ગુજરાતીલૅક્સિકન.કોમ એ ગુજરાતી (તેમજ અન્ય ભાષાના) શબ્દોનો ભંડોળ ધરાવતી વેબસાઇટ છે. આ વેબસાઇટની રજૂઆત ૧૩ જાન્યુઆરી, ૨૦૦૬ના રોજ થઈ હતી. આ વેબસાઇટ ઓનલાઇન અને ઓફલાઇન શબ્દકોશ અને સ્પેલચેકર (જોડણી તપાસ) વાપરવાની સુવિધા પૂરી પાડે છે. આ વેબસાઇટના સ્થાપક રતિલાલ ચંદરયા હતા.

ગુજરાતીલૅક્સિકન.કોમ
પ્રાપ્ત છેઅંગ્રેજી, ગુજરાતી
માલિકઅર્નિઓનટેકનોલોજીસ.કોમ
બનાવનારરતિલાલ ચંદરયા
વેબસાઇટwww.gujaratilexicon.com
એલેક્સા ક્રમાંકnegative increase ૧૨૭૧૬૨ (એપ્રિલ ૨૦૧૯)[]
વ્યવસાયિક?હા
નોંધણીનોંધણી જરૂરી નથી પણ અન્ય સગવડોનો લાભ લેવા જરૂરી.
શરૂઆત૧૩ જાન્યુઆરી, ૨૦૦૬
હાલની સ્થિતિસક્રિય

ગુજરાતીલેક્સિકન સોફ્ટવેર વિન્ડોઝ અને મેકિન્ટોશ પ્લેટફોર્મ માટે પ્રાપ્ત છે.

ગુજરાતીલૅક્સિકોન.કોમ વેબસાઇટમાં નીચેનાં વિભાગોનો સમાવેશ કરવામાં આવેલ છે.

  • ગુજરાતી-ગુજરાતી શબ્દકોશ
  • ગુજરાતી-અંગ્રેજી શબ્દકોશ
  • અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ
  • હિન્દી-ગુજરાતી શબ્દકોશ
  • મરાઠી-ગુજરાતી શબ્દકોશ
  • ગુજરાતી થિસોરસ
  • ગુજરાતી રૂઢિપ્રયોગો
  • ગુજરાતી વિરુદ્ધાર્થી શબ્દો
  • ગુજરાતી-ગુજરાતી કહેવતો
  • ગુજરાતી-અંગ્રેજી કહેવતો
  • અંગ્રેજી-ગુજરાતી કહેવતો
  • શબ્દ સમૂહ માટે એક શબ્દ
  • ગુજરાતી સાહિત્ય
  • ગુજરાતી શબ્દ રમત (ક્વીઝ)
  • ક્રોસવર્ડ
  • ઉખાણાં - સામાન્ય જ્ઞાનનાં પ્રશ્નો - હેન્ગ મંકી- મેચ વર્ડ - જમ્બલ ફમ્બલ અને બીજી અન્ય રમત
  • ડાઉનલોડ વિભાગ
  • સરસ સ્પેલચેકર
  • ગુજરાતીલેક્સિકનની ફેસબુક એપ્લિકેશન
  • અગત્યના પૌરાણિક પાત્રોના નામ, પક્ષીઓના નામ, છંદ, વનસ્પતિના નામ
  • હોમિયોપેથી શબ્દકોશ[]

ગુજરાતીલેક્સિકન વેબસાઇટના વિવિધ વિભાગો હવે મોબાઇલ પર એન્ડ્રોઇડ, આઇફોન, બ્લેકબેરી અને વિન્ડોઝ પ્લેટફોર્મ માટે ઉપલબ્ધ છે.

પોપ અપ ડિક્શનરી

ફેરફાર કરો

આઇ.આઇ.એમ. અમદાવાદ ખાતે આયોજિત ‘ઍપ ફેસ્ટ ૨૦૧૩’માં ગુજરાતીલેક્સિકનની 'પોપઅપ ડિક્શનરી ઍપ્લિકેશન'ને દ્વિતીય પારિતોષિક મળ્યું હતું.[સંદર્ભ આપો] એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર કાર્યરત આ ગુજરાતીલેક્સિકનની ઑફલાઇન અને ઓનલાઇન ઍપ્લિકેશન છે.

  • ૧૮ જુલાઈ, ૨૦૧૪ - ગુજરાતીલેક્સિકન.કોમની નવી આવૃત્તિની રજૂઆત
  • ૧૦ જાન્યુઆરી, ૨૦૦૯ - ગુજરાતીલેક્સિકન.કોમની ચોથી આવૃત્તિ જાહેર.
  • ૧ ઓક્ટોબર, ૨૦૦૮ - ગુજરાતીલેક્સિકન.કોમની ત્રીજી આવૃત્તિ જાહેર.
  • ૨૦ ડિસેમ્બર, ૨૦૦૭ - ગુજરાતીલેક્સિકન-સાર્થ સ્પેલચેકરનું લોકાર્પણ સાહિત્ય પરિષદ, ગાંધીનગર ખાતે.
  • ડિસેમ્બર, ૨૦૦૬ - ગુજરાતીલેક્સિકનની બીજી આવૃત્તિ જાહેરમાં.
  • ૧૩ જાન્યુઆરી, ૨૦૦૬ - ગુજરાતીલેક્સિકન.કોમનું જાહેર લોકાર્પણ, મુંબઈ ખાતે.
  • ઓગસ્ટ ૨૦૦પ - ગુજરાતીલેક્સિકન.કોમ (બીટા)ની શરૂઆત

બાહ્ય કડીઓ

ફેરફાર કરો
  1. "gujaratilexicon.com Site Info". એલેક્સા ઇન્ટરનેટ. મૂળ માંથી 2016-03-06 પર સંગ્રહિત. મેળવેલ ૩ એપ્રિલ ૨૦૧૯.
  2. "Now, a Gujarati lexicon for homeopathy medical terms". ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૬. મેળવેલ ૨૭ મે ૨૦૧૬.