ચક્રવાક, જે ચકવા-ચકવીના નામે પણ ઓળખાય છે, પક્ષીની જાતિમાં નવ જેટલી પેટા જાતિઓનો સમાવેશ થાય છે. વૈજ્ઞાનિકનામ બર્હાનીડેઇ તરીકે ઓળખાતી આ પક્ષી જાતિ સમશિતોષ્ણ અને ઉષ્ણ કટિબંધમાં વ્યાપક પણે જોવા મળે છે. આ પક્ષીની બે જાતિઓ ઓસ્ટ્રેલિયામાં પણ જોવા મળે છે. કાદવ ખુંદનારા પક્ષીઓ તરીકે વર્ગીકરણ પામ્યા હોવા છતા મોટા ભાગની પેટા-જાતિઓ સુષ્ક અને અર્ધ-સુષ્ક વિસ્તારોમાં જોવા મળે છે.

Stone-curlews
Bush stone-curlew, Burhinus grallarius
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Charadriiformes
Family: Burhinidae
Mathews, 1912
Genera

વર્ણન ફેરફાર કરો

આ જાતિના પક્ષીઓ મધ્યમથી લઇને મોટા કદ સુધીની મજબુત કાળી અથવા પીળાશપડતા કાળા રંગની ચાંચ અને મોટી પીળી આંખો ધરાવે છે જેને લીધે તે દેખાવમાં સરીસૃપ અને સાંકેતીક-કળ સમાન પીછાઓ વાળા લાગે છે. ચક્રવાક ગુજરાતી નામ સંસ્કૃત નામ चक्रवाक પરથી ઉતરી આવેલું છે અને લોક-બોલીમાં તેને ચકવા-ચકવી તરીકે ઓળખવામાં આવે છે. બન્ને નામ સામાન્યપણે ઉપયોગમાં લેવાય છે.[૧]

વર્તણુક ફેરફાર કરો

આ પક્ષીઓ મોટેભાગે નિશાચર છે. અજવાળી રાત્રી દરમ્યાન એમનું બુલંદ ગાન સાંભળવા મળી જાય છે. આ વર્તણુક ખલેલી ને મળતી આવતી ગણીને અંગ્રેજીમાં એને સ્ટોન કર્લ્યુ તરીકે પણ ઓળખવામાં આવે છે.[૨] ખોરાક મુખ્યત્વે જીવાત અને નાના કદના કરોડરજ્જુ ધરાવતા પ્રાણીઓ છે. અલબત્ત સરીસૃપોને કે નાના સસ્તન પ્રાણીઓને પણ તેઓ એમનો ખોરાક બનાવી શકે છે.[૨] મોટાભાગની પેટાજાતીઓ પ્રવાસ નથી કરતી પણ, યુરેશીયન ચક્રવાક જે સમષિતોષ્ણ યુરોપમાં ઉનાળો ગાળીને શિયાળો આફ્રીકામાં ગાળવા પુરતો ઉનાળુ પ્રવાસ ખેડતા જોવા મળ્યા છે.

પ્રજાતિઓ ફેરફાર કરો

ચિત્ર નામ દ્વિપદ નામકરણ (Binomial name)
યુરેશીયન ચક્રવાક Burhinus oedicnemus
ભારતીય ચક્રવાક Burhinus indicus
સેનેગલ ચક્રવાક Burhinus senegalensis'
જળપ્લાવિત ચક્રવાક Burhinus vermiculatus
ટપકીલો ચક્રવાક Burhinus capensis
દ્વી-પટ્ટીત ચક્રવાક Burhinus bistriatus
પેરૂવિયન ચક્રવાક Burhinus superciliaris
ઝાંડીનો ચક્રવાક Burhinus grallarius (formerly B. magnirostris, the bush thick-knee).
મોટો ચક્રવાક Esacus recurvirostris
દરીયા-કીનારાનો ચક્રવાક Esacus magnirostris

સંદર્ભ ફેરફાર કરો

  1. Kochan, Jack B. (1994). Feet & Legs. Birds. Mechanicsburg: Stackpole Books. ISBN 0-8117-2515-4.
  2. ૨.૦ ૨.૧ Harrison, Colin J.O. (1991). Forshaw, Joseph (સંપાદક). Encyclopaedia of Animals: Birds. London: Merehurst Press. પૃષ્ઠ 105–106. ISBN 1-85391-186-0.

બાહ્ય કડીઓ ફેરફાર કરો

  • ચક્રવાકને લગતાચલચિત્રો :: ઇન્ટરનેટ બર્ડ કલેકશન પર.