ગૅરી કિર્સ્ટન
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
ગૅરી કિર્સ્ટન (જન્મ 23 નવેમ્બર 1967ના રોજ કેપ ટાઉનમાં) એ દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર, અને ભારતીય ક્રિકેટ ટીમના હાલના કોચ છે. તેઓ દક્ષિણ આફ્રિકા તરફથી 1993 અને 2004ના સમયગાળામાં મુખ્યત્વે પ્રારંભિક બેટ્સમેન તરીકે 101 ટેસ્ટ મેચ અને 185 એક-દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા હતા. તેમના સાવકા ભાઈ પીટર પણ વેસ્ટર્ન પ્રાંત માટે પ્રાંતીય ક્રિકેટ રમ્યા હતા, અને તે પછી પાછળથી તેઓ દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ માટે રમ્યા, જેમાં 1992માં ક્રિકેટ વિશ્વ કપની હાઇલાઇટનો સમાવેશ થાય છે.
અંગત માહિતી | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
પુરું નામ | Gary Kirsten | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
બેટિંગ શૈલી | Left-handed | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
બોલીંગ શૈલી | Right arm off break | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
સંબંધો | Paul Kirsten (brother) Peter Kirsten (half-brother) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
આંતરરાષ્ટ્રીય માહિતી | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
રાષ્ટ્રીય ટીમ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ટેસ્ટ પ્રવેશ (cap 257) | 26 December 1993 v Australia | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
છેલ્લી ટેસ્ટ | 30 March 2004 v New Zealand | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ODI debut (cap 28) | 14 December 1993 v Australia | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
છેલ્લી એકદિવસીય | 3 March 2003 v Sri Lanka | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
સ્થાનિક ટીમ માહિતી | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
વર્ષ | ટીમ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1987–2004 | Western Province | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
કારકિર્દી આંકડાઓ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Source: Cricinfo, 28 December 2009 |
કિર્સ્ટને 1993માં મેલબોર્ન ખાતે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં પદાર્પણ કર્યું હતું. ન્યૂ ઝીલેન્ડ માટે 76 રનની મેચ-વિનીંગ અંતિમ ઇનીંગ રમ્યા બાદ તેઓ 2004માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયા હતા. સમાન દેશ સામે જ 100 ટેસ્ટ મેચ રમનારા પ્રથમ પ્રોટિયા(Protea) બનીને તેમણે ઇતિહાસ રચ્યો હતો.
વર્ષો જતાં, તેમણે ટેસ્ટ ક્રિકેટ અને એક-દિવસીય ક્રિકેટ બંનેમાં મજબૂત બેટ્સમેન તરીકેની નામના પ્રાપ્ત કરી હતી. જરૂર પડે તેઓ ઇનિંગના વેગમાં વધારો કરી શકતા, પરંતુ સામાન્ય રીતે તેઓ મુખ્યત્વે સ્ટીવ વો અને જસ્ટીન લેન્ગર જેવા બેટ્સમેનોની જેમ ખરાબ બોલની રાહ જોતા. તેઓ એક ભરોસાપાત્ર ફિલ્ડર પણ હતા.
કિર્સ્ટન ટેસ્ટ કારકિર્દીમાં દક્ષિણ આફ્રિકા તરફથી સૌથી વધુ રન અને શતકો બનાવનાર ખેલાડી હતા. પાછળથી જેક્સ કાલિસ આ બંને સિમાચિહ્નોને પાર કરી ગયો હતો. ટેસ્ટ રમતાં અન્ય પ્રત્યેક 9 રાષ્ટ્ર સામે સદી ફટકારનારા તેઓ પ્રથમ બેટ્સમેન હતા. કિંગ્ઝમીડ ખાતે દક્ષિણ આફ્રિકાનું ફોલો-ઓન થતા તેમણે ઇંગ્લેન્ડ સામે સાડા ચૌદ કલાકથી વધુ લાંબી ઇનીંગ રમીને તેમણે 275 રન બનાવ્યા હતા, જેને હજુ પણ ટેસ્ટ ઇતિહાસની બીજા ક્રમની સૌથી લાંબી ઇનીંગ (સમયની દ્રષ્ટિએ) મનાય છે.[૧] 2003માં ઇંગ્લેન્ડ સામે 277 રન બનાવીને ગ્રીમ સ્મિથે આ સર્વોચ્ચ સ્કોરને વટાવી દીધો હતો. તેઓ હજુ પણ દક્ષિણ આફ્રિકા તરફથી આંતરરાષ્ટ્રીય એક-દિવસીય(વન-ડે)માં સર્વોચ્ચ ઇનીંગનો વિક્રમ ધરાવે છે; 1996ના વિશ્વ કપ દરમિયાન સંયુક્ત આરબ અમીરાત સામેની 188 રનની અણનમ ઇનીંગ એક-દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટની ચોથા ક્રમની સર્વોચ્ચ ઇનીંગ છે.
ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના કોચ તરીકે
ફેરફાર કરોનિવૃત્તિ બાદ, કિર્સ્ટને કેપ ટાઉનમાં પોતાની ક્રિકેટ એકેડેમીનું આયોજન કર્યું.[૨] નવેમ્બર 2007માં, ભારતીય કોચના ખાલી પડેલા સ્થાન માટે કિસ્ટર્ન ઉમેદવાર હોવાનું બહાર આવ્યું હતું.[૩] બીસીસીઆઇ(BCCI)એ આ પદ માટે બે વર્ષના કરારની ઓફર કરી હતી અને ભારતના ખેલાડીઓ તરફથી તેમને પૂરતો સહકાર મળશે કે નહીં તેવી ચિંતાઓ[૪] વ્યક્ત કરી હોવા છતાં તેમણે 4 ડિસેમ્બરથી તેઓ આ કામગીરી સંભાળશે તેવી જાહેરાત કરી હતી.[૫]
તેમણે 1 માર્ચ, 2008થી સત્તાવાર રીતે કોચ તરીકે કામગીરી શરૂ કરી. જો કે, તેઓ અગાઉ ટેસ્ટ શ્રેણી દરમિયાન ભારત સાથે ઓસ્ટ્રેલિયા ગયા હતા. કોચ તરીકેની તેમની પ્રથમ પૂર્ણ શ્રેણી તેમના પોતાના દેશ દક્ષિણ આફ્રિકા સામે હતી, જે 1-1થી ડ્રો થઇ હતી. તેમની તાલીમ હેઠળ ભારતીય ટીમ કિટપ્લાય કપ અને 2008 એશિયા કપની ફાઇનલમાં પહોંચી હતી (ભારત બંને ફાઇનલ મેચ હાર્યું હતું). ભારતના કોચ તરીકેની અવધિ દરમિયાન, ભારતની ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામેની ઘરઆંગણે રમાયેલી શ્રેણી 2-0થી જીતી હતી. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી મેળવી લીધા બાદ, તેમણે ભારતને શ્રીલંકા સામે શ્રીલંકામાં જ પ્રથમ દ્વિપક્ષીય શ્રેણી અને ન્યૂઝીલેન્ડમાં ન્યૂઝીલેન્ડ સામે જ 40 વર્ષ બાદ પ્રથમ એક-દિવસીય આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં જીત મેળવવામાં મદદ કરી હતી. ભારતે 14 સપ્ટેમ્બર, 2009ના રોજ શ્રીલંકાને ફાઇનલમાં 46 રને હરાવીને કોમ્પેક કપ પણ જીત્યો હતો. પોતે એક ઉચ્ચ કક્ષાના કુશળ બેટ્સમેન હોવાથી, તેઓ બેટિંગના દેખાવમાં નોંધપાત્ર ધોરણે સુધારો લાવ્યા હતા, જે મોટા ભાગે યુવાન ખેલાડીઓમાં જુસ્સો સ્થાપિત કરવાની તેમની ક્ષમતા સાથે સંબંધિત હતો.
ખેલાડીઓના તકનીકોમાં સુધારો, તેમને ઉત્સાહ આપવો, મેદાનમાં ઉપયોગી યુક્તિઓ અંગે ચર્ચા જેવી બાબતો માટે બધા જ ખેલાડીઓ ગૅરી કિર્સ્ટનની પ્રશંસા કરતા હતા. થોડા મહિનામાં જ તેનું પરિણામ જોઇ શકાતું હતું. બધા જ ખેલાડીઓના દેખાવમાં જોવા મળતા દેખીતા સુધારા પાછળ તેમની ચાવીરૂપ ભૂમિકાને મુખ્ય મનાય છે. વર્ષ 2010માં, ભારતના દક્ષિણ આફ્રિકાના પ્રવાસની શરૂઆત પૂર્વે, ભારતના કેપ્ટન એમ.એસ. ધોનીએ તેમને "ભારતીય ક્રિકેટ સાથે બનેલી સૌથી સારી ઘટના" તરીકે વર્ણવ્યા હતા.
વિશ્વ કપ અને ભારતના કોચ પદેથી વિદાય (2011)
ફેરફાર કરોદક્ષિણ આફ્રિકાના પ્રવાસ બાદ, જેમાં ભારત 3-2થી હારી ગયું હતું, કિર્સ્ટને એવી જાહેરાત કરી કે તેઓ કૌટુંબિક જવાબદારીને કારણે બીસીસીઆઇ (BCCI) સાથેનો કરાર રિન્યૂ નહીં કરે કેમકે તેઓ તેમના બે મોટા થઇ રહેલા પુત્રો, જોશુઆ અને જેમ્સ, તથા પત્ની સાથે સમય વ્યતીત કરવા માગે છે અને તેઓ ત્રણ વર્ષ જેવા લાંબા સમયથી ઘરથી દૂર છે, કિર્સ્ટનનો કરાર વિશ્વ કપ બાદ તરત જ પૂર્ણ થતો હોવાથી વિશ્વ કપ ભારતની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના કોચ તરીકે તેમનું અંતિમ કાર્ય હોવાનું મનાય છે. આ જાહેરાત બાદ તરત જ કિર્સ્ટન દક્ષિણ આફ્રિકાના કોચ તરીકે જોડાશે તેવી ખબર આવી હતી, કેમ કે દક્ષિણ આફ્રિકાના કોચ કોરિ વેન ઝીલે પણ વિશ્વ કપ બાદ તેમનો કરાર પૂર્ણ થઇ રહ્યો હોવાની જાહેરાત કરી હતી. [૬]
ધંધાકીય રસ
ફેરફાર કરો2007માં, કિર્સ્ટન પર્ફોર્મન્સ ઝોન (Performance Zone) નામની કંપનીની રચના માટે પેડી ઉપ્ટન અને ડેલ વિલિયમ્સ સાથે જોડાયા હતા.[૭] ખેલાડીઓ અને ટીમ સાથે ઉદ્યોગ અને રમતમાં કામ કરીને તેમના ગ્રાહકોની શ્રેષ્ઠ કામગીરીને બહાર લાવવા પર કંપની ધ્યાન કેન્દ્રિત કરે છે. જ્યારે કિર્સ્ટન ભારતના કોચ અને ઉપ્ટન ભારતના માનસિક અનુકૂલન કોચ (મેન્ટલ કન્ડિશનીંગ કોચ) તરીકે બે વર્ષ માટે જોડાયા ત્યારે તેમણે કારોબાર ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો. કિર્સ્ટને ભારતના કોચ તરીકેની કામગીરી સંભાળી ત્યાર બાદના પ્રથમ પ્રોજેક્ટ તરીકે તેમણે garykirsten.comનું[૮] સર્જન કર્યું જે ભારતીય ક્રિકેટના ચાહકો માટે સમર્પિત વેબસાઇટ છે.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "Cricinfo". Cricinfo. મેળવેલ 2010-12-20.
- ↑ "Kirsten keen on mental skills coach". Cricket.indiatimes.com. મેળવેલ 2010-12-20.
- ↑ "Gary Kirsten Lined Up As New India Coach". Cricketworld.com. 2007-11-27. મૂળ માંથી 2009-03-14 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-20.
- ↑ "Kirsten Seeks Assurances Before Taking Over India Job". Cricketworld.com. 2007-12-03. મૂળ માંથી 2009-03-14 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-20.
- ↑ "Kirsten Signs Two-Year Deal To Coach India". Cricketworld.com. 2007-12-04. મૂળ માંથી 2009-03-14 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-20.
- ↑ http://www.espncricinfo.com/india/content/current/story/497999.html
- ↑ "Performance Zone web site". Performancezone.co.za. મૂળ માંથી 2018-08-13 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-20.
- ↑ "Official web site of Gary Kirsten". Garykirsten.com. મેળવેલ 2010-12-20.
ઢાંચો:South Africa Squad 1996 Cricket World Cup ઢાંચો:South Africa Squad 1999 Cricket World Cup ઢાંચો:South Africa Squad 2003 Cricket World Cup ઢાંચો:India Squad 2009 ICC World Twenty20 ઢાંચો:India Squad 2010 Cricket World Twenty20 ઢાંચો:India Squad 2011 Cricket World Cup
વ્યક્તિગત માહિતી | |
---|---|
નામ | |
અન્ય નામો | |
ટુંકમાં વર્ણન | |
જન્મ | |
જન્મ સ્થળ | |
મૃત્યુ | |
મૃત્યુ સ્થળ |