે.[૭] પવનથી ફરી શકતો ભાગ ૧૪ મીટર ઉંચાઇનો છે અને ૫૦ ટન વજન ધરાવે છે, જે એક ઉડતા પક્ષી જેવું દ્રશ્ય ઉભું કરે છે.[૮] આ શિલ્પને ભાખરા નાંગલ મેનેજમેન્ટની કાર્યશાળામાં બનાવવામાં આવ્યું હતું. તેની સપાટી સ્ટીલ વડે ચકિત કરવામાં આવી છે અને પવનથી ફરી શકે માટે બોલ-બેરિંગનો ઉપયોગ કરાયો છે.[૭]

સંદર્ભ ફેરફાર કરો

  1. Betts & McCulloch 2014, p. 61-62.
  2. ૨.૦ ૨.૧ Shipman 2014, p. ૭.
  3. Betts & McCulloch 2014, p. ૬૧-૬૨.
  4. Jarzombek & Prakash 2011, p. ૧૯૩૧.
  5. ૫.૦ ૫.૧ "Capitol Complex". Tourism Department Government of Chandigarh.
  6. Sharma 2010, p. 132.
  7. ૭.૦ ૭.૧ Sharma 2010, p. ૧૩૨.
  8. Betts & McCulloch 2014, p. ૬૧.

ગ્રંથસૂચિ ફેરફાર કરો