ગર્ગ સંહિતા
ગર્ગ સંહિતા એ ગર્ગ મુનિએ રચેલું પુસ્તક છે જેમાં મુખ્યત્વે કૃષ્ણના જીવનનું વર્ણન છે. આ ગર્ગ સંહિતા, અને જ્યોતિષવિદ્યાનો નિરૂપણ ગ્રંથ, કે જેનું નામ પણ ગર્ગ સંહિતા છે, તે બંને અલગ-અલગ છે. જ્યોતિષવિદ્યાવાળી ગર્ગ સંહિતામાંથી ફક્ત અમુક જ શ્લોકો હાલમાં પ્રાપ્ય છે, પરંતુ આ ગર્ગ સંહિતા અકબંધ છે.
ગર્ગ સંહિતા વિવિધ "ખંડો"માં વહેંચાયેલી છે, જે નીચે મુજબ છે:
- ગોલોક ખંડ
- વૃંદાવન ખંડ
- ગિરિરાજ ખંડ
- માધુર્ય ખંડ
- મથુરા ખંડ
- દ્વારકા ખંડ
- વિશ્વજીત ખંડ
- બલભદ્ર ખંડ
- વિજ્ઞાન ખંડ
- અશ્વમેધ ખંડ
યુગ પુરાણનાં બે અધ્યાયો પણ આ ગર્ગ સંહિતાનો જ ભાગ છે.