ગુરુત્વાકર્ષણ

(ગુરૂત્વાકર્ષણ થી અહીં વાળેલું)

ગુરુત્વાકર્ષણ કુદરતી પરિબળ છે, દળ ધરાવતા કોઇપણ પદાર્થો એક્બીજાને આકર્ષે છે. ગુરુત્વાકર્ષણ કોઇપણ પદાર્થના વજન પર અસર કરે છે (વજન = દળ x ગુરુત્વાકર્ષણ બળ). તે દળના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્તપ્રમાણમાં છે. ગુરુત્વાકર્ષણ બળ વિષે સૌ પ્રથમ જાણ સર આઇઝેક ન્યુટને કરી હતી. ન્યુટને ગુરુત્વાકર્ષણના ત્રણ નિયમો આપ્યાં છે, જેમાં પહેલો નિયમ ગુરુત્વાકર્ષણની વ્યાખ્યા અને બીજો નિયમ ગુરુત્વાકર્ષણનુ મુલ્ય આપે છે. ડો. આઇનસ્ટાઇને ગુરુત્વાકર્ષણને અવકાશી રબ્બરિયા ચાદરમાં પડેલા ગોબા દ્વારા રચાયેલી ભુમિતિને જવાબદાર બનાવી હતી.

ગુરુત્વાકર્ષણને લીધે, ગ્રહો સૂર્યની આસપાસ પરિભ્રમણ કરી શકે છે અને આ જ તેમને નિયંત્રણમાં રાખે છે.

ગુરુત્વાકર્ષણ બળ વગર જીવન શક્ય નથી. ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીને વાતાવરણનાં બંધારણમાં મહત્વનો ભાગ ભજવે છે. ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી તેમજ બીજા અવકાશી ગ્રહોને એક બીજા સાથેથી દૂર કે નજીક થવા દેતુ નથી. ગુરુત્વાકર્ષણ નો ત્રીજો નિયમ બળનું મૂલ્ય આપે છે.