અનુષ્ઠાન એટલે, અનુ: સ્થાન = અનુષ્ઠાન અર્થાત્ આગળનું સ્થાન. સાધકનું પ્રગતિનું આગલું ચરણ એટલે અનુષ્ઠાન. સાધકનો આર્તનાદ એટલે અનુષ્ઠાન. જેમ મા -મા કરતું બાળક જ્યારે કોઈ મુશ્કેલીમાં મુકાય તો ‘ઓ..મા’ એવી બૂમ પાડે છે અને માતા બધું કામ મૂકી બાળક પાસે દોડી આવે છે. આ જ છે અનુષ્ઠાન-અર્થાત્ સાધકનો પોકાર જે સાંભળી જગદંબા દોડી આવે છે.


તેના પ્રકાર મુખ્ય ત્રણ છે;

  • (૧) નવ દિવસમાં પૂરું થતું ૨૪,૦૦૦ મંત્રનું લઘુ અનુષ્ઠાન.
  • (૨) ૪૧ દિવસમાં પૂરું થતું સવાલક્ષ જપનું અનુષ્ઠાન.

તથા

  • (૩) એક વર્ષમાં પૂરું થતું ૨૪ લાખ જપનું મહાઅનુષ્ઠાન-પુરશ્ચરણ.

તેનાથી ફળ મળે કે વેદ ભગવાનનાં વચન‘લ્ઠêઠષ થદષ રબશ્ફષ રુફથષઠષ ’મુજબ ગાયત્રીસાધક માટે કશું જ અપ્રાપ્ય રહેતું નથી. જગદંબા સાધકને બ્રાહ્મણત્વ, આયુષ્ય, પ્રાણશકિત, સંતતિ, ભૌતિક સંપત્તિ, કીર્તિ, લક્ષ્મી આપી, આત્મબળ સંપન્ન કરી અંતમાં બ્રહ્મલોકમાં લઈ જાય છે.