ગૌમુખાસન

હઠ-યોગનું બેસીને કરવામાં આવતું આસન

ગૌમુખનો અર્થ થાય છે ગાયનું મુખ એટલે કે પોતાના શરીરને ગૌમુખ સમાન બનાવી રાખવું. આ કારણે જ આ આસનને ગૌમુખાસન કહેવામાં આવે છે. ગૌમુખાસન ત્રણ શબ્દોની સંધિ વડે બનાવવામાં આવેલ છે - ગૌ (ગાય) + મુખ (ચહેરો) + આસન.

ગૌમુખાસન

દંડાસનમાં બેસી ડાબા પગને વાળીને એડીને જમણા નિતંબ નજીક રાખવો અથવા એડી પર પણ બેસી શકાય છે. જમણા પગને વાળીને ડાબા પગ ઉપર એ પ્રકારે રાખો કે જેથી બંને ઘૂંટણ એકબીજાનો સ્પર્શ કરે. જમણા હાથને ઉપર ઉઠાવી પીઠ પાછળ વાળો અને ડાબા હાથને પીઠ પાછળ લઇને જમણા હાથને પકડો. ગરદન અને કમર સીધી રાખો. એક બાજુ પરથી આસન કર્યા બાદ બીજી બાજુ પણ સમાન રીતે કરવું.

યોગનો અભ્યાસ કરતી વખતે ૧ અથવા ૨ મિનિટ માટે આ આસન કરી શકો છો.

સાવધાની

ફેરફાર કરો

ગરદન દર્દ, કમર દર્દ જે લોકોને હોય તેમણે આ આસન કરવું નહીં.

આ પણ જુઓ

ફેરફાર કરો