ગ્રેનવિલ ઔસ્ટિન
ગ્રેનવિલ સેવર્ડ ઓસ્ટિન (૧૯૨૭ - ૬ જુલાઈ, ૨૦૧૪) ભારતીય બંધારણના અમેરિકન ઇતિહાસકાર હતા.[૧][૨]
શિક્ષણ
ફેરફાર કરોઓસ્ટિને તેમનું મોટાભાગનું પ્રારંભિક શિક્ષણ નોર્વિચ, વર્મોન્ટ, યુ.એસ.એ.માં મેળવ્યું હતું. તેઓ ડાર્ટમાઉથ કોલેજમાંથી અમેરિકન લિટરેચરમાં બી.એ. સાથે સ્નાતક થયા. ત્યારબાદ તેણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી આધુનિક ભારતીય ઇતિહાસ વિષયમાં ડોક્ટરેટની પદવી મેળવી હતી.
કારકિર્દી
ફેરફાર કરોઓસ્ટિને પત્રકાર/ફોટોગ્રાફર તરીકે કામ કર્યું હતું અને બાદમાં તેમણે યુ.એસ.માહિતી સેવા, રાજ્ય વિભાગ, આરોગ્ય,શિક્ષણ અને સહાય વિભાગ, અને યુ.એસ સાંસદનાં ખાતામાં પણ કાર્ય કર્યું. તેમણે ઓક્સફર્ડની સેન્ટ એન્ટની કૉલેજ, ફોર્ડ ફાઉન્ડેશન, ફૂલબ્રાઇટ પ્રોગ્રામ, અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન સ્ટડીઝ, રોકફેલર ફાઉન્ડેશન, વૂડરો વિલ્સન ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સ્કોલર્સ, રાજીવ ગાંધી ફાઉન્ડેશન અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ કરન્ટ વર્લ્ડ અફેર્સમાંથી ફેલોશિપ્સ અથવા ગ્રાન્ટ્સ મેળવી હતી.[૩][૪]
ઓસ્ટિન ભારતના બંધારણના બે અંતિમ રાજકીય ઇતિહાસના લેખક હતા, ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન: કોર્નરસ્ટોન ઓફ અ નેશન તથા વર્કિંગ અ ડેમોક્રેટિક કોન્સ્ટિટ્યુશન: ધ ઇન્ડિયન એક્સપિરિયન્સ.[૨]
૬ જુલાઈ ૨૦૧૪ના રોજ તેમનું અવસાન થયું હતું.[૫]
પુરસ્કાર
ફેરફાર કરોવર્ષ ૨૦૧૧માં, ભારતીય બંધારણના ઘડતર અને કાર્ય પર તેમના લેખનના સન્માનમાં, ગ્રાનવિલે ઓસ્ટિનને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા, જે પ્રજાસત્તાક ભારતનું ચોથું સર્વોચ્ચ નાગરિક સન્માન છે.[૬][૭] ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલયના રાષ્ટ્રીય અનુવાદ મિશન અંતર્ગત ભારતીય ભાષાઓમાં અનુવાદ માટે તેમના પુસ્તક 'ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન: કોર્નરસ્ટોન ઓફ અ નેશન પસંદ કરવામાં આવ્યું હતું જેનો તેલુગુ, મરાઠી, પંજાબી, ઓડિયા, હિન્દી અને મલયાલમ ભાષાઓમાં અનુવાદ પ્રકાશિત થઈ ચૂક્યો છે.[૮]
પુસ્તક સૂચિ
ફેરફાર કરો- The Indian Constitution: Cornerstone of a Nation
- Working a Democratic Constitution: The Indian Experience
- Retrieving Times (White River Press, 2008)
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Working a Democratic Constitution : The Indian Experience". Vedam Books. મેળવેલ January 27, 2009.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ ૨.૦ ૨.૧ "Working a Democratic Constitution : The Indian Experience". Oxford University Press. મૂળ માંથી 2008-03-28 પર સંગ્રહિત. મેળવેલ 2008-01-27.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "Granville Austin - About the Author". granvilleaustin.com. મૂળ માંથી 3 નવેમ્બર 2014 પર સંગ્રહિત. મેળવેલ 10 April 2012.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ Austin travelled to India in August 1960 and tasked upon himself to study the making of the Indian Constitution.
- ↑ "Granville Austin, RIP". Law and other things. Vikram Raghavan. 7 July 2014.
{{cite web}}
: Check date values in:|date=
(મદદ) - ↑ "Padma Sri Awardees". NIC - Govt. of India. મેળવેલ 10 April 2012.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ "Padma Awards Announced" (પ્રેસ રિલીઝ). Ministry of Home Affairs (India)]]. 25 January 2011. http://www.pib.nic.in/newsite/erelease.aspx?relid=69364.
- ↑ "Published Translations & Dictionaries". National Translation Mission. મેળવેલ 28 April 2017.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ)
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- ગ્રેનવિલ ઔસ્ટિન વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૪-૧૧-૦૩ ના રોજ વેબેક મશિન