ચંપો એ નીત્ય લીલું રહેતું અને અત્યંત પૂરાતનકાળ થી ચાલ્યું આવતું એક જાતનું ફૂલ છે.[૧] ચંપાનું ઝાડ ઘણું મોટું અને ઘણું પોચું થાય છે. ચંપો ઘણી જાતનો થાય છે.[૨]

ચંપો
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
Division: સપુષ્પ વનસ્પતિ
Class: મેગ્નોલિઓપ્સિડા
Order: મેગ્નોલિએલ્સ
Family: મેગ્નોલિએસી
Genus: માઇકેલિયા (Michelia)
Species: ચંપાકા (champaca)
દ્વિનામી નામ
માઇકેલિયા ચંપાકા (Michelia champaca)

જાતો ફેરફાર કરો

લીલો ચંપો રામફળની જાતનું વૃક્ષ છે. તેનાં પાન લાંબાં અને એને ગળો જેવી આકડીઓ આવે છે. તેમાં લીલા રંગના ફૂલ થાય છે. આ ફૂલ ઘણાં સુગંધી હોય છે. ધોળા ચંપાને મરાઠીમાં ખડચંપો કહે છે. આ ઝાડ ઘણાં પ્રાંતોમાં થાય છે. તેનાં પાંદડાં લાંબાં અને ફૂલ ધોળાં હોય છે. આ ઉપરાંત પીળો ચંપો, રાયચંપો, કનકચંપો, નાગચંપો, ખેરચંપો, ભૂચંપો અને સુલતાનચંપો તેની બીજી જાતો છે. ચંપાનો રસ એટલો ઉષ્ણ છે કે તે શરીરે લાગવાથી ફોલ્લો થાય છે. જૂનાં ઝાડને ક્યાંક ક્યાંક શિંગો આવે છે.

ઉપયોગ ફેરફાર કરો

ચંપાનાં ફૂલનું શાક પણ થાય છે. આ ચંપો સારક, કડવો, તીખો, તૂરો અને ઉષ્ણ છે. તે કોઢ, કંડૂ, વ્રણુ, શૂળ, કફ, વાયુ, ઉદરરોગ તથા આધ્માનનો નાશ કરનાર મનાય છે. ચંપો રૂપે, રંગે અને વાસમાં ઉત્તમ મનાય છે, પણ એક તેનો અવગુણ એવો કહેવાય છે કે તેની પાસે ભ્રમર આવતો નથી.

સંદર્ભ ફેરફાર કરો

  1. efloras.org: Flora of China treatment of Michelia (Magnolia) champaca . accessed 7.12.2015
  2. http://www.bhagvadgomandal.com/index.php?action=dictionary&sitem=%E0%AA%9A%E0%AA%82%E0%AA%AA%E0%AB%8B&type=1&page=0 ચંપો - ભગવદ્ગોમંડળ

બાહ્ય કડીઓ ફેરફાર કરો