ગાંધારપુલે ગુફાઓ (અંગ્રેજી: Gandharpale Caves) ૩૦ જેટલી બૌદ્ધ ગુફાઓ છે, જે મુંબઈ થી દક્ષિણ દિશામાં ૧૦૫ કિ. મી. જેટલા અંતરે મુંબઇ-ગોવા હાઇવે પર આવેલ મહાડ નજીક આવેલ છે.[] આ ગુફાઓ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં-૧૭ નજીક આવેલ હોવાને કારણે સડક માર્ગ દ્વારા સારી રીતે જોડાયેલ છે.

મહત્વપૂર્ણ ગુફાઓ:[]

  • ગુફા ૧ - ૫૩ ફૂટ લાંબો અને ૮ ફૂટ પહોળો વરંડો ઓટલા સામે છે. ગુફામાં બુદ્ધ, ચક્ર અને હરણની શિલ્પ છબીઓ છે.
  • ગુફા ૮ - અહીં ઊંચો સ્તૂપ (dogoba) છે. 
  • ગુફા ૧૫ - સ્તૂપ છે.
  • ગુફા ૨૧ - બેઠેલા બુદ્ધ સાધનો સાથે.

અહીંનો શિલાલેખ શ્રાવકો દ્વારા દાન મળ્યાનું દર્શાવે છે. આ ગુફાઓ બૌદ્ધ સંઘને આપવામાં આવી હતી.[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ ૧.૨ Ahir, D. C. (૨૦૦૩). Buddhist sites and shrines in India : history, art, and architecture (1. આવૃત્તિ). Delhi: Sri Satguru Publ. પૃષ્ઠ ૧૯૮. ISBN 8170307740.