ગોંડલ રજવાડું બોમ્બે પ્રેસિડેન્સી હેઠળની કાઠિયાવાડ એજન્સીના આઠ પ્રથમ કક્ષાના રજવાડાઓમાંનું એક રજવાડું હતું. આ રજવાડાની રાજધાની ગોંડલ શહેર હતી.

ગોંડલ રજવાડું
રજવાડું of બ્રિટિશ ભારત
૧૬૩૪–૧૯૪૯
Coat of arms of ગોંડલ
Coat of arms

સૌરાષ્ટ્રમાં ગોંડલનું સ્થાન
વિસ્તાર 
• ૧૮૩૧
2,652 km2 (1,024 sq mi)
વસ્તી 
• ૧૮૩૧
205840
ઇતિહાસ 
• સ્થાપના
૧૬૩૪
• ભારતની સ્વતંત્રતા
૧૯૪૯
પહેલાં
પછી
મુઘલ યુગ
ભારત
નવલખા મહેલનો ઓરડો
મહારાજા ભગવતસિંહજી સંગ્રામસિંહજી (૧૮૬૫-૧૯૪૪)
નવલખા મહેલની એક કોતરણી.

ગોંડલ રજવાડાની સ્થાપના ઇસ ૧૬૩૪માં જાડેજા વંશના ઠાકુર શ્રી કુંભોજી પ્રથમ મેરામનજી એ કરી હતી, જેમણે અરડોઇ અને અન્ય ગામો તેમના પિતા મેરામનજી તરફથી મેળવ્યા હતા.[સંદર્ભ આપો] આ વંશના ચોથા રાજા કુંભોજી ચોથાએ ધોરાજી, ઉપલેટા, સરાઇ અને પાટણવાવ અને અન્ય પરગણાંઓ રાજ્યમાં ઉમેરીને વિસ્તાર કર્યો હતો.[સંદર્ભ આપો] ગોંડલના છેલ્લા શાસક મહારાજા ભોજરાજી ભગવતસિંહજીએ ભારત સંઘમાં ભળી જવા માટે ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ ના રોજ હસ્તાક્ષર કર્યા હતા.[]

ગોંડલના શાસકો જાડેજા વંશના ઠાકુરો હતા જેઓ ૧૧ તોપોની સલામીનો હક ધરાવતા હતા. ૧૮૬૬ પછી તેઓને 'ઠાકુર સાહેબ'નો ઇકલાબ મળ્યો હતો.[]

શાસનકાળ નામ (જન્મ-મૃત્યુ)
૧૬૪૮ - ૧૭૧૩ સંગ્રામજી પ્રથમ કુંભોજી (જ. ૧૬૩૪ - મૃ. ૧૭૧૩)
૧૭૧૩ - ૧૭૫૨ હાલોજી સંગ્રામજી (જ. ૧૬૭૬ - મૃ. ૧૭૫૨)
૧૭૫૨ - ૧૭૮૯ કુંભોજી દ્વિતિય હાલોજી (જ. ૧૭૧૨ - મૃ. ૧૭૮૯)
૧૭૮૯ - ૧૭૯૧ મુળુજી સંગ્રામજી (માલુભાઇ સાહેબ) (જ. ૧૭૫૪ - મૃ. ૧૭૯૧)
૧૭૯૧ - ૧૮૦૦ દાજીભાઇ મુળુજી (જ. ૧૭૭૫ - મૃ. ૧૮૦૦)
૧૮૦૦ - ૧૮૧૨ દેવજી સંગ્રામજી (દેવભાઇ સાહેબ) (જ. ૧૭૬૯ - મૃ. ૧૮૧૨)
૧૮૧૨ - ૧૮૧૪ નથુજી દેવજી (નથુભાઇ સાહેબ) (મૃ. ૧૮૧૪)
૧૮૧૪ - ૧૮૨૧ કાનુજી દેવજી (જ. ... - મૃ. ૧૮૨૧)
૧૮૨૧ - ૧૮૪૧ ચંદ્રસિંહજી દેવજી (મોતીભાઇ સાહેબ) (જ. ૧૭૯૭ - મૃ. ૧૮૪૧)
૧૮૪૧ - ૧૮૫૧ ભાણાભાઇ દેવજી (મૃ. ૧૮૫૧)
૧૮૫૧ - ૧૮૬૬ સંગ્રામજી દ્વિતિય દેવજી (સંગ્રામજી ભાણાભાઇ) (જ. ૧૮૨૨ - મૃ. ૧૮૬૯)

ઠાકુર સાહેબ

ફેરફાર કરો
શાસનકાળ નામ (જન્મ-મૃત્યુ)
૧૮૬૬ - ૧૪ ડિસેમ્બર ૧૮૬૯ સંગ્રામસજી દ્વિતિય દેવજી (સ.અ.)
૧૪ ડિસેમ્બર ૧૮૬૯ - ૧૦ માર્ચ ૧૯૪૪ ભગવતસિંહજી સંગ્રામસિંહજી (જ. ૧૮૬૫ - મૃ. ૧૯૪૪)

(૧૫ ફેબ્રુઆરી ૧૮૮૭થી સર ભગવતસિંહજી સંગ્રામસિંહજી)
(મહારાજા ૧ જાન્યુઆરી ૧૮૮૮થી)

૧૦ માર્ચ ૧૯૪૪ - ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ભોજરાજજી ભગવતસિંહજી (જ. ૧૮૮૩ - મૃ. ૧૯૫૨)

(મહારાજા)

ગાદી સંભાળ

ફેરફાર કરો
  • ૧૬ સપ્ટેમ્બર ૧૮૭૮ - ૨૪ ઓગસ્ટ ૧૮૮૪ ગાદી સંભાળ
    • વી. સ્કોટ (જૂન ૧૮૮૨ સુધી)
    • જયાશંકર લાલશંકર (ફેબ્રુઆરી ૧૮૮૨ સુધી)
    • ભગવત સિંહજી (ફેબ્રુઆરી ૧૮૮૨ સુધી)
    • હેનકોક (સ્કોટ વતી, ડિસેમ્બર ૧૮૮૦ - ફેબ્રુઆરી ૧૮૮૧)
    • નટ્ટ (જૂન ૧૮૮૨ થી [અને સ્કોટ વતી ઓગસ્ટ ૧૮૮૧ - જૂન ૧૮૮૨])

આ પણ જુઓ

ફેરફાર કરો
  • Harikrishna Laishankar Dave (૧૮૬૭). A Short History of Gondal. Education Society's Press. પૃષ્ઠ ૨૦૨.
  • Shree Bhagvat Sinhjee golden jubilee committee, Gondal (૧૯૩૪). Gondal's cherished treasures: an account of Shree Bhagvat Sinhjee golden jubilee celebrations. Shree Bhagvat Sinhjee golden jubilee committee.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો