ગેઝર કેલેન્ડર
ગેઝર કેલેન્ડર એ જેરુસલેમથી ૨૦ માઇલ દૂર ગેઝર શહેરમાં મળેલો લખાણ ધરાવતો લાઇમસ્ટોનનો નાનો પથ્થર છે. તે ઇસ પૂર્વે ૧૦મી સદીનો ગણાય છે, તેમ છતાં તેનું ખોદકામ યોગ્ય પુરાતત્ત્વની દ્રષ્ટિએ ન થયેલ હોવાથી તેનો મૂળ સમય અચોક્કસ ગણાય છે.[૧]
આ પથ્થર અંગે વિદ્વાનોમાં મતભેદ છે કે તે ફોનેશિયન છે કે પેલો-હિબ્રુ લિપી છે.[૨][૩][૪][૫][૬]
હાલમાં તે ઈસ્તંબુલ આર્કિઓલોજી મ્યુઝિયમ ખાતે રાખવામાં આવેલ છે.[૭]
ઈતિહાસ
ફેરફાર કરોઆ કેલેન્ડરની શોધ ૧૯૦૮માં ગેઝર શહેરના ખોદકામ દરમિયાન થઇ હતી. આ કેલેન્ડર બે મહિનાનાં સમય અને દરેક મહિનામાં કરવાનું કાર્ય જેવું કે પાકની લણણી, કયો પાક ઉગાડવો વગેરે દર્શાવે છે. તે નીચે પ્રમાણેનું લખાણ ધરાવે છે:
- બે મહિના ભેગું કરવાના (સપ્ટેમ્બર, ઓક્ટોબર)
- બે મહિના વાવણીના (નવેમ્બર, ડિસેમ્બર)
- બે મહિના મોડા હળ ચલાવવાના (જાન્યુઆરી, ફેબ્રુઆરી)
- એક મહિનો ઘાસ કાપવાનો (માર્ચ)
- એક મહિનો કાપણીનો (એપ્રિલ)
- એક મહિનો લણણીનો અને અનાજ માપવાનો (મે)
- બે મહિના વધારાની કાપણીનો (જૂન, જુલાઈ)
- એક મહિનો ઉનાળુ ફળોનો (ઓગસ્ટ)[૮]
વિદ્વાનો માને છે કે આ લખાણ શાળાના વિદ્યાર્થીનું લખાણ, કોઇ લોકપ્રિય લોકગીત કે બાળગીત હોઇ શકે છે. અન્ય શક્યતા ખેડૂતોનું લખાણની છે.
ગેઝર કેલેન્ડર ઇસ્તંબુલ લઇ જવામાં આવ્યું હતું અને તે ત્યાં સંગ્રહાલયમાં સિલોઅમ તકતી જોડે દર્શાવવામાં આવ્યું છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Aaron Demsky (2007), Reading Northwest Semitic Inscriptions, Near Eastern Archaeology 70/2.
- ↑ The early history of God: Yahweh and the other deities in ancient Israel By Mark S.
- ↑ "The Calendar Tablet from Gezer, Adam L Bean, Emmanual School of Religion". મૂળ માંથી 2011-03-02 પર સંગ્રહિત. મેળવેલ 2015-05-18.
- ↑ "Is it "Tenable"?, Hershel Shanks, Biblical Archaeology Review". મૂળ માંથી 2010-12-25 પર સંગ્રહિત. મેળવેલ 2015-05-18.
- ↑ Spelling in the Hebrew Bible: Dahood memorial lecture, By Francis I.
- ↑ Pardee, Dennis (Forthcoming). "A Brief Case for the Language of the 'Gezer Calendar' as Phoenician". Linguistic Studies in Phoenician, ed. Robert D. Holmstedt and Aaron Schade. Winona Lake: 43. Check date values in:
|year=
(મદદ) - ↑ Gezer calendar
- ↑ Michael D.
વધુ વાંચન
ફેરફાર કરો- Albright, W.F. "The Gezer Calendar" in Bulletin of the American Schools of Oriental Research (BASOR). 1943. Volume 92:16–26. Original description of the find.
- Sivan, Daniel "The Gezer calendar and Northwest Semitic linguistics", Israel Exploration Journal 48,1-2 (1998) 101–105. An up-to-date linguistic analysis of this text.
- Dever, William G. “Gezer”. In The Oxford Encyclopedia of Archaeology in the Near East vol. 2, Editor in Chief Eric M. Meyers, 396–400. New York: Oxford University Press, 1997.
- Pardee, Dennis. “Gezer Calendar”. In The Oxford Encyclopedia of Archaeology in the Near East vol. 2, Editor in Chief Eric M. Meyers, 396–400. New York: Oxford University Press, 1997.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- Details of the calendar including transcription and translation. Archived ૪ ફેબ્રુઆરી ૨૦૦૬ વૅબેક મશીન પર.Wayback Machine
- Another translation and a picture of the calendar. સંગ્રહિત ૨૦૦૮-૧૦-૧૪ ના રોજ વેબેક મશિન