ગાંધી જયંતી
ભારતના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી કે જેઓ બાપુ અથવા મહાત્મા ગાંધી નામથી પણ ઓળખાય છે, તેમનો જન્મ દિવસ દર વર્ષની ૨જી ઓક્ટોબરના દિવસે ગાંધી જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. વસ્તુત: ગાંધીજી સમગ્ર વિશ્વમાં તેમની અહિંસક ચળવળ માટે ઓળખાય છે અને આ દિવસ એમને માટે વૈશ્વિક સ્તરે આદર-સન્માન વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે.[૧][૨]
ગાંધી જયંતિ | |
---|---|
ઉજવવામાં આવે છે | ![]() |
મહત્વ | મહાત્મા ગાંધીના ભારતીય સ્વતંત્રતામાં યોગદાન માટે |
તારીખ | ૨ ઓક્ટોબર |
સંબંધિત | વિશ્વ અહિંસા દિવસ |

ગાંધી જયંતિ નિમિત્તે મહાત્મા ગાંધીની સમાધિ પર નમન કરતા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી
આ પણ જુઓફેરફાર કરો
- રેંટિયા બારસ, ગાંધીજીનો ગુજરાતી પંચાંગ પ્રમાણે જન્મદિવસ