ગામગુલ સિયાબેહી વન્યજીવન અભયારણ્ય

ગામગુલ સિયાબેહી વન્યજીવન અભયારણ્ય ભારત દેશના હિમાચલ પ્રદેશ રાજ્યના ચંબા જિલ્લાના સાલૂની તાલુકામાં આવેલ ભંડાલ ખીણ-પ્રદેશમાં ઉચ્ચપ્રદેશમાં આવેલ છે. જમ્મુ અને કાશ્મીર રાજ્ય સાથે આ અભયારણ્યનો ઉત્તરી છેડો સંલગ્ન છે. એવું કહેવાયું છે કે આ હિમાચલ પ્રદેશ રાજ્યમાં સ્થિત એકમાત્ર એવું અભયારણ્ય છે કે જ્યાં કાશ્મીરી હરણ જોવા મળે છે.

ગામગુલ સિયાબેહી વન્યજીવન અભયારણ્ય
આઈ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર)
Map showing the location of ગામગુલ સિયાબેહી વન્યજીવન અભયારણ્ય
Map showing the location of ગામગુલ સિયાબેહી વન્યજીવન અભયારણ્ય
હિમાચલ પ્રદેશમાં સ્થાન
સ્થળચંબા જિલ્લોહિમાચલ પ્રદેશભારત
અક્ષાંશ-રેખાંશ32°50′49″N 76°04′05″E / 32.847°N 76.068°E / 32.847; 76.068[]
વિસ્તાર109 km2 (42 sq mi)
સ્થાપના૧૯૬૨

આ અભયારણ્ય ખાતે નાની સંખ્યામાં કસ્તુરી હરણ, હિમાલયન બકરી અને હિમાલયન તેતર વસવાટ કરે છે. આ વિસ્તારમાં રંગબેરંગી પક્ષીઓ પણ જોઈ શકાય છે. આ અભયારણ્યનો વિસ્તાર ખાતે ઉચ્ચપ્રદેશ વિસ્તારની વિવિધ અલભ્ય વનસ્પતિઓ અને દેવદારના જંગલો, શંકુદ્રુમ જંગલો અને આલ્પાઇન ગોચર વડે રમણીય દૃશ્યો ઊભાં કરે છે.

સંદર્ભો

ફેરફાર કરો
  1. "Gamgul Siahbehi Sanctuary". protectedplanet.net. મૂળ માંથી 2012-09-30 પર સંગ્રહિત. મેળવેલ 2018-07-03.