ઘઉંનાં ધનેડાં

કીટકની એક પ્રજાતિ

ઘઉંના ધનેડાં (Wheat weevils) એ એક સામાન્ય કીટક (જંતુ) છે, કે જે વિશ્વના લગભગ બધાજ ભાગોમાં જોવા મળે છે. આ કીટકનું વૈજ્ઞાનિક નામ સિટોફીલસ ગ્રેનેરીયસ છે. સામાન્ય રીતે આ કીટક સંગ્રહ કરવામાં આવેલા ઘઉંના દાણાઓ પર જોવા મળે છે. અને આ કીટક ખુબ જ ઝડપથી ઘઉંના સંગ્રહને મોટા પ્રમાણમાં નુકશાન કરી શકે છે. આ જંતુની માદા મોટા પ્રમાણમાં ઇંડા મુકતી હોય છે તથા એના લારવા અનાજના ભીતરી ભાગને ખાઇને દાણાને ખોખલો કરી નાખે છે.

ઘઉંના ધનેડાં
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Arthropoda
Class: Insecta
Order: Coleoptera
Family: Curculionidae
Genus: 'Sitophilus'
Species: ''S. granarius''
દ્વિનામી નામ
Sitophilus granarius

આ જીવાતથી ઘઉંને સુરક્ષિત રાખવા માટે ગુજરાતના લોકો તેને દિવેલમાં મોવે છે તેમ જ લીમડાનાં પાંદડાં નાખી હવાચુસ્ત ડબ્બા કે કોઠીમાં તેને સંગ્રહ કરે છે. જો કે હાલના સમયમાં લોકો બોરીક પાવડરનો ઉપયોગ કરી આ જીવાતથી ઘઉંને સુરક્ષિત રાખે છે.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો